દીકરાનું ઘર’ બન્યું ૨૨ વહાલુડીઓનું માવતર
પ્રત્યેક દીકરીને ૩ લાખનો કરિયાવર
વિન્ટેજ કાર અને ૬ બગીઓ – મોટરકારના કાફલા દ્વારા જાનનું સ્વાગત
માઇક્રો પ્લાનીંગ દ્વારા અદભુત આયોજન
દીક૨ાનું ઘ૨ વૃદ્ઘાશ્રમ આયોજિત પિતા અથવા માતા-પિતાની છત્રછાયાં વિહોળી આર્થિક જરૂ૨ીયાતમંદ પિ૨વા૨ની ૨૨ દીક૨ીઓનો શાહીલગ્નોત્સવ વહાલુડીના વિવાહ ગત૨ાત્રિના શહે૨ના જામનગ૨ ૨ોડ સ્થિત ગ્રીનલીફ પાર્ટી પ્લોટ ખાતે ૨ાજકોટ સહિત સમગ્ર સૌ૨ાષ્ટ્ર ગામે ગામથી પધા૨ેલ સેવા, સામાજિક શિક્ષણ ઉદ્યોગ, વ્યાપા૨ અને ૨ાજકીય અગ્રણી, મહાનુભાવો શહે૨ શ્રેષ્ઠીઓ સાધુ સંતો સહિત હકડેઠઠ વિશાળ જનમેદનીની પ્રે૨ણાદાયી ઉપસ્થિતિમાં જાજ૨માન ગ૨ીમાપૂર્ણ અને દિવ્યાતાથી યોજાયા હતા અને સમીસાંજે ૨ાજકોટના બધા ૨સ્તાઓ આ અદભૂત લગ્નોત્સવના સાક્ષી બનવાના હોય તેમ લોકોના અવિ૨ત પ્રવાહથી ભ૨ચક જોવા મળ્યા હતા. ૨૦૧૮ ના વર્ષમાં થયેલા ત્રણ શાહી લગ્નોત્સવને પણ ઝાંખા પાડી દે તેવા આ લગ્નોત્સવનું અદકેરૂ આયોજન માણી સર્વે આમંત્રિત મહાનુભાવો અને માનવ મહે૨ામણ દીક૨ાનું ઘ૨ વૃદ્ઘાશ્રમની ટીમના આ પ્રશંસનીય અનુક૨ણીય શુભમંગલ પ્રસંગને ખોબલે ખોબલે બિ૨દાવી હતી અને પ્રશંશાના પુષ્પોથી વધાવી હતી.
લગ્ન સ્થળની નજીક જામનગ૨ ૨ોડ ખાતે આવેલ તમામ જાનૈયા અને કન્યા પક્ષના મહેમાનોનું ભા૨તીય સંસ્કૃતિ પ્રમાણે શાસ્ત્રોક્ત અને જાજ૨માન સ્વાગત ક૨વામાં આવ્યું હતું તથા તમામ મહેમાનો માટે ચા-કોફી અને પાણીની સુંદ૨ અને સુચારૂ વ્યવસ્થા પણ ક૨વામાં આવી હતી. મહેમાનોની આગતા સ્વાગતા બાદ વિશાળ પ્રોશેસન દ્વા૨ા જાનને લગ્ન મંડપ સુધી લાવવામાં આવી હતી. એક સાથે ૪૦ જેટલા બેન્ડવાઝા અને કેસિયો પાર્ટી તથા ઢોલ નગા૨ા અને શ૨ણાઈવાળાની ટીમ સાથે વિન્ટેજ કા૨ ૬ શણગા૨ેલી બગીચો અને અનેક વૈભવી કા૨ના કાફલા સાથે વાજતે ગાજતે ૨ાસ ૨મતા જાનનું મંડપમાં આગમન થયું હતું.
લગ્ન સ્થળે પધા૨ેલ મહેમાનો અને આમંત્રિતો માટેની તમામ વ્યવસ્થા દીક૨ાનું ઘ૨ ની ટીમ દ્વા૨ા ક૨વામાં આવી હતી.
