ટબુકડી યુ ટયુબર ઘ્યાની, આર.જે. આકાશ, ફિલ્મ સ્ટાર એશા કંસારા, આરજે વિરલ, જય વાધવાણી, દિવ્યેશ, મનાલી દુધાત્રા અને ‘બાપ રે બાપ ’ મુવીની સ્ટાર કાસ્ટે ડી.જે. ના સથવારે ધુમ મચાવી
રૂદ્ર કન્સલ્ટન્સી દ્વારા શહેરના જામનગર રોડ પર આવેલા હેરીટેજ પેલેસ ખાતે કાલે રાત્રે ‘બાય બાય ૨૦૧૮ વેલકમ ૨૦૧૯’ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. અબતક ગ્રુપના મીડીયા પાર્ટનરશીપમાં યોજાયેલી આ થર્ટી ફર્સ્ટની જાજરમાન પાર્ટીમાં યુવાધન હીલોલે ચડયું હતું. હાઇફાઇ સાઉન્ડ અને અદભુત લાઇટીંગ સિસ્ટમ સાથે વિશાળ ગ્રાઉન્ડમાં યોજાયેલી આ પાર્ટીમાં ગુજરાતી ફિલ્મોના, સ્ટાર, વિવિધ આરજેઓએ રંગીલા રાજકોટીયનોને મોડી રાત્રી સુધી ઝુમાવ્યા હતા. પારિવારિક માહોલમાં યોજાયેલી આ પાર્ટીએ શહેરીજનોની વર્ષ ૨૦૧૮ની આખરી રાત્રિ અને ૨૦૧૯ના પ્રથમ દિવસને યાદગાર બનાવી દીધા હતા.
આ અદ્વિતીય અને અનોખી પાર્ટીમાં ‘બાપ રે બાપ’ગુજરાતી ફિલ્મના સ્ટાર કાસ્ટ મિત્ર ગઢવી, એશા કંસારા, આર.જે. આકાશ અને વિરલ, ઉપરાંત યુ ટયુબમાં સૌથી નાની વયે ફેવરીટ બનેલી ઘ્યાની જાની, મિસ્ટર ગુજરાતનો ખિતાબ વિજેતા જય વાધવાણી, ઇન્સ્ટાગ્રામ ફેવરીટ કપલ દિવ્યેશ અને મનાલી દુધાત્રા, ડી.જે. વૈશાલ અને આભીષ સહીતની સેલીબ્રેટઓ ઉ૫સ્થિત રહ્યા હતા. આ સેલીબ્રેટીઓના સથવારે રંગીલા રાજકોટનું યુવાધન વિવિધ ફિલ્મી અને નોન ફિલ્મી ગીતોના તાલે ઝુમી ઉઠયું હતું. પારિવારીક માહોલમાં ભારે સિકયુરીટી વચ્ચે થયેલા આ આયોજનને શહેરીજનોએ મનભરીને માન્યું હતું.
ડી.જે.ના તાલે હિન્દી, ગુજરાતી અને ઇગ્લીશ ફિલ્મી અને નોન ફિલ્મીના સુરો પર મોટી સંખ્યામાં યુવાધન ઝુમી ઉઠયું હતું. આ અનોખી પાર્ટીમાં ૧ર વાગ્યા પહેલા કાઉન્ટ ડાઉન દ્વારા વર્ષ ૨૦૧૮ ને વિદાયને અને નવા વર્ષ ૨૦૧૯ ને આવકાર આપવામાં આવ્યો હતો. નવા વર્ષને આવકાર આપતી વખતે યુવાન-યુવતિઓ ઉત્સાહભેર ઝુમી ઉઠયા હતા. વિવિધ પ્રકારના મ્યુઝીક પર મન ભરીને અલગ અલગ ડાન્સ રજુ કરીને યુવાધને ભરપુર આનંદ માણ્યો હતો. પાર્ટીમાં ભાગ લેનારા દરેક લોકો માટે શુઘ્ધ આરોગ્યપ્રદ અનલીમીટેડ ડીનરથી વ્યવસ્થા પણ આયોજકો દ્વારા કરવામાં આવી હતી.
