એલ.કે.જી અને એચ.કે.જીના બાળકોનું ૧૦ અલગ અલગ કેટેગરીમાં મૂલ્યાંકન કરવામાં આવ્યું
શહેરની પાઠક સ્કુલ ખાતે હેલ્ધી બેબી કોન્ટેસ્ટ ૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું હતુ આ કોન્ટેસ્ટમાં સ્કુલના નર્સરી, એલ.કે.જી. એચ.કે.જી.ના બાળકોએ ભાગ લીધો હતો. જેમાં બાળકોની વિવિધ કેટેગરી જેવી કે હેલ્ધી બેબી, હેલ્ધી હેર બેબી, વગેરે રાખવામાં આવી હતી આ તકે બહોળી સંખ્યામાં શાળાના બાળકો અને અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અબતક સાથેની વાતચીત દરમિયાન પાઠક સ્કુલના કેમ્પસ ડાયરેકટર મનષિભાઈ પંડયાએ જણાવ્યું હતુ કે અમારી સ્કુલના નર્સરી, એલ.કે.જી. એસ.કે.જી.નાં નાનાનાના ભૂલકાઓ એ હેલ્ધી બેબી કોન્ટેસ્ટમાં ભાગ લીધો હતો.
આ નાના ભૂલકાઓ તૈયાર થઈને વાલીઓ સાથે આવ્યા હતા સ્કુલના ૧૮ શિક્ષકો દ્વારા તેની અલગ અલગ દસ કેટેગરી જેવી કે હેલ્ધી હેર, કરલી હેર, સુંદર આંખો, વેલ ગ્રુપ બેબી વગેરેનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતુ અને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
અબતક સાથેની વાતચીત દરમિયાન પાઠક સ્કુલના કે.જી. સેકશનના પ્રિન્સીપાલ શોભનાબેન માકડીયાએ જણાવ્યું હતુ કે આજે અમારી સ્કુલમાં હેલ્ધીબેબી કોન્ટેસ્ટ ૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું હતુ આ કોન્ટેસ્ટ કરવા પાછળનું કારણ એ છે કે નાના ભૂલકામાં રહેલી સુસુપ્ત શકિતઓ બહાર આવે તે માટેનો અમારો આ પ્રયાસ છે સ્કુલના નર્સરી એલ.કે.જી.તથા એચ.કે.જી.ના ૮૬ બાળકોએ ભાગ લીધો છે. આ કોમ્પીટીશનમાં નાના બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા છે.