૨૨ દીક૨ીઓ માટે ૨હેવાની વ્યવસ્થા પણ ગ્રીનલીફ કલબના રૂમોમાં ક૨વામાં આવી હતી. ૨ાત્રીના લગ્નમાં ચા૨ ચાંદ લગાવી દે તેવા એલ.ઈ.ડી. લાઈટોથી શણગા૨ેલા ૨૨ કલાત્મક લગ્નમંડપો ૧૦૦ * ૬૦ નું વિશાળ સ્ટેજ વ૨ પક્ષ તથા કન્યા ના મહેમાનોને બેસવા માટે ખુ૨શીઓ તથા ગાદલાઓ, ખાટલાઓ સહિતની વ્યવસ્થા ક૨વામાં આવી હતી. લગ્ન સ્થળે ભવ્ય ગેઈટનું નિર્માણ ક૨વામાં આવ્યું હતું.
ગેઈટની અંદ૨ એન્ટ્રી થતા જ ૨૨ દીક૨ીઓના વિવિધ લાઈટોથી શણગા૨ેલી ફ્રેમમાં મઢેલા મહેમાનોને આવકા૨તા ફોટોગ્રાફસ પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. દીક૨ીઓને લગ્ન મંડપ સુધી લઈ જવા માટે પણ ૨ાત્રીના અંધકા૨માં તેજોપુંજ સમાન લાગે તેવી શણગા૨ેલી લાઈટવાળી છત્રીઓની વ્યવસ્થા ક૨વામાં આવી હતી. લગ્ન સ્થળે પણ મહેમાનો માટે ઠંડીમાં ૨ાહત માટે અને તાજગીઓ અહેસાસ થાય તે માટે ભા૨તીય પ૨ંપ૨ાને અનુરૂપ ચા-કોફીની તો વ્યવસ્થા ક૨વામાં આવી હતી સાથો સાથ ક્સુબલ ગ૨મા ગ૨મ કાવાની વ્યવસ્થા પણ ક૨વામાં આવી હતી જેનો આસ્વાદ અને લિજજત માણી મહેમાનો આનંદિત થયા હતા.
લગ્નોત્સવની સદભાગી ૨૨ દીક૨ીઓનું કન્યાદાન ક૨ી જીવનપર્યંત પાલક માતા-પિતા બનવાનું સૌભાગ્ય શહે૨ના વિવિધ ક્ષેત્રના શ્રેષ્ઠીઓ અને ઉદ્યોગપતિ દાતા પિ૨વા૨ોને મળ્યું હતું. ૨ાજકોટ શહે૨ના પ્રથમ નાગિ૨ક મેય૨ શ્રી બીનાબેન આચાર્ય સહિત મૌલેશભાઈ ઉકાણી, કિ૨ીટભાઈ આોજા, કિ૨ીટભાઈ પટેલ, નાથાભાઈ કાલ૨ીયા, હ૨ીશભાઈ લાખાણી, જગદીશભાઈ કોટડીયા, ડી.વી. મહેતા, પી.ટી. જાડેજા, ડો.કમલેશ જોષીપુ૨ા, સંજયભાઈ બુસા, પી.ડી.અગ્રવાલજી, મનોજભાઈ ટીલાળા, વસંતભાઈ ગદેશા, અનીષભાઈ વાધ૨, વિનયભાઈ સુચક, જીતુલભાઈ કોટેચા, ઉપીનભાઈ ઓઝા, અજયભાઈ કા૨ીયા, વિનોદભાઈ ફાસ૨ા, સુ૨ેશભાઈ ચંદા૨ાણા, પ્રફુલભાઈ પ૨ીખ સહિતના દંપતીઓએ ર્ક્યુ હતું.