રંગીલા રાજકોટવાસીઓ રાજકોટને રંગીલું રાખે તેવી મનોકામના : મિત્ર ગઢવી
આ પાર્ટીમાં ખાસ ઉ૫સ્થિત રહેલા જાણીતા ગુજરાતી ફિલ્મ સ્ટાર મિત્ર ગઢવીએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, રૂદ્ર કન્સલ્ટન્સીએ અરેન્જ કરેલી ડી.જે. માં નાઇટ અદભુત હતી. ચિંતનભાઇએ એમને ખાસ ઇનવાઇટ કર્યા હતા. જેમાં અમે ખુબ એન્જોય કર્યુ અને ગ્રાઉન્ડનો રીસ્પોન્સ પણ ખુબ જ મળ્યો હતો. રંગીલા રાજકોટને લઇને મિત્રએ કહ્યું હતું કે રાજકોટમાં છેલ્લા ત્રણ વર્ષથી થર્ટી ફર્સ્ટ રાજકોટમાં જ મનાવે છે. અને રાજકોટમાં જમવાનું, ફરવાનું અને લોકોના રિસ્પોન્સ ખુબ મળે છે. તેમ જણાવીને રંગીલા રાજકોટવાસીઓ રાજકોટને આવું જ રંગીલું રાખે તેવી મનોકામના વ્યકત કરી હતી.
પાર્ટીમાં ઓડીયન્સનું લાઇવ રિસ્પોન્સ મેળવીને ખુબ જ મજા આવી: એશા કંસારા
‘બાપ રે બાપ’ ગુજરાતી ફિલ્મના હિરોઇન એશા કંસારાએ પાર્ટીમાં ખાસ હાજરી આપી હતી. તેમને અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ફેન્સને અને ઓડિયન્સને ફેસ ટુ ફેસ મળવાના રીસ્પોન્ડ મેળવવાના ખુબ જ ઓછા અવસર મળતા હોય છે. અને ઓડિયન્સ એમને જાણી શકે. કારણ કે સ્કીન પર એકટીંગ તો કરી લઇએ છીએ પરંતુ તેનો રીસ્પોન્સ કેવો મળતો હોય એ રાજકોટમાં આવીને ફેન્સને મળીને જાણવા મળ્યું હતું. રૂદ્ર કન્સલ્ટન્સીના ચિંતનભાઇ દ્વારા ઓર્ગેનાઇઝ કરેલી પાર્ટીનું ઇન્વીટેશન આવતા પહેલો ફોન રાજકોટનો હતો તેમજ વિચારવાનું કોઇ રીઝન પણ નહોતું તો બસ આવી ગયા અને ખુબ જ મજા કરી.
પાર્ટીને મળેલી સફળતાથી દર વર્ષે આયોજનની પ્રેરણા મળી છે: ચિંતન જોષી
રૂદ્ર કન્સલ્ટન્સીના મુખ્ય ઓર્ગેનાઇઝર ચિંતન જોષીએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટમાં લોકો પાસેથી ખુબ જ પ્રેમ મળ્યો છે. અને ધાર્યા કરતા વધુ સફળતા મળી છે. સૌથી મોટો જશ મિત્ર ગઢવી સર અને એશા મેડમ ને આપું છું. જેમના કારણે સારુ ઓડીઅન્સ ટુગેધર થયું અને મારી ટીમ બીજા જે હતા જેમાં આર.જી. આકાશનો પણ એટલો જ ફાળો છે. આર.જે. વિરલી, દિવ્યેશ દુધાત્રા, જય વાધવાણી અને ઘ્યાની જાની જેમના પ્રદાનને ભૂલી શકાય એવું જ નથી. મારું જે ફેમીલી નો પણ ખુબ જ સાથ મળેલો છે. એના કારણે ઇવેન્ટ ખુબ જ જ સકસેસ ગયેલી છે. જેથી આ વર્ષે અમારી પાસે લોકોની માંગણી રહેલી છે. માંગણીને જોતા દર વર્ષે આવું આયોજન કરતા રઇએ અને આવી સેલીબ્રેટીને બોલાવતા રહીએ અને રાજકોટના રંગમાં વધુ સાતરંગ ભરતા રહીએ.