રાજકોટ શહેરમાં પાણી ચોરીની પ્રવૃત્તિ અટકાવવા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરશ્રી બંછાનિધિ પાનીના આદેશ અનુસાર ગેરકાયદેસર નળ કનેક્શન અને ડાયરેક્ટ પમ્પીંગ કરતા આસામીઓને ત્યાં રાજકોટ મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાની ટીમ દ્વારા શહેરના વોર્ડ નં. ૧૨માં આવેલ સોસાયટીઓમાં ચેકિંગ કરવામાં આવેલ હતું. ચેકિંગ દરમ્યાન સાત ગેરકાયદેસર નળ કનેક્શન કરતા આસામીઓ પકડાયેલ અને તેમના નળ કનેક્શન કપાત કરવામાં આવ્યા હતા.
વોર્ડ નં. ૧૨માં આવેલ રાણીપાર્ક સોસાયટી ચેકિંગ દરમ્યાન સાત આસામીઓને ત્યાંથી ગેરકાયદેસર નળ કનેક્શન મળી આવેલ હતા, (૧) કિશોરભાઈ સવાણી, (૨) ચંદ્રિકાબેન સામટીયા (કેશુભાઈ ભાડુઆત), (૩) નીમતભાઈ રંક “લક્ષ્મીનારાયણ”, (૪) જયંતીભાઈ ગીયોણા “ઓમ શાંતિ”, (૫) કાન્તીભાઈ કાકડિયા “શ્રી ખોડલ કૃપા”, (૬) જયેશભાઈ ભાણજી – B 26, (૭) મનીષભાઈ હરસોડા, તમામ આસામીઓના ગેર કાયદેસર નળ કનેક્શન કપાત કરવામાં આવ્યા હતા.