ભારતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચાર મેચની સિરીઝની છેલ્લી ટેસ્ટમાં 600થી વધારે રન બનાવી દીધા છે. ઋષભ પંતે તેની કેરિયરની બીજી ટેસ્ટ સદી બનાવી દીધી છે. જોકે ઓસ્ટ્રેલિયામાં આ તેની પહેલી સદી છે. જોકે જાડેજા સદી ચૂકી ગયો છે. જાડેજા 81 રન બનાવી આઉટ થયો હતો. દિવસના અંતે ભારતનો સ્કોર- 622/7 હતો.
ભારતે સિડનીમાં ચોથીવાર એક ઈનિંગમાં 600થી વધારે રન બનાવ્યા છે. આ પહેલાં જાન્યુઆરી 2008માં 500થી વધારે રન બનાવ્યા હતા. ત્યારે ભારતે 532 રનનો સ્કોર કર્યો હતો. આ પહેલાં ભારતે જાન્યુઆરી 1986માં 4 વિકેટ પર 600 રન બનાવીને ઈનિંગ જાહેર કરી હતી.
જાન્યુઆરી 2008માં 7 વિકેટ પર 705 રન બનાવીને ઈનિંગ જાહેર કરી હતી. જોકે આજે પુજારા ડબલ સેન્ચ્યુરીથી માત્ર સાત રન દૂર 193 રને આઉટ થઈ ગયો છે. ભારતીય ટીમ સિડનીમાં 14 વર્ષ પછી ટેસ્ટમાં 500 કરતાં વધુ રન બનાવ્યા છે.
પુજારાનો ઓસ્ટ્રેલિયામાં આ સૌથી વધારે સ્કોર છે. આ પહેલાં તેનો ઓસ્ટ્રેલિયામાં સૌથી વધારે સ્કોર 123 રન હતો. જે તેણે એડિલેટમાં બનાવ્યો હતો. પુજારાએ ઓસ્ટ્રેલિયા સામે ત્રીજીવાર 150થી વધારે રનની ઈનિંગ રમી છે. આ પહેલાં તેણે માર્ચ 2013માં હૈદરાબાદમાં 204 અને માર્ચ 2017માં 202 રનની ઈનિંગ રમી હતી.