ઓસ્ટ્રેલિયા બોડીલેગ્વેજ બોલીંગ કરી પહેલા દિવસે જ મેચને ગુમાવી દીધી છે ૭૦ વર્ષ બાદ ભારત ઓસ્ટ્રેલિયા સામે પહેલી ટેસ્ટ શ્રેણી જીતવા તરફ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો જોકે સિડની ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા પ્રથમ દિવસેથી જ ડિફેન્સમાં રમતું હોય તેવું લાગી રહ્યું છે અને ભારત જંગી જુમલા તરફ આગળ વધી રહ્યું છે. ટીમ ઈન્ડિયાએ આ મેચમાં બે ફેરફારો કર્યા છે. જેમાં રોહિત શર્માની જગ્યાએ કે.એલ.રાહુલને અને ઈશાંત શર્માની જગ્યાએ કુલદિપ યાદવને રમવા માટે પસંદ કર્યા છે. ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવા માટે ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. ભારતને પહેલો ઝટકો ૨જી ઓવરમાં કે.એલ.રાહુલના રૂપમાં લાગ્યો હતો. હેઝલ વુડે રાહુલને સોનમાસના હાથે કેચ પકડાવીને આઉટ કર્યો હતો. ટીમ ઈન્ડિયાનો લચ સુધી એક વિકેટના નુકસાને સ્કોર ૬૯ રન થયો છે. જોકે લંચ બાદ ફરીથી રમત શરૂ થતા મયંક અગ્રવાલ અને ચેતેશ્વર પુજારાએ રમત આગળ ધપાવી હતી. બંનેને ૧૧૬ રનની ભાગીદારી નોંધાવી છે. જોકે ૩૪મી ઓવરમાં ૧૨૬ રને ભારતે બીજી વિકેટ ગુમાવી હતી અને મયંક અગ્રવાલ ૧૧૨ બોલમાં ૭૭ રન બનાવી આઉટ થઈ ગયો હતો. મયંક અગ્રવાલ પોતાની બીજી ટેસ્ટમાં પણ સદી કરવા ચુકયો હતો.
ભારતીય ટીમે આ મેચમાં બે સ્પેશીયાલીસ્ટ સ્પીનરો સાથે ઉતરી છે ત્યારે ઓસ્ટ્રેલિયાની ટીમમાં બે ફેરફારો કરવામાં આવ્યા છે. જેમાં માર્નસ લૈબુશાંગીર અને પીટર હેડર્સકોમ્બને ઓસ્ટ્રેલિયાની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. સિડની ટેસ્ટમાં પ્રથમ દિવસે કાંગારુ ટીમ ડિફેન્સ રમતી હોય તેવું લાગી રહ્યું છે. જયારે ભારત જંગી જુમલા તરફ વળી રહ્યું છે. પ્રથમ દિવસે લંચ બાદ ૨ વિકેટ ગુમાવી ૫૨ ઓવરના અંતે ભારતે ૧૭૭ રન બનાવી લીધા છે. હાલ ચેતેશ્વર પુજારા ૬૧ રન અને વિરાટ કોહલી ૨૩ રને ક્રિઝ પર રમી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાએ આજે પ્રથમ દિવસે શ‚આતમાં ટીમ ઈન્ડિયાને એક ઝટકો આપ્યો હતો ત્યારબાદ ભારતીય બેટસમેનોએ લડાયક ઈનીંગ રમતા સ્કોરને આગળ ધપાવ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દિવસે બોડીલેગ્વેજ બોલીંગ કરી મેચને ગુમાવી દીધી છે તેવું લાગી રહ્યું છે. ઓસ્ટ્રેલિયા સામે ચોથી અને છેલ્લી ટેસ્ટમાં રમવા ઉતરેલી ટીમ ઈન્ડિયા પાસે આ મેચ જીતીને ૭૦ વર્ષમાં પહેલી વખત ઈતિહાસ રચવાનો મોકો છે. ભારતીય ક્રિકેટ ટીમ આ સમયે ચાર મેચની શ્રેણીમાં ૨-૧થી આગળ છે. હવે ટીમ ઈન્ડિયા પાસે ચોથી મેચ જીતીને શ્રેણી પોતાના નામે કરવાની તક છે. ભારત મેચ ડ્રો કરે છે તો પણ ૨-૧ થી શ્રેણી જીતી લેશે અને ઓસ્ટ્રેલિયા ૭૦ વર્ષ બાદ ભારત ઓસ્ટ્રેલિયા સામે પહેલી ટેસ્ટ શ્રેણી જીતવા આગળ વધી રહ્યું છે.