નહેરો, નદીઓમાં સોલાર પ્લાન્ટ કરોડોને કરશે ખુશખુશાલ
પાયા સમાન ખેતી, ઉદ્યોગોમાં વીજળી અત્યંત આવશ્યક હોય જે માત્ર શકય બને છે નદીઓ, નહેરો પર સોલાર પ્લાન્ટ અને પરમાણુ ઉર્જાથી: સરદાર સરોવર નર્મદા યોજના, મીઠીવીરડી ૬૬૦૦ મેગાવોટ વિધુત જેવી યોજના કાર્યરત થાય તો લાખો પરિવારો સમૃધ્ધ થશે: આ માટે જન સમુદાયની જાગૃતિ જ બનાવશે ભવિષ્યને હરિયાળુ; પરમાણુ ઉર્જા વિકાસ જાગૃતતા સંસ્થાનના ડો.નિલમ ગોયલ ની પત્રકાર પરિષદ
વર્ષ ૧૯૯૧-૯૨ સુધર ચાઈના અને ભારતની જીડીપી એક જટ્રેક પર હતી. પરંતુ આજે ચાઈનાની વાર્ષિક જીડીપી ૭.૭ લાખ અરબ રૂપીયા છે. અને ભારતની ૧.૨૦ અરબ ચાઈનાની વ્યકિત દીઠ વીજળી વપરાશ ૫૫૦૦ યુનીટ છે. જયારે ભારતની ૮૬૫ યુનીટ.
ભારત પાસે પણ સરદાર સરોવર નર્મદા યોજના, યમુના -રાજસ્થાન- સાબરમતી લીંક યોજના, રાજસ્થાન પૂર્વી નહર નદી યોજના, ભારતની નદીઓ ને જોડવાની યોજના, પરમાણુ, સૌલાર અને વ્યકિતદીઠ ૫૦૦૦ યુનીટ ઉત્પાદન જેવી યોજનાઓ દેશ આઝાદ થયો તે પછી પણ છે જ, જો આ યોજનાઓ સફળતાપૂર્વક સમયાંતરે કામ મા લીધી હોત તો આજે ભારતની જીડીપી વાર્ષિક ૧૫ થી ૨૧ લાખ અરબ હોત.
લોકશાહી વિકાસશીલ ભારત દેશની સામે રાષ્ટ્રીય સ્તર પર ત્રણ પડકાર છે. ભારતની ચિંતા જનક કૃષિ તેમજ તેને સંબંધીત નિરાશ ગ્રામ્ય પરિવાર., બહોળા જન સમુદાય માટે રોજગારીની દીન પ્રતિદિન વધતી જતી માંગ તેમજ અચોકકસ દિશામાં સતત વિકાસ અને બહોળા જન સમુદાયમાં જાગૃતતા.
સરદાર સરોવર નર્મદા નહેર યોજના જેમાં મુખ્ય નદીની લંબાઈ ૪૫૮ કિલોમીટર છે.તેની આજુબાજુમાં નહેરો બનશે. જેની કુલ લંબાઈ ૧૯૦૦૦ કિલોમીટર છે. જયારે આ પ્રોજેકટ પૂરો થઈ જશે ત્યાં સુધીમાં ૮૫ હજાર કિલોમીટર લાંબી નહેર મળી જશે.
આ નર્મદા નહેર યોજનામાં નર્મદા સોલાર પાવર પ્રોજેકટ પણ રાખવામાં આવ્યો છે. તેમાં હમણા એક પાયલોટ પ્રોજેકટનું મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ચંદ્રાશન ગામમાં ઉદઘાટન થયું આ પ્રોજેકટ એક મેગા વોટનો છે. આ પાવર પ્લાન્ટ સન એડીશન ઈડીયા નામની કંપની બનાવી રહી છે.તેનું મૂળી રોકાણ ૧૭.૭૧ કરોડ છે અને ૦.૭૫ કિલોમીટર લાંબી નહેર પર બની રહ્યો છે. આ પ્રોજેકટથી દર વર્ષે ૩૪ હજાર ઘનટન પાણીનું વરાળમાં રૂપાંતર થતુ અટકશે એટલે કે દર વર્ષે ૩૪ કરોડ લીટર પાણીની બચત થશે. આ યોજનામાં ૨૨૦૦ મેગા વોટના પાવર પ્લાન્ટ લગાવવાના છે. તેમાંથી ૧ હજાર લાખ ઘન મીટર પાણીને વરાળ બનતુ બચાવી શકાશે. સરવાળે આ કૃષિ અને સિંચાઈના હેતુ માટે પાણી તેમજ વિજળીની પૂરતી કરવા માટે છે. આ યોજનાથી રાજસ્થાનના બાડમેર અને જાલોર જિલ્લાને પણ સિંચાઈ માટે પણ પાણી મળશે.
જો સરદાર સરોવર નર્મદા નહેર પરી યોજના તેમજ સરદાર સરોવર સોલાર પાવર યોજના, મીઠીવીરડી ૬૬૦૦ મેગાવોટ અણુ વિધુત જેવી અન્ય પરી યોજનાઓને સમયાંતરે કાર્યરત કરવામાં આવશે. તો તેનાથી ગ્રામ્ય વિસ્તારના દરેક પરિવારોની આવક ૭ થી ૧૫ લાખ રૂપીયા સુધી પહોચશે. નવી નવી એગ્રો ઈન્ડસ્ટ્રીઝ તેમજ સેવાઓ વધવાથી ગુજરાત રાજયની દરેક વ્યકિતની સરેરાશ આવક ૧૭ લાખ રૂપીયા સુધી પહોચી શકશે.
સમૃધ્ધ ભારતના ભવિષ્ય માટે આ બધી યોજનાઓ તેમજ સોલાર, પાવર પ્લાન્ટ નદીઓ, નહેરો પર કાર્યરત થશે. ત્યારે ગુજરાત સહિત ભારતના લાખો પરિવારો સમૃધ્ધ બનશે.જનસમુદાયમાં આ કાર્ય માટે જાગૃતતા આવે તે ખૂબજ જરૂરી હોય છે. મોટી સંખ્યામાં જનતા આ વાત સમજે તેમાટે પરમાણુ ઉર્જા વિકાસ જાગૃતતા સંસ્થાના ડો. નિલમ ગોયલની સાથે આજે પત્રકાર પરિષદ યોજાઈ હતી.