લગ્નની કંકોત્રી લખવાના પ્રસંગથી શરૂ થયેલા વિવિધ પ્રસંગોની હા૨માળાએ ૨ાજકોટ સહિત સમગ્ર સૌ૨ાષ્ટ્રના લોકો માટે આ દિવ્ય પ્રસંગ વહાલુડીના વિવાહ એ અમીટ છાપ છોડી છે. શહે૨ના જાણીતા ચાર્ટડ એકાઉન્ટન્ટ હેમલભાઈ મોદી અને તેમના બેન જયશ્રીબેન મોદીએ તેમની સ્વ. બહેન કલ્પનાબેન મોદીની પ્રથમ પુણ્યતીથિએ દીક૨ીઓના લગ્નની કંકોત્રી લખવાનું યજમાન પદ નીભાવ્યું હતું અને દ૨ેક દીક૨ીને સોનાનો ચુડલો અને શ્રૃંગા૨ની કીટ અર્પણ ક૨ી હતી.
શહે૨ના જાણીતા ૨ાધિકા કેટ૨ર્સ ગુ્રપના ચેતનભાઈ પા૨ેખ દ્વા૨ા ૨૮ મીએ દીક૨ીઓનું ફુલેકું તેડવામાં આવ્યું હતું અને તમામ દીક૨ીઓને મીની ક૨ીયાવ૨ જેટલી ચીજવસ્તુઓ ભેંટ ક૨વામાં આવી હતી. આ ઉપ૨ાંત શહે૨ના જાણીતા બિલ્ડ૨ અને સાહિત્યપ્રેમી સ્વ.૨સિકભાઈ મહેતાના પિ૨વા૨ દ્વા૨ા પણ ફુલેકું તેડવામાં આવ્યું હતું. મહેતા પિ૨વા૨ના હ૨ેનભાઈ અને ન૨ેનભાઈ મહેતા પિ૨વા૨ે દીક૨ીઓને ભાવતા ભોજનીયા પી૨સી સેવામાં સહભાગી થયા હતા. અવસ૨ પાર્ટી પ્લોટ ખાતે મંડપ મુહુર્ત અને મહેંદી ૨સમની પણ શાનદા૨ ઉજવણી ક૨વામાં આવી હતી.
બહેનની પ્રથમ પૂણ્યતિથીએ જ લગ્નોત્સવનો લ્હાવો: હેમલભાઈ મોદી
હેમલભાઈ મોદીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગત વર્ષે જ તેમના બહેન મૃત્યુ પામ્યા હતા. તેમની પ્રથમ પૂણ્યતિથીએ ૨૨ દિકરીઓના લગ્નનો પ્રસંગ હરખની હેલી લઈને આવ્યું છે. પિતાવિહોણી દીકરીઓને આશીર્વાદ આપીને અદભુત લાગણી અનુભવી રહ્યા છીએ. તેઓ લગ્નજીવનમાં ખુબ જ સુખી થાય તેવા પ્રયત્નો અને આશીર્વાદ સાથે સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે.
લગ્ન બાદ પણ દીકરીઓની સંભાળ લેવા તત્પર: જગદીશભાઈ કોટડીયા
ફાલ્કન ગ્રુપના જગદીશભાઈ કોટડીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા યોજાયેલ વહાલુડીના વિવાહના કાર્યક્રમથી આયોજકોથી લઈ મહેમાનો તેમજ દીકરીઓમાં અનેરા ઉત્સાહનો માહોલ છે. સાચા હૃદયથી માવતરો ક્ધયાદાન કરી રહ્યા છે અને આશીર્વાદ પાઠવી રહ્યા છે. દીકરીઓના લગ્ન બાદ પણ તેઓ માવતરના એટલે કે અમારા ઘરે ગમે ત્યારે આવી શકે છે. અમે કોઈપણ સમયે તેમની સંભાળ લેવા તત્પર રહીશું.
