વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વર્ષ 2019નું તેમનું પહેલું ઈન્ટરવ્યૂ આપ્યુ છે. પીએમ મોદીએ ન્યૂઝ એજન્સી એએનઆઈના એડિટર સ્મીતા પ્રકાશને આ ઈન્ટરવ્યૂ આપ્યું છે. આ ઈન્ટરવ્યૂમાં મોદી સરકાર તેમના કાર્યકાળની સિદ્ધીઓ સહિત દેશના અન્ય મુદ્દાઓ વિશે ચર્ચા કરી છે.વડાપ્રધાને 95 મિનિટ સુધી આ ઈન્ટરવ્યૂ આપ્યો છે.
ઇન્ટરવ્યુના મુદ્દા
*ગાંધી પરિવાર પર હુમલો કરતા વડાપ્રધાને કહ્યું કે, કોંગ્રેસની ચાર પેઢીએ દેશ ચલાવ્યો છે અને આ પરિવાર હવે નાણાકિય અનિયમીતતાના કારણે જામીન પર બહાર છે.
*રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ઉર્જિત પટેલ વિશે વડાપ્રધાને કહ્યું કે, સરકારનું આરબીઆઈ પર કોઈ પ્રેશર નથી. ઉર્જિત પટેલ ઘણાં સમયથી પહેલાંથી તેમના અંગત કારણોથી રાજીનામું આપવા માગતા હતા. હું પહેલીવાર આ વિશે કહી રહ્યો છું કે, તેમણે 6-7 મહિના પહેલાંથી જ રાજીનામું આપવાની વાત કરી હતી. તેમણે આ વાત લેખીતમાં પણ આપી હતી. તેમણે ખૂબ સારું કામ કર્યું અને તેમના પર રાજકીય દબાણ હોવાની તો કોઈ વાત જ નથી.
*નોટબંધી વિશે વડાપ્રધાને કહ્યું કે, આ કોઈ ઝટકો નહતો. અમે લોકોને એક વર્ષ પહેલાંથી લોકોને આ વિશે જાણ કરી હતી કે જો તમારી પાસે કાળું ધન હોય તો તે જમા કરાવી દો.
*પાકિસ્તાનનું વલણ એક સર્જિકલ સ્ટ્રાઈકથી નહીં સુધરે. આવું વીચારવું પણ ખૂબ મોટી ભૂલ છે. પાકિસ્તાનને સુધરવામાં ઘણો સમય લાગશે.
*વડાપ્રધાને સર્જિકલ સ્ટ્રાઈકનો નિર્ણય જોખમ ભર્યો ગણાવ્યો છે. કહ્યું કે, ઉરી હુમલાથી જ હું ખૂબ ગુસ્સામાં હતો અને ત્યારે જ પાકિસ્તાન સામે કોઈ પગલું લેવાનું નક્કી કર્યું હતું. જોકે જવાનોની પણ ઘણી ચિંતા હતી. તેમને સુર્યોદય પહેલાં પરત આવવાનો આદેશ આપ્યો હતો.
*2019ની ચૂંટણી વિશે કહ્યું કે, 2019ની લોકસભા ચૂંટણી જનતા Vs મહાગઠબંધનની હશે. પીએમ મોદીએ કહ્યું કે, રામ મંદિર પર કાયદા પ્રક્રિયા પછી જ અધ્યાદેશ વિચાર કરવામાં આવશે. જોકે તેમણે એવું કહ્યું છે કે, કાયદા પ્રક્રિયામાં કોંગ્રેસ દખલગીરી કરી રહ્યું છે. તેમણએ સ્પષ્ટ કહ્યું છે કે, રામ મંદિર કાયદાથી જ બનાવવામાં આવશે.