સામાન્ય જ્ઞાનની કસોટીઓ યોજી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે જરૂરી: મિરાણી
અટલબિહારી બાજપાઈજીના જન્મદિવસને ભારતીય જનતા પાર્ટી દ્વારા સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે તે અંતર્ગત સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષતા અને શહેરના મેયર બીનાબેન આચાર્ય, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠિયા, પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, શહેર ભાજપ મંત્રી વિક્રમ પુજારા સહિતનાની ઉપસ્થિતિમાં શહેરના આત્મીય કોલેજ ખાતે યુવા વર્ગ તેમજ વિદ્યાર્થી વર્ગ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકારની જનકલ્યાણની વિવિધ યોજનાઓની માહિતગાર થાય તે માટે શહેર ભાજપ દ્વારા વિશેષ કાર્યક્રમના સ્વરૂપે વિદ્યાર્થીઓમાં સુશાસન સામાન્ય જ્ઞાન પ્રતિયોગીતા (હેતુલક્ષી પરીક્ષા)નું આયોજન કરવામાં આવેલ હતું. જેનો દિપ પ્રાગટય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ધો.૧૧,૧૨ તથા કોલેજના અંદાજે ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને આ તમામ પરીક્ષાર્થીઓને શહેર ભાજપ દ્વારા સર્ટીફીકેટ તેમજ ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને શિલ્ડ અર્પણ કરવામાં આવશે. આ તકે પરીક્ષાર્થીઓને કાર્યક્રમમાં જોડાવવા બદલ શુભેચ્છા પાઠવતા કમલેશ મિરાણી તથા ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલએ જણાવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના પ્રથમ અધ્યક્ષ અને દેશના પૂર્વ વડાપ્રધાન ભારતરત્ન અટલબિહારી બાજપાઈજીના વિચારો કાયમી જીવંત રહે તેવા હેતુથી અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું ત્યારે આવા કસોટીના કાર્યક્રમોના માધ્યમથી બાળકોમાં તેજસ્વીતા આવે અને બુદ્ધિ કૌશલ્ય ખીલે અને આવનારા સમયમાં બાળકો જયારે દેશનું ભવિષ્ય છે ત્યારે રાજયના અને દેશના વિકાસમાં સહભાગી બને એજ શુભેચ્છા. આ કાર્યક્રમને સફળ બનાવવા શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ તથા શહેર ભાજપ મંત્રી વિક્રમ પુજારાએ જહેમત ઉઠાવી હતી. તેમજ આત્મીય કોલેજનો વિશેષ સહયોગ સાંપડયો હતો.