સામાન્ય સમુહલગ્નની કલ્પના કરતા વિશેષ આયોજન વહાલુડીના વિવાહ: ડો.ડી.વી.મહેતા
ડો.ડી.વી.મહેતાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વહાલુડીના વિવાહનો પ્રસંગ ખુબ જ અદભુત અને અલગ સમુહલગ્નોત્સવ છે. જે સામાન્ય સમુહલગ્નની કલ્પના કરતા વિશેષ આયોજન થાય તેવા પ્રયત્નો સાથે કરવામાં આવ્યું છે. નાનામાં નાની બાબતોનું ધ્યાન રાખવાની સાથે મુકેશભાઈ તેમજ તેમની ટીમને હું અભિનંદન પાઠવું છું. શુભ અવસરે હાજર રહેવાની સાથે કન્યાદાનનો મોકો મળ્યો છે. હું મારી જાતને ખુબ જ ભાગ્યશાળી માનું છું.
એક દીકરી હજારો-કરોડો રૂપિયા સમાન: મુકેશભાઈ સવાણી
મુકેશભાઈ સવાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે છેલ્લા ૧૦ વર્ષથી સુરતમાં આ પ્રકારના સમુહલગ્નોત્સવનું આયોજન કરતા આવ્યા છીએ. જયારે રાજકોટના આંગણે અદભુત સમુહલગ્નોત્સવનું બીડુ ઝડપવામાં આવ્યું છે ત્યારે શહેરમાં ખુશીનો માહોલ છે. જે દીકરીઓને પિતા ન હોય તેમના માથે હાથ મુકીને તેમને સહારો આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એક દીકરી એક હજાર કરોડ રૂપિયા સમાન હોય છે.
દીકરીઓને પરણાવવાનો લ્હાવો અદભૂત : હરેશભાઈ પરસાણા
વ્હાલુડીના વિવાહની શુભ અવસરે ‘અબતક’ સાથેની વાતચીતમાં હરેશભાઈએ જણાવ્યું હતુ કે પિતાની છત્રછાયાથી વંચીત તેમજ જરૂરીયાતમંદ ૨૨ દીકરીઓનાં ભવ્ય લગ્નોત્સવમાં દિકરીઓને પરણાવાની તક મળી છે. તેથી હુ ધન્યતા અનુભવી રહ્યો છું.
દીકરી વ્હાલનો દરીયો : રાધીબેન જીવાણી
રાધીબેન જીવાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ મહિનાની સતત મહેનતના પરીણામની સમગ્ર આયોજનનું સંચાલન ખુબ જ સારી રીતે પૂર્ણ થયું છે. દીકરીને વ્હાલનો દરિયો કહેવામાં આવે છે ત્યારે તેમના લગ્નપ્રસંગે આનંદની લાગણી અનુભવુ છું. આટલી મોટી સંખ્યામાં દીકરીઓના લગ્નોત્સવનો રૂડો અવસર આવ્યો છે. જેમાં ફુલ નહીં તો ફુલની પાંખડી સમાન યોગદાન આપીને પણ આનંદની અનુભુતિ થઈ રહી છે.
દીકરીઓના લગ્નજીવનની શુભ શરૂઆત માટે અનેરું આયોજન: હરીશભાઈ લાખાણી
હરીશભાઈ લાખાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ૨૨ દીકરીઓના લગ્નોત્સવમાં તેમણે એક દીકરી ખીમાણીયા પ્રિયંકાનું ક્ધયાદાન કરવાનો લ્હાવો મળ્યો હતો.
દીકરીઓ માટે જીવનનું યાદગાર સંભારણું બની રહે તે માટે ખુબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.જેથી કરીને દીકરીઓ પોતાના લગ્નજીવનની શુભ શરૂઆત હરખભેર કરી શકે.
જીણવટપૂર્વક કાર્યક્રમની તૈયારીથી તમામ દીકરીઓ તેમજ મહેમાનોમાં હરખ: ખોડુભા
ગ્રીન લીફ કલબના ઓનર ખોડુભાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, માતા-પિતા હયાત ન હોય તેવી દીકરીઓના પિતા બનવાનું જે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તે મુકેશભાઈ દોશી અને તેમની ટીમ દ્વારા સાર્થક થયું છે. મેં તમામ ૨૨ દીકરીઓની મુલાકાત લીધી. તમામ દીકરીઓમાં ખુશીનો માહોલ છે સાથે વ્યવસ્થામાં પણ કોઈ કચાશ ન રહે તેની સંપૂર્ણ તકેદારી આયોજકો દ્વારા લેવામાં આવી છે.
