પ્રગતિ એજયુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાનાર આ પરિચય મેળા
અંતર્ગત વાલ્મીકી સમાજના આગેવાનોએ લીધી ‘અબતક’ની મુલાકાત
પ્રગતિ એજયુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા.૧૩ જાન્યુ.ના રોજ ‘ધ ગ્રાન્ડ ઠાકર હોટલ’ રાજકોટ ખાતે ભારતભરનાં વાલ્મિકી સમાજના શિક્ષીત યુવક યુવતીઓ માટે દ્વિતિય ‘જીવનસાથી પરિચય મેળા’નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ પરિચય મેળામાં પૂરા ભારત દેશમાંથી કોઈપણ વાલ્મિકી યુવક કે યુવતી પોતાની ઉમેદવારી નોંધાવી શકશે.
અબતકના આંગણે આવેલા વાલ્મિકી સમાજના યુવક, યુવતીઓ અને તેમના વાલીઓ માટે તેમને મુંજવતો પ્રશ્ન છે કે દિકરા દિકરીને ભણાવ્યા તો ખરા પણ ભણાવ્યા પછી તેમના માટે યોગ્ય પાત્ર કે યોગ્ય પરિવાર મળતો નથી. એ પ્રશ્ન આજે માતા પિતા માટે દિકરા દિકરીના વેવિશાળ માટે ચિંતાનો વિષય બની ગયો છે. વેવિશાળ કરવા માટે સંપર્કો ઓછા છે. માટે માતા પિતા તેમજ યુવક યુવતીઓની ચિંતા તેમજ તેમનો સમય અને આર્થિક બોજો હળવો કરવા અને આવી બધી અનેક મુશ્કેલીઓના નિરાકરણ માટે અમોએ એક જ સ્થળે, એક સાથે વધુ પસંદગી મળી શકે, સ્થળ, સમય, શકિત અને નાણાનો બચાવ થાય, વર્તમાન સમયની જરૂરીયાત અનુરૂપ પાત્ર પસંદ કરી શકાય, તે માટે અમો માત્ર પરિવારો વચ્ચે મધ્યસ્થી થવા સેતુ બનવાનો પ્રયત્ન કરીએ છીએ. જીવનસાથી પસંદ કરવામાં અમો નિમિત માત્ર છીએ. સૌ ઉમેદવારે પોતાના પાત્રની પસંદગી પોતાની તેમજ પરિવારની પસંદગી મુજબ કરવાની હોય છે. આ આયોજનમાં યુવક, યુવતીઓ તેમજ પરિવારોની વિશાળ હાજરીથી મનપસંદ પાત્રની શોધ અધરી નહી લાગે. અમારો સમાજના હિત માટેનો આ દ્વિતીય પ્રયાસ છે. ટ્રસ્ટ દ્વારા ફકત ને ફકત યુવક યુવતીઓ માટે જીવનસાથી પરિચય મેળો તેમના પરિવાર તેમજ સમાજના વડીલો અને આગેવાનોની હાજરીમાં યોજી વાલીઓ તથા તેમના દિકરી દિકરીઓ માટે યોગ્ય પાત્ર પસંદ કરવામાં પડતી તકલીફ મહદ અશે દૂર કરવા માટેનો આ ટ્રસ્ટનો પ્રયાસ છે.
વધુ વિગતમાટે યતિન વાઘેલા, પ્રમુખ પ્રગતિ એજયુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ વાલ્મીકી વાડી શેરી નં.૩ જામનગર રોડ, પોલીસ લાઈન સામે, રાજકોટ મો.નં. ૯૮૨૫૭ ૯૮૪૫૭ પર સંપર્ક કરાવો. કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટના પ્રમુખ યતિન વાઘેલા, ઉપપ્રમુખ પરિતોષ ઝાલા, સંદીપ સોલંકી, શૈલેષ મકવાણા ધર્મેશ મકવાણા જયોતિ વાઘેલા શીલ્પા વાઘેલા, સુનીતા પરમાર સહિતના કમીટી મેમ્બરો જહેમત ઉઠાવી રહ્યા છે.