ગુજરાતની રૂપાણી સરકારે અધિકારીઓની બદલી કરવાને બદલે મૂળ જગ્યાએ જ બઢતી આપતો હુકમ કર્યો હતો. સાથે જ આઈપીએસ અધિકારીને નવા વર્ષની ભેટ આપી છે.
એસપી કક્ષાએ સિલેક્શન અને ગ્રેડ:-
ડીજી તરીકે બઢતી :-
ડીઆઈજી ડો. વિપુલ અગ્રવાલ, રાજકોટના પૂર્વ રેન્જ વડા ડી.એન.પટેલ, ગાંધીનગરના રેન્જ વડા મયંકસિંહ ચાવડા, કમાન્ડો ટ્રેનિંગના જી.એલ.સિંઘલ અને અમદાવાદના એડિશનલ પોલીસ કમિશનર ટ્રાફિક જે. આર.મોથલીયાને આઇજી ગ્રેડમાં બઢતી આપી મૂળ જગ્યાએ ચાલુ રખાયા છે. સુરતના સીપી સતિષ શર્માને મૂળ જગ્યાએ ડીજી તરીકે બઢતી અપાઈ છે.
નિલેશ જાજડીયા, બિપીન આહિર, શરદ સિંઘલ, ચિરાગ કોટડીયા, આર.જે.પારગી, પી.એલ.માલ, એમ.એસ.ભાભોર, આર.એફ.સાંગડા, બી.આર.પાંડોર, એન.એન.ચૌધરી, એ.જી.ચૌહાણ, એમ.કે.નાયક, આર.વી.અસારી અને કે.એન.ડામોરને એસપી કક્ષાએ સિલેક્શન ગ્રેડ અપાયો છે.
જયપાલસિંહ રાઠોડ, લીના પાટીલ, શ્વેતા શ્રીમાળી, નિર્લિપ્ત રાય, દિપક મેઘાણી, અંતરીપ સુદ, મહેન્દ્ર બગારીયા અને સુનીલ જોષીને એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડમાં 8 એસપી કક્ષાના અધિકારીઓ મુકાયા છે.