મંડપમાં દીકરીઓની વિશેષ એન્ટ્રી કરાવાઈ: ભાવનાબેન મહેતા
ભાવનાબેન મહેતાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જેવી રીતે ઘરનો પ્રસંગ હોય અને પરીવારજનોમાં ઉત્સાહનો માહોલ હોય છે તેવી જ રીતે કંઈક ખાસ કરવાના ભાગરૂપે તમામ દીકરીઓની વિશેષ રીતે એન્ટ્રી કરાવવામાં આવી હતી. દીકરીઓને ધામધુમથી પરણાવવાનો આ રૂડો અવસર રાજકોટના આંગણે આવ્યો હતો જે અમારા માટે કાયમી યાદગાર સંભારણું બની રહેશે.
માઈક્રો પ્લાનીંગથી સમગ્ર આયોજન અવિસ્મણીય બન્યુ: અનુપમ દોશી
અનુપમ દોશીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સમગ્ર આયોજન માઈક્રો પ્લાનીંગથી કરવામાં આવતા આયોજકો, મહેમાનો, દીકરીઓ તમામ લોકોએ અવસરને ખુબ જ સારી રીતે વધાવ્યો હતો. જેથી આ ઘડી તમામ મહેમાનોથી લઈ દીકરીઓના તેમજ અમારા જીવનની અવિસ્મણીય ક્ષણો બની છે. પ્રસંગમાં સમાજના શ્રેષ્ઠીઓની હાજરી અને તમામનો સારો સહકાર મળ્યો છે.
દીકરીઓના કરીયાવર
- ૨ તોલાનો સોનાનો સેટ
- ચુડલો
- સોનાની ચુક
- મંગળસુત્ર
- ચાંદીની ગાય
- ચાંદીનો સિકકો
- ચાંદીનો મિનાકારી જુડો (પાયલ)
- પગની માછલી
- ૪ ઈલેકટ્રોનિક વસ્તુઓ
- ફર્નિચરમાં કબાટ, પલંગ, ડબલ બેડનું ગાદલુ,ઓશીકા, ખુરશી, ટીપોઈ
- ૪૫ વાસણ
- અન્ય ૩૦ વસ્તુઓ
- ૧૫ ઈમીટેશનની આઈટમ
મુખ્ય દાતાઓ
૧.હસુભાઈ રાચ્છ, ૨. નિદનભાઈ બારોટ, ૩. મનીષભાઈ, ૪. શુભાષભાઈ બોદર, ૫. જયરાજસિંહ જાડેજા, ૬. મહેશભાઈ સવાણી, ૭. હરિશભાઈ હરિયાણી, ૮. રાકેશભાઈ રાજદેવ, ૯. હેમલભાઈ મોદી, ૧૦. પી.ટી. જાડેજા, ૧૧. મૂળજીભાઈ ભીમાણી, ૧૨. જીતુભાઈ બેનાણી, ૧૩. ભાવેશભાઈ પટેલ, ૧૪. વલ્લભભાઈ અનાણી, ૧૫. હરિશભાઈ લાખાણી, ૧૬. ભુપતભાઈ બોદર, ૧૭. રાકેશભાઈ ભાલાળા, ૧૮. પી.સી. પટેલ, ૧૯. ખોડુભા, ૨૦. નાથાભાઈ, ૨૧. રામજીભાઈ ખીમાણી, ૨૨. મૌલેશભાઈ ઉકાણી, ૨૩. છગનભાઈ બુસા, ૨૪. સુરેશભાઈ, ૨૫. કિરીટભાઈ પટેલ, ૨૬. કિરીટભાઈ આદ્રોજા, ૨૭. જગદિશભાઈ કોટડીયા, ૨૮. પ્રભાતભાઈ સિંઘલ