દરેક સ્ત્રી તે પોતાના ઘરના કામકાજમાં ખૂબ વ્યસ્ત હોય છે. ત્યારે તેને અનેક વાત સાથે જીવનમાં પણ કેટલી રીતે ધ્યાન રાખવાનું હોય છે. ત્યારે અનેક મહિલાઓ પોતે પોતાના ઘરના કામકાજ સાથે અનેક બીજી વસ્તુ અને કામ કાજ સાથે જોડાયેલી હોય છે. ત્યારે દિવસભરના કામકાજમાંથી પોતે થકી જતા હોય છે. મહિલા પોતે ઘર સાથે બહાર બહારનું કામ ખૂબ સરળ રીતે નિભાવતા હોય છે. ત્યારે દરેક મહિલા પોતાના કામને ગોઠવી ઓફિસની સાથે તેમાં પણ કામ આપે તો ઘણું ખરું કામ ઓછું થઈ શકે છે. સવારે ઉઠીને અનેક કામ તેમને હાથમાં લેવાના હોય છે. ત્યારે તે પોતાના સમય સાથે તે ગોઠવી કઈ રીતે કામ કરી શકશે તેના સરળ રસ્તા આજે અમે તમને આપીશું.
વર્કિગ વુમનને સવારમા ટીફીન તૈયાર કરવાનુ હોય ટાઈમ પર ઓફીસ પહોંચવાનુ હોય પણ ટાઈમ ઓછો હોય ત્યારે તમે અનેક જાતની મુશ્કેલીઓનો સામનો પડતો હોય આજે અમે તમને સમસ્યાઓ માથી મુક્તિ અપાવશી
- ક્યારેક સમયના અભાવે એક સાથે ઘણું કામ ગૃહિણીઓને માથે આવતું હોય છે તો પોતાનું કામ સંગીત સાથે મજા લઈ કરતાં જાવ.
- ઘરનું કામ ઝડપી કરવા દરેક કામને ગોઠવતા જાવ એક પછી એક કામને કરવાથી કામમાં સરળતા રહેશે.
- નાના-નાના કામ તે વહેલાં પૂરા કરો અને તેને એકદમ સરળ બનાવો. નવરાશના સમયમાં તમારી શોખ જેમકે વાંચન અને ગીતો સાંભાળવા તેવી અનેક ક્રિયાઓ કરો.
- સમય સાથે ફોનમાં પણ કામની એક યાદી બનાવો જેનાથી તમને કામમાં ખૂબ સરળ બનશે અને તેની સાથે તેને પોતાના કામ ભૂલાય પણ નહીં જાય.
- મોટાભાગની રેસીપીમાં આપણે ડુંગળીને આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી શેકીએ છીએ. પણ તેનાથી કુકિંગમાં વધુ સમય લાગે છે. આ માટે જો તમે પહેલાથી જ એક સાથે ડુંગળીને શેકીની ફ્રિજમાં મુકી રાખશો તો તમને સરળ રહેશે.
- નાની વસ્તુનું ખાસ ધ્યાન રાખો તેનાથી તમે કામને એકદમ સારી રીતે બનાવી શકશો. તો કામને ભૂલ્યા વગર તમારા ફ્રિજ પર પણ લખી રાખો.
- સૌથી વધુ સમય શાકભાજીને કાપવા છોલવામાં લાગતો હોય છે. પણ તમે વિકેન્ડ પર આ તૈયારી કરી શકો છો. આમ તમે મટર પહેલાથી જ ફોલીને એયરટાઈટ કન્ટેનરમાં મુકી દો. આ રીતે ધાણા અને ફુદીનાને પણ ટાઈમ મળવા પર સાફ કરી લો.
- 2 દિવસનો લોટ એક જ સાથે બાંધીને ફ્રિજમાં મુકી રાખો. સવારે તમારો ખૂબ સમય બચશે. હા પણ રોટલી બનાવવાના એક કલાક પહેલા લોટને ફ્રિજમાંથી કાઢી લો. જેથી રોટલી મુલાયમ બને.
- દિવસભર અનેક કામ સાથે એક કામ પર ખાસ ધ્યાન આપો. તો દિવસ ભર તમારા કામને તમારી દિનચર્યા અનુસાર કામ કરો.
- સમય સાથે દરેક સ્ત્રીને પોતાના કામની સૂજ હોય જ છે, તેનાથી તે દરેક કામ સરળ રીતે કરે છે, પણ ક્યારેક ઘણા કામ એક સાથે જોઈ અને અકડાય જાય છે. ત્યારે તેઓને પોતાના કામને ગોઠવી તેને સમય સાથે કરવાથી તેને કરવું જોઈએ.
- ક્યારેય બહુ ઉતાવળના કરો, પરિવાર અને કામ બંને સરખો સમય આપો.