ખેલાડીઓમાં રહેલી પ્રતિભાને નિખારવા અન્ય રાજયોમાંથી પ્રોફેશનલ કોચ રહ્યા ઉપસ્થિત: ખેલાડીઓએ કેમ્પના આયોજન બદલ રાજય સરકારનો આભાર વ્યકત કર્યો
રાજય સરકાર દ્વારા ગુજરાત રાજયને ખેલ-કૂદમાં અગ્રેસર કરવા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત સ્પોર્ટ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અનેક જીલ્લાઓમાંતી ખેલાડીઓસમર કેમ્પમાં ભાગ લેવા આવી પહોચ્યા છે. સમર કેમ્પ અંગે ખેલાડીઓએ જણાવ્યું હતુ કે તેઓને રાજકોટથી ખૂબજ સારો પ્રતીસાદ મળી રહ્યો છે. સમર કેમ્પમાં હોકી અને બેડમીન્ટનનાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અન્ય રાજયોમાંથી અનેક પ્રોફેશનલ કોચ હાજર રહ્યા છે.
આ પ્રસંગે નેશનલ બેડમીંટન કોચ ભંડારી પણ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ જણાવ્યું હતુ કે બેડમીંટન રમત હવે ખૂબજ પ્રચલીત થઈ ગઈ છે. ત્યારે બેડમીંટન સાથે સંકળાયેલા તમામ ખેલાડીઓને સારા એવા ‚પીયા પણ મળે છે. સમર કેમ્પને લઈને તેઓએ આશા વ્યકત કરી હતી કે આ પ્રકારનાં કેમ્પથી ખેલાડીઓને ઘણી એવી વાત જાણવા મળે છે.જેનાથી તેઓની પ્રતીભા નીખરી શકે છે. આ તકે સમર કેમ્પમાં આવેલા તમામ ખેલાડીઓએ રાજય સરકારનો આભાર વ્યકત કરતા જણાવ્યું હતુ કે આ પ્રકારનાં સમર કેમ્પથી અમારો ઉત્સાહ ખૂબજ વધ્યો છે.