બાગાયત ખેતી, ટપક-સિંચાઈ પધ્ધતિ, પશુ પાણી અને રવિ પાકો વિષયક માર્ગદર્શન અપાયુ
ખેડૂત તાલીમ કેન્દ્ર અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનારનાં સંયુક્ત ઉપક્રમે તા. ૨૭ અને ૨૮ ડિસેમ્બર નાં રોજ કોડીનાર ખાતે કૃષિ મેળાનું આયોજન કરવામાં આવેલ હતું. કૃષિમેળામાં અંદાજીત ૪૦૦૦ જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો અને મેળામાં સજીવ ખેતી બાગાયત ખેતી પધ્ધતિ, ટપક સિંચાઇ પધ્ધતિ, પશુપાલન અને રવિ પાકોની વૈજ્ઞાનિક ખેતી વિષય પર અલગ-અલગ કૃષિ નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કૃષિ મેળા સાથે પ્રદર્શન પણ યોજવામાં આવેલ જેમાં ખાતર, બીયારણ, દવા, કૃષિ ઓજારો, સોલાર ઝટકા સીસ્ટમ મુલ્યવર્ધન, મલ્ચીંગ જેવા ૩૫ થી વધારે પ્રદર્શન સ્ટોલનું આયોજન કરવામાં આવેલ હતું.
આ કાર્યક્રમનું જિલ્લા કલેકટર અજય પ્રકાશે ઉદઘાટન કર્યું હતું. તેમણે આ તકે વધારેમાં વધારે ખેડૂતો આ કૃષિ મેળાનો લાભ લે અને પોતાની ખેતીમાં નવિનતમ ટેકનોલોજી અપનાવવાં અનુરોધ કર્યો હતો.
કૃષિ મેળામાં પ્રગતિશીલ ખેડૂત હરેશભાઇ બારૈયા-વરસીંગપુર દ્વારા ખેતીમાં સોલાર સીસ્ટમનો ઉપયોગ વિશે, દીનેશભાઇ સોલંકી પેઢાવાડા દ્વારા ગાય આધારિત ખેતી, જેઠાભાઇ કરશનભાઇ જોટવા, શાંતિપરા બાગાયતી પાકોમાં સજીવ ખેતી અને શારદાબેન હરસુખભાઇ ડોબરીયા, ચોકી પશુપાલન વિશેના પોતાનાં અનુભવો રજૂ કર્યા હતા.