આયોજકો ‘અબતક’ના આંગણે

નવા વર્ષની ઉજવણી પશ્ચીમી અનુકરણથી નહી પણ ભારતીય પરંપરા અને સાંસ્કૃતિક મુજબ થવી જોઇએ. કંઇક આવા વિચારો સાથે રૂદ્ર સેતુ ફાઉન્ડેશન દ્વારા આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ કેલેન્ડર નવ વર્ષની ઉજવણી કરવા માટે સાંસ્કૃતિક ઉત્સવ ૨૦૧૮ આયોજન કરાયું છે. નવું વર્ષ એક નવતર પ્રયોગ દ્વારા વૈદિક સનાતન ધર્મ સાંસ્કૃતિના માઘ્યમથી પરિવાર માણી શકે તેવું આયોજન રાજકોટ ખાતે યોગીધામ સંકુલ (આત્મીય કોલેજ) ના ઓડીટોરિયમમાં રાત્રે ૮.૩૦ કલાક કરાયું છે.

સાંસ્કૃતિક કાર્યક્રમની સંતોના આશીર્વાદ સાથે શરુઆત થશે. મધુર સંગીત, ખ્યાતનામ કલાકારો સાત્વીક મનોરંજન કરાવી વેદિક મંત્રો દ્વારા ઉજવણી થશે. કાર્યક્રમનું ઉદધાટન પ.પૂ. ત્યાગવલ્લભસ્વામી તથા પ.પૂ. સર્વાતીત સ્વામીના હસ્તે થશે. તેમજ અભયભાઇ ભારદ્વાજ મુખ્ય મહેમાન પદે હાજરી આપશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.