૩ લાખ સ્કવેર ફૂટની વિશાળ જગ્યામાં ૨૫૦થી વધારે સ્ટોલ સાથે આયોજન
ક્રેડાઈ રાજકોટ બિલ્ડર એસોસીએશન તથા ત્રિપલ આઈડી સૌરાષ્ટ્ર ચેપ્ટર દ્વારા ચાર દિવસીય એટલે કે, તા.૪ થી ૭ જાન્યુઆરી સુધી રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે પ્રોપર્ટી એકસ્પો અને શો- કેશનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ ખાતે આયોજીત આ પ્રોપર્ટી એકસ્પો ગુજરાતનો સૌથી મોટો એકસ્પો માનવામાં આવી રહ્યો છે. જેનું ઉદ્ઘાટન ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ્ હસ્તે કરવામાં આવશે.
એકસ્પોની વાત કરવામાં આવે તો હાલ એકસ્પોમાં તમામ તૈયારીઓપે આખરી ઓપ આપવામાં આવી ર્હયો છે અને દિન-રાત તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. જે રીતે વાત કરવામાં આવે આ પ્રોપર્ટી એકસ્પો રાજકોટ તો ઠીક પણ ગુજરાતનો અતિ આધુનિક અને ઐતિહાસિક એકસ્પો બની રહેશે. ત્રણ લાખ સ્કવેર ફૂટની વિશાળ જગ્યામાં ૨૫૦થી વધારે સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૦૦ સ્ટોલ બિલ્ડરોના જયારે ૧૫૦ સ્ટોર ઈન્ટીરીયર ડિઝાઈનર અને ડેકોરેશનના રાખવામાં આવ્યા છે.
આ પ્રોપર્ટી એકસ્પો અને શોકેસમાં ૫૦ જેટલી આંતરરાષ્ટ્રીય પ્રોડકટોનું પણ ડિસ્પ્લે કરવામાં આવ્યું છે. જેમાં ચાર દિવસ સુધી નિરંતર માર્ગદર્શન સેમીનાર તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સેમીનારની વાત કરવામાં આવે તો તા.૪ના રોજ પૂ.જ્ઞાનવત્સલ સ્વામીજી દ્વારા સેમીનારનું આયોજન કરવામાં આવશે. જયારે તે જ દિવસે આર્કિટેકટ શિલ્પા ગોરે પણ ઈન્ટીરીયર ડિઝાઈન અને આર્કિટેકચરના વિષય પર સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. જયારે તા.૫ના રોજ આર્કિટેકટ જિજ્ઞેશ દોશી તથા રાજકોટ મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાની રાજકોટ ૨૦૩૦ સ્માર્ટ સિટી રાજકોટ મુદ્દે સેમીનારનું સંબોધન કરશે.
ત્યારે તા.૬ જાન્યુઆરીના રોજ બ્રાન્ડીંગ વિષયને લઈ હરકરણસિંગ ગ્રેવાલ તથા રીયલ એસ્ટેટ ક્ષેત્રે ડિમાન્ડ સપ્લાયના મુદ્દે અનુજપુરી દ્વારા વ્યાખ્યાન આપવામાં આવશે. તથા તા.૭ જાન્યુઆરીના રોજ આનંદ વિશ્વનાથન ઓરીગામી વિષય પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જયારે દરરોજ રાતના સાંસ્કૃતિક કાર્યક્રમને લઈ બોલીવુડ તથા ટેલીવુડના સ્ટારોને પણ બોલાવવામાં આવ્યા છે જેમાં રવિના ટંડન, રીમી સેન, સમીતા શેટ્ટી તથા દિપુ શ્રીવાસ્તવ સહિતના કલાકારો પણ રાજકોટની રંગીલી જનતાને મન મોહી લેશે.
આ એકસ્પોમાં લોકોએ સપનાનું ઘર જે વિચારેલું હશે તેવા પ્રોજેકટો પણ મુકવામાં આવ્યા છે તથા ઘર વપરાશને લગતી તમામ ઈન્ટીરીયર ડિઝાઈનીંગ તથા આર્કિટેકચરને લઈ તમામ જરૂરીયાતો એક જ સ્થળે પૂરી થાય તે રીતનું આયોજન રાજકોટ ક્રેડાઈ બિલ્ડર એસો. દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.