અફઘાનિસ્તાનમાં પુસ્તકાલય બનાવવા ભારત સરકાર કરશે આર્થિક સહાય

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર ટીપ્પણીઓ કરતા જણાવ્યું હતું કે, ભારત અફઘાનિસ્તાનને જે રીતે મદદ કરી રહ્યું છે તે કેટલા અંશે વ્યાજબી જેથી કહી શકાય કે અમેરિકા ભારત ઉપર અફઘાનનો બોજ નાખી રહ્યું હોય તેવુ લાગી રહ્યું છે. ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અફઘાનિસ્તાનમાં પુસ્તકાલય માટે ફંડીંગ કરવાનો નિર્ણય લીધો હતો જેને લઈ અમેરિકા રાષ્ટ્ર પ્રમુખે નરેન્દ્ર મોદી પર મજાક ઉડાવી હતી.

વધુમાં ટ્રમ્પે જણાવતા કહ્યું હતું કે, અફઘાનિસ્તાન જેવા દેશમાં પુસ્તકાલયની કોઈ જ આવશ્યકતા નથી. વધુમાં તેઓએ કહ્યું કે, દેશની સુરક્ષા માટે ભારત દેશે કોઈ પર્યાપ્ત પગલા લીધા નથી. સાથો સાથ અન્ય દેશોની પણ આલોચના તેઓએ કરી હતી. ત્યારે ભારત દેશે ટ્રમ્પના નિવેદનને નકારી કાઢયું હતું અને સુત્રોના જણાવ્યા પ્રમાણે વાત એમ પણ સામે આવી હતી કે, અફઘાનિસ્તાન જેવા દેશને આગળ લઈ જવા માટે અને તેમના વિકાસમાં મદદ થવા ભારત મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ત્યારે અફઘાનિસ્તાનમાં રહેતા લોકોની જરૂરીયાત મુજબ ભારત ઘણી ખરી પરીયોજનાઓ અને સામુદાયિક વિકાસ કાર્યક્રમો ચલાવી રહ્યું છે અને આ પ્રકારના સહયોગથી દેશને આર્થિક રીતે અને સશકત તથા સ્થિર બનાવવા મદદ પણ કરશે.

નવા વર્ષની પ્રથમ કેબીનેટ બેઠકમાં તમામ વિદેશી દેશોમાં અમેરિકા પોતાનો નિવેશ ઓછો કરવા માટે યોજનાઓ ઘડી રહી છે ત્યારે ભારત, રશિયા તથા પાકિસ્તાન અને અન્ય પાડોશી દેશો અફઘાનિસ્તાનની સુરક્ષા માટે જવાબદારી પણ સ્વીકારી છે. ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ઉદાહરણ દેતા જણાવ્યું હતું કે, ભારત દેશના વડાપ્રધાન પોતાના આપેલા યોગદાનના વખાણ કરી રહ્યાં છે. જયારે અમેરિકા દ્વારા ખર્ચ કરવામાં આવેલા અરબો ડોલરની સામે તેમનું યોગદાન ખુબજ નહીંવત માની શકાય.

સાથો સાથ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પોતાની મિત્રતાની ચર્ચા તો કરી જ પણ બીજી તરફ અફઘાનિસ્તાનમાં લાઈબ્રેરી એટલે કે પુસ્તકાલય બનાવવા માટે જે ભારતે આર્થિક સહાય કરવાનો નિર્ણય લીધો હતો તે નિર્ણયની સ્પષ્ટપણે આલોચના પણ કરી હતી.

વાત કરવામાં આવે તો ભારત દેશ અફઘાનિસ્તાનને જે મદદ કરવા આગળ વધી રહ્યું છે તેનાથી અફઘાનિસ્તાનના લોકોનું જીવન પણ સુધશે અને અફઘાનિસ્તાનમાં ક્ષમતામાં પણ વધારો થશે. જેથી અફઘાનિસ્તાન પોતાની જનતાની સેવા પણ કરી શકે સાથો સાથ સામાજીક અને આર્થિક ઈન્ફાસ્ટ્રકચરમાં વધારો થાય અને લોકોની લાઈફ સ્ટાઈલ પણ સુધરે તે તમામ મુદ્દાને ધ્યાને લઈ ભારત અફઘાનિસ્તાનને સહાય પૂરી પાડવા આગળ વધી રહ્યું છે જેની સાથો સાથ રશિયા પણ આ જ રાહમાં આગળ વધી રહ્યું છે. પ્રથમ વખત ડોનાલ્ડ ટ્રમ્પ ભારત દ્વારા અફઘાનિસ્તાનને અપાતી સહાયની આલોચના કરી હતી. જયારે ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામા પણ ભારતનું જે કુણુ વલણ અફઘાનિસ્તાન પ્રત્યે રહ્યું હતું તેને પણ આવકાર્યું હતું અને અફઘાનિસ્તાનના વિકાસમાં તેણે પણ ઘણી ખરી મદદ કરી હતી. ભારત સરકાર અફઘાનિસ્તાન સાથે જે રીતે કરાર અને જે રીતે મદદરૂપ થઈ રહી છે તે જોતા સ્પષ્ટપણે લાગે છે કે ઈન્ફાસ્ટ્રકચર પ્રોજેકટ હોય કે પછી કનેક્ટિવીટી હોય કે, આર્થિક વિકાસ હોય તેમાં ભારત અહમ ભૂમિકા ભજવશે. વાત કરવામાં આવે તો જારંજ ડેલામન રોડ અને સલમા ડેમ જે ઉર્જાનું ઉત્પાદન કરે છે. ૨૦૧૬ થી અને જે પાણી પણ ૭૫૦૦૦ હેકટર જમીનમાં પૂરું પાડે છે તે અફઘાનિસ્તાનના શાખ માનવામાં આવે છે. જેને લઈ ભારત અફઘાનિસ્તાનના પૂર્ણ રૂપથી વિકાસ કરવા અને તેને સ્થિર કરવા મદદ કરી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.