રેસકોર્સ ગ્રાઉન્ડથી વહેલી સવારે શરુ થયેલી સાયકલોકિડસ અંતર્ગત ૧૬૦૦ થી પણ વધારે બાળકો જોડાયા
રાજકોટ રેન્ડોનીયર્સ અને જીનિયસ ગ્રુપ દ્વારા સાયકલોકિડસનું આયોજન રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ૮ થી ૧પ વર્ષના ૧૬૦૦ થી વધારે બાળકોએ ભાગ લીધો હતો. સ્વચ્છતા અને ટ્રાફીક જાગૃતિનો સંદેશ આપ્યો હતો. સાયકલો ડિકસનો રુટ ગ્રુપ-એ માટે રેસકોર્ષ ગ્રાઉન્ડ, કિશાનપરા, મહીલા કોલેજ અંડર બ્રીજ, કે.કે.વી. હોલ, ૧પ૦ ફુટ રીંગ રોડ, અમીન માર્ગ, એસ્ટ્રોન ચોક, યાજ્ઞીક રોડ, જીલ્લા પંચાયત ચોક, બહુમાળી ભવન ચોક થઇને રેસકોર્ષ ગ્રાઉન્ડ સુધી ૮ કી.મી. નો હતો. જયારે ગ્રુપ-બી નો રુટ રેસકોર્ષ ગ્રાઉન્ડથી કિશાનપરા, મહીલા કોલેજ ઐડર બ્રીજ, કે.કે.વી. હોલ, ડિસ્ટલ મોલ, વૃંદાવન સોસાયટી, મોકાજી સર્કલ, નાનામવા સર્કલ, રાજનગર ચોક, અમીન માર્ગ, એસ્ટ્રોન ચોક, યાજ્ઞીક રોડ, પંચાયત ચોક બહુમાળી ભવન ચોક થઇને રેસકોર્ષ ગ્રાઉન્ડ સુધીનો ૧ર કી.મી.નો હતો.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મ્યુનિ. કમિશ્નર બંધાનીધી પાની, મેયર બીનાબેન આચાર્ય સહીતના ખાસ ઉ૫સ્થિત રહ્યા હતા.
મ્યુનિસિપલ કમિશ્નર બંછાનીધી પાનીએ જણાવ્યું કે સાયકલીંગ માત્ર કોઇ સ્પર્ધા માટેન હોવી જોઇએ પહેલાના સમયમાં બાળકો સાયકલ લઇને જતા ત્યારે હાલના સમયમાં બાળકો કાર, બસ કે સ્કુટરમાં જાય છે. પરંતુ રોજે સાયકલીંગ કરવામાં આવે તો હેલ્થ પણ સારી રહે અને પ્રદુષણ પણ અટકાવી શકાય. ઉપરાંત પહેલા સાયકલીંગનને નબળી વાત ગણાતી જયારે હાલમાં સાયકલીંગ કરવું એ એક સ્ટેટસ મનાય છે. જેથી બાળકોમાં નાનપણથી જ જાગૃતિ આવે તે ખુબ જ જરુરી છે.
જીનીયસ સ્કુલના ચેરમેન ડી.વી.મહેતાએ જણાવ્યું કે સાયકલોકિઝ એ કોઇ સ્પર્ધા નથી. પરંતુ બાળકોમાં સાયકલીંગ માટે જાગૃતિ
સાથે અને બાળકો સ્વચ્છતા અને ટ્રાફીકને લઇ જાગૃત થાય તે માટે આગળ વધે તે માટેનું એક પગલુ ભરવામાં આવ્યું છે. સવારે બાળકોને ઉઠવું પસંદ હોતું નથી. પરંતુ સાયકલો કિડઝ માટે બાળકો સવારે ૬ વાગ્યાથી જ ગ્રાઉન્ડ પર પહોંચી ગયા હતા. અને ઉત્સાહભેર સાયકલોકિડઝમાો જોડાયા હતા. વધુમાં ઉમેર્યુ કે સાયકલીંગ રોજે કરવું એ સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે હિતાવહ છે.
મેયર બીનાબેન આચાર્યએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે સાયકલીંગ એ જીવનનો એક ભાગ હોવો જોઇએ કારણ કે સાયકલીંગ કરવાથી સ્વાસ્થ્ય અને પર્યાવરણ બન્નેને બચાવી શકાય છે. ખાસ તો બાળકો જે ઉત્સાહ સાથે સાયકલો કિડઝમાં જોડાયા છે.તેઓને શુભેચ્છા પાઠવી હતી.
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ અજયભાઇ પટેલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે સાયકલો કિડઝમાં વિઘાર્થીઓનો ઉત્સાહ ખુબ જ જોવા મળ્યો. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, રાજકોટ મહાનગર પાલિકા અને જીનીયસ સ્કુલના સંયુકત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧પ૦૦ થી વધુ બાળકોએ ભાગ લઇ પર્યાવરણ અને સ્વચ્છતા માટેની જાગૃતિ ફેલાવી હતી.
ઘણા બધા બાળકો એવા હોય છે કે જેમને વહેલું ઉઠવું ગમતું નથી. પરંતુ માત્રને માત્ર તેમના સાયકલીંગનાં ઉત્સાહને લઇને તેવો વહેલી સવારમાં એકત્રિત થયા હતા. જયારે તેમની સાથે વાત કરતાં જાણવા મળ્યું કે સાયકલીંગ જીવનનો એક ભાગ હોવો જોઇએ. વધુમાં જણાવ્યું કે દરેક કામ કરતી વખતે સેફટીને હંમેશાા ઘ્યાનમાં લેવી. તો સાયકલીંગ કરતી વખતે હેલ્મેટ જરુરી છે. આમ જો કોઇપણ વાહન ચલાવીએ તો હેલ્મેટ અને સીટ બેલ્ટ આવશ્ય છે. સાથો સાથ અત્યારે લોકો બાઇક અને કારમાં અવર જવર કરે છે. જેના કારણે પ્રદુષણ ફેલાય છે. તો ટુંકા અંતર માટે સાયકલનો ઉપયોગ કરવો જોઇએ. જેથી પર્યાવરણ પણ બચાવી શકાય આમ નાના નાના બાળકો સ્છચ્છતા અને ટ્રાફીક નિયમોનો સંદેશો આપતી સાયકલો કીડઝમાં જોડાયા હતા.