૧ જાન્યુ. અને બીજીના રોજ પણ હાડકા અને લીવરના નિષ્ણાંતો સેવા આપશે

બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ તરફથી તેની અનેકવિધ સેવાકીય લોકોઉપયોગી પ્રવૃતિના ભાગરૂપે સર્વે સન્તુ નિરામય એ વિચારને દ્રષ્ટી સમક્ષ રાખી રાજકોટ શહેરની સૌરાષ્ટ્ર-કચ્છની પ્રસિઘ્ધ એચસીજી હોસ્પિટલ ડો.નિરજ મહેતા (શ્વાસ, ફેફસા, એલર્જી વગેરે રોગો માટે સેવા આપી હતી તથા ડો.રાવલ સાહેબ અને ગંગદાસભાઈએ સર્વરોગ નિદાન કેમ્પમાં દવા સાથે સેવા અને સહયોગ આપ્યો હતો.

આ કેમ્પમાં ૧૦૬થી વધુ દર્દીઓએ આ નિદાન કેમ્પનો લાભ લીધો હતો. આ નિદાન કેમ્પની સાથે ચક્ષુદાન, અવયવદાન, અંગદાન સહિતના સંકલપપત્રો ભરવામાં આવ્યા તેમજ એન.એસ.એસ.ના તમામ સ્ટુડન્ટનું અભિવાદન કરાયું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા બોલબાલા ટ્રસ્ટના ટ્રસ્ટી જયેશ ઉપાધ્યાય તેમજ ભાલોડીયા કોલેજ એન.એસ.એસ.વિભાગ તેમજ બોલબાલા સંસ્થાના કર્મચારી ભાઈ-બહેનોએ જહેમત ઉઠાવી હતી. આગામી તારીખ ૧ જાન્યુઆરીના રોજ એચસીજી હોસ્પિટલના ડોકટર મીતલ દવે હાડકાના રોગો માટેનું અને તા.૨ના રોજ ડો.મુકુંદ વીરપરીયા લીવરના રોગના નિષ્ણાંત સેવા આપશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.