અતિથિ વિશેષ તરીકે અબતક મીડિયાના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતા
રાજકોટ ત્રંબા ખાતે આવેલી ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કુલ ખાતે ક્રિષ્ના કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખુબ જ બહોળી સંખ્યામાં બાળકોઓ ભાગ લીધો હતો. અને મન મૂકીને કાર્નિવલને માણ્યો હતો. ક્રિષ્ના કાર્નિવલમાં મુખ્ય મહેમાન તરીકે અબતક મીડીયા હાઉસનાં મેનેજીગ તંત્રી સતીષકુમાર એસ.મહેતા ખાસ ઉ૫સ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મૂક બધિક શાળાના બાળકો પણ હાજર રહ્યા હતા. અને ઉજવણીમાં ભાગ પણ લીધો હતો. આ તકે બાળકો દ્વારા વિવિધ ફ્રુડ ઝોન ઉભા કરવામાં આવ્યા હતા. અને નાના બાળકો માટે ફેશન શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના વિઘાર્થીઓએ અબતક સાથે વાતચીત કરી હતી.
આ પ્રસંગે દિવ્ય નામક વિઘાર્થીએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ક્રિષ્નાચ સ્કુલ ખાતે જે ક્રિષ્ના કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. તે ખુબ જ સારું છે. અને ખુબ જ મજા પણ આવે છે. અને લોકો જે કાર્નિવલની મજા લેવા આવ્યા છે તે પણ બાળકોને પ્રવૃતિ કરી રહ્યા છે. તેને પણ બીરદાવવામાં આવી હતી. જેથી બાળકો પણ ખુબ જ પ્રભાવીત થાય છે. અને તેમને કયાંક નવું કરવા માટે પ્રેરિત થાય છે. હાલ પકવાનની વાનગી લોકોને પીરસવા માટે ફુડ ઝોનમાં તેઓએ પોતાનો સ્ટોલ રાખ્યો છે, જેમા તેને તમામ સ્ટાફ મેમ્બરો અને અઘ્યાયપકોનો આભાર પણ માન્યો હતો. અંતમાં તેને જણાવ્યું હતું કે આ પ્રકારના આયોજન હરહંમેશ થવું જોઇએ જેથી બાળકો અને વિઘાર્થીઓ પ્રોત્સાહીત થતાં રહે.
જયારે ઝીનલ વાછાણીએ અબતક સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, કિૅષ્ના ઇન્ટરનેશનલ સ્કુલ ખાતે જે ક્રિષ્ના કાર્નીવલનું આયોજન કરવામાં આવ્યું છે., તે ખુબ જ વિશાળ છે. જેનો આનંદ પણ એટલો જ છે. ૩૧ ડિસેમ્બર પહેલા જે પાર્ટી અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તે ખરા અર્થમાં કાબીલેતારીફ છે. અને આ આયોજનથી બાળકોને ઘણા પ્રોત્સાહીત કરવામાં આવી રહ્યા છે. કાર્નિવલ વિશે વધુ માહીતી આપતા એક વિઘાર્થીનીએ જણાવ્યું હતું તે આ કાર્નિવલમાં નાના ભૂલકાઓ જે રીતે ફેશન શોમાં ભાગ લીધો તેનાથી વાતાવરણમાં આનંદની લાગણી વ્યાપી ઉઠી હતી. વધુમાં તેને જણાવતા કહ્યું હતું કે, તેમના દ્વારા જે સ્ટોલ રાખવામાં આવ્યો છે તેનુંનામ ધ એંન્જલ્સ છે. અને તેઓ ટોસ્ટ સેન્ડવીચ મળે છે. કારણ કે લોકોને સેન્ડવીચ ખુબ જ વધુ પસંદ હોઇ છે અને લીમીટેડ ઇન્ગ્રીડીયન્ટથી બની જતી હોઇ છે.
આ પ્રસંગે ધો.૧૧માં અભ્યાસ કરતા તુષારએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ક્રિષ્ના ઇન્ટરનેશનલ ખાતે જે કાર્નિવલનું આયોજન કરવામાં છે. તે ખરા અર્થમાં કાબીલેતારીય છે. અને ગૌરવ પણ થાય છે પોતાની સ્કુલમાં આ પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. વધુમાં તેણે જણાવતા કહ્યું હતું કે તેઓએ ફુડ સ્ટોલમાં દહીં પુરી અને મિલ્ક શેક રાખ્યા છે. અને કાર્નિવલ ચાલુ થતાં જ અનેક વિધ ગ્રાહકો તેમના સ્ટોલની મુલાકાત લીધી હતી. મિલ્ક શેક માટે તેઓએ કહ્યું હતું કે લોકો તીખુ ખાધા બાદ મીઠુ ખાવા અને મીઠુ પીવા માટે આવે છે. જેથી મિલ્ક શેક રાખવામાં આવ્યો છે. મિલ્ક શેક ફલેવરમાં તેઓઅ કિટકેટ, ખોરીયો અને ગુલાબનો શેક રાખ્યો છે.
તરંગ આરણીયા કે જેનો ૭માં ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છે ત્યારે તેઓ ક્રિષ્ના કાર્નિવલને અનુલક્ષી અબતક સાથે વાતચીત દરમ્યિાન જણાવ્યું હતું કે આ કાર્નિવલમાં ખુબ જ મજા આવે છે. અને ક્રિષ્ના સ્કુલમાં તેઓનું પ્રથમ વર્ષ છે. પ્રથમ વર્ષમાં પ્રથમ વખત જ રાઇફલ શુટીંગનો સ્ટોલ રાખ્યો છે. જેનો ચાર્જ માત્ર ર૦ રૂપિયા જ રાખ્યો છે. જેમાં ગ્રાહકોને ૭ શુટ કરવા મળશે. રાયફલ શુટીંગનો સ્ટોલ ખોલવા ડ્રીલ હતું જેના માટે તેઓએ સ્ટોલ રાખ્યો છે.
ક્રિષ્ના સ્કુલનાં ધો.૧૧ માં અભ્યાસ કરતી તુલસી વેરડાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું તો ક્રિષ્ના સ્કુલદ્વારા જ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે તે ખુબ જ સારું છે. અને ખુબ જ મજા પણ આવી રહી છે. વિઘાર્થીઓ ભણવામાં થાક ન અનુભવે અને ફ્રેશ થાય તે માટે શાળા સંચાલકો દ્વારા જે કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે તેને લઇ વિઘાર્થીઓ ખુબ જ આનંદિત થયા છે.
ક્રિષ્ના કાર્નિવલને લઇ ક્રિષ્ના ગ્રુપ ઓફ સ્કુલસના માલીક તૃપ્તીબેન ગજેરાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ૩૧ ડીસેમ્બરની ઉજવણી એક દિવસ પૂર્વે જ કરવામાં આવી છે., ખાસ તો બાળકોનો ઉમંગ એટલો બધો છે જેને લઇ આ આયોજન પહેલા કરવું પડયું છે. સાથો સાથ વાલીઓનો પણ ખુબ સાથ અને સહકાર મળી રહ્યો છે. ઉ૫રાંત સ્કુલ દ્વારા કાર્યકમના સ્પેશ્યલ ગેસ્ટ તરીકે મુકબધીરના બાળકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. સાથો સાથ ૩૦ જેટલા ફુડઝોન ઉભા કર્યા છે. અને ખુબ સારી વાનગીઓ રાખી મેનેજમેન્ટનું ઉદાહરણ પુરુ પાડયું હતું સાથો સાથ બાળકો માર્કેટીંગનું પણ પ્રેકટીકલ જ્ઞાન મેળવે તે અનિવાર્ય છે.