વહાલુડીના વિવાહમાં મદદરૂપ થયેલા સેવાભાવીઓનો આભાર માનતા મુકેશ દોશી
દીકરાનું ઘર-વૃદ્ધાશ્રમ આયોજીત માતા-પિતા અથવા પિતાની છત્રછાયા વિહોણી ગરીબ પરીવારની ૨૨ દીકરીઓનો શાહી લગ્નોત્સવ નવહાલુડીના વિવાહથ જાજરમાન રીતે સંપન્ન થયો હતો. સૌરાષ્ટ્રની સેવા નગરી તરીકે ઓળખાતા રાજકોટ શહેરના આંગણે યોજાયેલા ૨૨ દીકરીઓના પરિણયના અને વિદાયના કરૂણ માંગલ્ય પ્રસંગના સાક્ષી બનતા ગૌરવ અનુભવ્યો હતો.
આ પ્રસંગે ગુજરાત રાજયના નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઈ રાદડીયાએ પ્રાસંગિક ઉદબોધન આપતા જણાવ્યું હતું કે, દીકરાનું ઘર વર્ષોથી સંતાનોથી દુ:ભાવેલા અને તરછોડાયેલા વડીલ માવતરોની સગા દીકરા-દીકરીઓથી પણ વિશેષ સેવા અને જાળવણી માન-સન્માનભેર કરે છે અને વહાલુડીના વિવાહના આ પ્રસંગેથી કુદરતગી દુભાયેલ અન્યાય થયેલ દીકરીઓના જીવન પર્યંત માતા-પિતા, ભાઈ-બહેન કે પરીવાર બનવાની જવાબદારી સ્વૈચ્છાએ સ્વિકારી સમાજ જીવન માટે ઉમદા અનુકરણીય ઉદાહરણ પુરુ પાડયું છે કે દરેક સમાજ જીવન સુખી સાધન સંપન્ન પરીવાર જો આવી દીકરીઓની જવાબદારી સ્વીકારી લે તો કોઈપણ દીકરીઓને પોતાનું વેવિશાળ નકકી કરતી વખતે કે સાસરે વળાવતી વખતે તેના ભવિષ્યની લેશમાત્ર ચિંતા જ નહીં રહે.
સંસ્થાના આ પ્રસંગમાં સહભાગી થયેલા દાતાઓ, માર્ગદર્શક મૌલેશભાઈ ઉકાણી, હરીશભાઈ લાખાણી, જીતુભાઈ બેલાણી, કિરીટભાઈ આદ્રોજા સહિત લગ્નની કંકોત્રી લખવાના ઉત્સવના યજમાન હેમલભાઈ મોદી, મહેંદી રસમ તથા મંડપ મુહૂર્ત પ્રસંગના યજમાન અવસર પાર્ટી પ્લોટના દર્શનભાઈ પારેખ, દીકરાઓનું ફુલેકુ લેનાર રાધે કેટરર્સના ચેતનભાઈ પારેખ તથા હરેનભાઈ મહેતા પરીવારના તેમજ ગ્રીન લીફ પાર્ટી પ્લોટના ખોડુભા જાડેજા જેવા દિલદાર દાતાઓને પણ ધન્યવાદ પાઠવ્યા હતા. લોકોએ અમારો પ્રસંગે સમજી વધાવી લીધો એ બદલ અમો આભારની લાગણી વ્યકત કરીએ છીએ. અમારા આ ભગીરથ કાર્યમાં અમારી સંસ્થાના ૨૭૫ કર્મઠ કાર્યકર્તાઓની સાથો-સાથ એન્જલ પંપના જીજ્ઞેશભાઈ અને તેની ટીમ, જીવદયા ગ્રુપની સમગ્ર ટીમ, બસની સુચારુ વ્યવસ્થા પુરી પાડવા અંગે જીનિયસ સ્કુલ વહાલુડીના વિવાહમાં ૨૨ મંડપમાં બધા પ્રસંગોમાં ફોટોગ્રાફી કલબ ઓફ રાજકોટના ૨૪ થી વધુ કેમેરામેન તથા ફોટોગ્રાફરની ટીમ દ્વારા વિશેષ સેવા પુરી પાડવામાં આવી હતી. સમગ્ર ટીમ વ્યવસ્થામાં રહેલ કણસાગરા કોલેજ વિદ્યાર્થીઓની ટીમ, સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થામાં રહેલ ગાર્ડી બી.એડ.કોલેજ, હરીપર (પાળ), રાજકોટની ટીમે પણ ઉમદા કામગીરી બજાવી હતી.