નુકશાની કરી વ્યાપારનો નવો નુસ્કો આપતા સન્ની બંસલ
લોસ મેકિંગ બિઝનેશ કરી બ્રાન્ડવર્થ ઉભુ કરતુ ફલીપકાર્ટ
કોઈપણ વ્યાપાર કે ધંધો જયારે કરવામાં આવતો હોય છે ત્યારે સૌપ્રથમ નફો વિચારવામાં આવે છે. આ પધ્ધતિ વર્ષો જૂની રહી છે. પરંતુ ૨૧મી સદીની વાત કરવામાં આવે તો વ્યાપાર કરવા માટેની જે સ્ટેટેજી નિર્ધારીત કરવામાં આવે છે તે ઘણા ખણા અંશે અલગ પડી રહી છે.
હાલ લોસ મેકિંગ બિઝનેસનો ટ્રેન્ડ એટલે કે ચલણ વધી રહ્યું છે. વિસ્તારપૂર્વક વાત કરવામાં આવે તો લોસ મેકિંગ બિઝનેસ કરતી કંપનીની બ્રાન્ડ વેલ્યુ અને બ્રાન્ડવર્થ વધી જતા તે કંપનીને વેંચી નાખવામાં આવે છે. જેને લઈ તેની કોર ટીમ દ્વારા નકકી કરવામાં આવતું હોય છે કે, ફાયનાન્સીયલ વર્ષમાં કંપની કેટલુ નુકશાન કરશે જેની પાછળ મુખ્ય તથ્યની વાત કરવામાં આવે તો જે તે કંપની જે નેટલોસ કે પછી લોસ મેકિંગ બિઝનેસમાં પોતાની છાપ ઉભી કરી રહી છે તેનું મુખ્ય કારણ તો માર્કેટ શેર હાસલ કરવાનો ધ્યેય રાખતી હોય છે.
ઉદાહરણ તરીકે એમેઝોન, ફલીકાર્ટ હોય કે પછી અન્ય કંપનીઓ હોય તે ૭૦ થી ૮૦ ટકા સેલ પર ઓફ આપતું હોય છે. એક નજરે જો વાત કરવામાં આવે તો તે લોસ કરતી કંપની નજરે પડે છે. જયારે બીજી તરફ જોવામાં આવે તો તે કંપની નુકશાનીની સાથો સાથ માર્કેટનો શેર કેપ્ચર કરતી હોય છે. એટલે લોસ મેકિંગ બિઝનેશ કરતી ખરા અર્થમાં માર્કેટ શેર પર કબજો કરી પોતાની બ્રાન્ડ વેલ્યુ અને પોતાની બ્રાન્ડ વર્થમાં વધારો કરતી હોય છે.
એવી જ રીતે ફલીપકાર્ટે ૩૨૦૦ કરોડની નુકશાની કરતી હતી પરંતુ તેને પોતાની કંપની વોલમાર્ટને ૧ લાખ કરોડથી વધુમાં વેંચી. એનો અર્થ એ છે કે, ફલીપકાર્ટે નુકશાનીની સાથો સાથ માર્કેટ શેર અને પોતાની બ્રાન્ડ વેલ્યુમાં અધધધ વધારો કર્યો છે. ત્યારે ફલીપકાર્ટના સંસ્થાપક સચિન બંસલ અને બિની બંસલને આયકર વિભાગ તરફથી નોટિસ પણ આપવામાં આવી હતી. જેમાં આયકર વિભાગે સ્પષ્ટપણે નોટિસમાં જણાવ્યું હતું કે, ફલીપકાર્ટે જે પોતાની કંપની વોલમાર્ટને વેંચી છે તો તેમાં થયેલા કેપીટલ ગેઈનનો ખુલાસો કરવામાં આવે.
ફલીપકાર્ટ સાથે ભાગીદારી અને હિસ્સો ધરાવતા ૩૫ સ્ટોક હોલ્ડરોને પણ આ નોટિસ મોકલવામાં આવી છે. ૯ મેના રોજ વોલમાર્ટ ઈન્ટરનેશનલ હોલ્ડીંગ અને ફલીપકાર્ટ વચ્ચે શેર પરચેસ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કરાર આધારે જો વાત કરવામાં આવે તો વોલમાર્ટે ફલીપકાર્ટના ૭૭ ટકા શેર કે જે ૧૬ અબજ ડોલરમાં ખરીદાયેલા છે. એટલે કે ૧ લાખ કરોડમાં ખરીદાયેલા છે તેના પર આયકર વિભાગે નોટિસ મોકલવામાં આવી હતી અને શેરના વેંચાણ તથા એડવાન્સ ટેકસને લઈ માહિતી આપવાનું પણ જણાવ્યું હતું.
વાત કરવામાં આવે તો ફલીપકાર્ટના સંસ્થાપક સચિન બંસલ અને બિની બંસલને આઈટી વિભાગે ૧૮ ઓકટોમ્બરના રોજ નોટિસ પાઠવી હતી અને સૂત્રોના જણાવ્યાનુસાર અન્ય કંપનીઓના નોટિસને લઈ જવાબો મળી રહ્યાં છે પરંતુ હાલની તારીખ સુધી ફલીપકાર્ટના કોઈપણ પ્રકારની નોટિસનો જવાબ આપવામાં આવ્યો નથી.
વધુમાં આઈટી નોટિસ બાદ વોલમાર્ટે આઈટી ડિપાર્ટમેર્ન્ટે વિથ હોલ્ડીંગ ટેક્ષ પેટે ૭૪૩૯ કરોડ રૂપિયા જમા કરાવ્યા છે. એટલે જે રીતે ફલીપકાર્ટ જે નુકશાન કર્યું છે તેના કરતા અનેક ગણો પ્રોફીસ એટલે કે ફાયદો ફલીપકાર્ટને રહ્યો છે કારણ કે, વોલમાર્ટે ફલીકપાર્ટ ૧ લાખ કરોડમાં ખરીદતા ફલીપકાર્ટે જે ૩૨૦૦ કરોડનું નુકશાન કર્યું હતું તેના કરતા અનેકગણુ ઘણુ વધુ છે. જેનું એકમાત્ર કારણ ફલીપકાર્ટનો માર્કેટ શેર તથા ફલીપકાર્ટની બ્રાન્ડ વર્થ અને બ્રાન્ડ વેલ્યુ માનવામાં આવી રહી છે.