હાઈસ્કૂલ સુધીના બાળકો લંગડી, દોરડા કૂદ, ખો–ખો જેવી બિન ખર્ચાળ રમતોમાં ભાગ લઈ શકશે: આયોજકો ‘અબતક’ના આંગણે
૪-જી યુગમાં વિદ્યાર્થીઓ મેદાનની રમતોથી દૂર થઈ ગયેલ છે. આ રમતો બીલકુલ રમાતી જ નથી અત્યારે માત્ર મોબાઈલની રમતો રમાય છે. પાંચ વર્ષના બાળકો મોબાઈલમાંથી ઉંચા નથી આવતા તેના વાલીઓ મોબાઈલ આપી બાળકોને શાંત કરી પોતે નિરાતે પોતાનું રોજીંદુ કામ કરે છે આમ જોઈએ તો બાળકોને મોબાઈલની ટેવ વાલીઓ પાડે છે.
અગાઉના જમાનામાં બાળકો કોઈપણ જાતના સાધનો વિના શેરીમાં વિવિધ રમતો સંપીને રમતા. આવી શેરીઓની રમતથી બાળકોમાં સંઘ ભાવનાનો વધારો થતો અને બાળકો ખડતલ બનતા નાનપણથી જ હાર-જીત પચાવતા શીખતા અને આવી બધી રમતોથી એકાગ્રતામાં વધારો થતો અને એકબીજા સારા મિત્રો બનતા.
આ યુગમાં વિદ્યાર્થીઓમાં વધુમાં વધુ ક્રિકેટ રમવાનું ગજબનો શોખ હોય છે તેથી બીજી શેરી રમતો અથવા તો મેદાનની રમતો ખૂબ જ ઓછી રમાય છે. આવી ભુલાતી જતી બીન ખર્ચાળ શેરી રમતોને લોકભોગ્ય બનાવવા માટે સમગ્ર રાજયમાં ૧૦૦થી વધુ જગ્યા પર એક જ દિવસે એટલે કે રવિવારના દિવસે આ રમતોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. લંગડી, દોરડા કુદ, લીંબુ ચમચી, રેલ ગાડી, બેક રેસ, ખો-ખો, આંધડો પાટો, કોથળા દોડ, દોરડા ખેંચ, નાગલ, છુટ દડો, સંગીત ખુરશી, ધમાલીયો ધોકો જેવી રમતો રમાડવામાં આવશે.આ માટે નવરંગ નેચરલ કલબ, આહિર એકતા મંચ, શેર વિથ સ્માઈલ, સાંદિપની સ્કૂલ, માં આનંદમય ક્ધયા વિદ્યાલય અને શાળા નં.૪૯, ૫૮, ૭૦, ૭૩, ૮૦નો સહયોગ મળ્યો છે. રમતોત્સવને સફળ બનાવવા આયોજકો વી.ડી.બાલા, નકુમ નરેશ, આર.એમ.ગરચર, જયેન્દ્ર ગજ્જર, ભગીરથસિંહ જાડેજા, ઉર્વેશ પટેલ, ગીતાબેન જોટવા અને મુકેશભાઈ જોટવાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.