ભકિત સંગીત સંધ્યા ‘કાનૂડો કામણગારો’ તેમજ મહાપ્રસાદ સહિતના આયોજનો: કાર્યક્રમની વિગતો આપવા ‘અબતક’ની મુલાકાત લેતા આયોજકો
કાલાવડ રોડ, ન્યારી જવાના રસ્તે આવેલી શ્રીજી ખીરક ગૌ સેવા ચેરી.ટ્રસ્ટ સંચાલિત ગોવર્ધન ગૌશાળામાં તા.૧૪ને રવિવારે સાંજે ૬:૩૦ કલાકે યુવા વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહોદયના સાંનિધ્યમાં સુક્ષ્મ મનોરથ ઉજવાશે. જેમાં ભકિત સંગીત સંધ્યા ‘કાનુડો કામણગારો’ સહિતના કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમમાં સાંજે ૬:૩૦ થી ૭ કલાકે ગૌ માતાને ખોળ-ગોળ અને લાડુનુ વિતરણ, ૭ કલાકે મહાપ્રસાદ, ૮ કલાકે વ્રજરાજકુમારજી મહોદયના હસ્તે દિપ પ્રાગટય, ૮:૧૫ કલાકે પ્રસિઘ્ધ કવિ અંકિત ત્રિવેદીના શબ્દોના સથવારે કલાકાર પ્રહર વોરા, નયના શર્મા, અનિલ વસાવડા તથા રાગ મહેતા દ્વારા સંગીત સંધ્યા ‘કાનુડો કામણગારો’ રજુ થશે. રાત્રે ૯:૧૫ કલાકે વ્રજરાજકુમારજી મહોદયના વયનામૃતનો લાભ ભાવિકોને મળશે. આ કાર્યક્રમની વિગતો આપવા ગોવર્ધન ગૌશાળાના ટ્રસ્ટી જગદીશભાઈ હરીયાણી, જેરામભાઈ વાડોલીયા, બ્રિજેષભાઈ પટેલ, સુનિલભાઈ મહેતા તેમજ રાજેશભાઈ કાલરીયા સહિતના અબતકની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા.