૪ જાન્યુઆરીના રોજ સંગીતના બાદશાહ એટલે કે પંચમદાની પુણ્યતિથી હોય છે. ૦૪-૦૧-૧૯૯૪ના રોજ તેમણે હમેશાની માટે પોતાની આંખો બંધ કરી હતી.
આર.ડી હવે આપની વચ્ચે નથી રહ્યા પરંતુ તેમની ધૂન અને તેમનું સંગીત આજે પણ આપની વચ્ચે જીવંત છે.
તેમણે આ સંગીતના સફરમાં ઘણી વખત ખરાબ સમયમાઠી પસાર થયા છે ૧૯૮૫માં તેમની ફિલ્મ સાગર રીલીઝ થઈ હતી જે ફ્લોપ થઈ હતી ત્યારબાદ તેને બોલિવૂડથી દૂર થઈ ગયા હતા. ત્યારબાદ તેમને ફિલ્મ મળવાનું બંધ થઈ ગઈ હતી.
ત્યારબાદ બપ્પી લહેરીનું મ્યુઝિક બોલિવૂડ ને ખૂબ જ પસંદ આવવા લાગ્યું હતું અને આર ડી બર્મન પોતાનું સ્થાન ગુમાવી ચૂક્યા હતા.
ત્યારબાદ તેમણે બીજો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે નિર્માતા શુભાષ ઘઈને ફિલ્મ રામલખનમાં તેની જ્ગ્યા પર લક્ષ્મીકાન્ત પ્યારેલાલને સાઈન કરવામાં આવ્યા. ફિલ્મ ન મળવાના કારણે તેમની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ચૂકી હતી.
પરંતુ તેમણે ક્યારે પણ પોતાના ખરાબ સમયમાં હાર નથી માની, આશા ઘોસ્લેએ તેના ખરાબ સમયમાં સાથ આપ્યો છે.આશા આર.ડીની પ્રેરણા હતી, તેને આશાના આવાજ સાથે વધારે એક્સપિરિમેંટ પણ કર્યા છે.
૭૦ના દાયકામાં મ્યુઝિક ઈન્ડસ્ટ્રી પર બંનેની જોડીએ રાજ કર્યું અને મ્યુઝીકના સફરમાં આગળ વધ્યા. બનેએ ૧૯૮૦માં લગ્ન કર્યા આજે આર ડી આપની વચ્ચે નથી પરંતુ આશાના દિલમાં આજે પણ જીવંત છે.