તાલાલા-વંથલી પંથકમાં આંબામાં ત્રણ તબકકે કેરી આવશે હજી પ્રથમ તબકકો ચાલી રહ્યો છે
સોરઠની કેસર કેરી એટલે સાકરનો ગાંગડો કહેવાય પરંતુ છેલ્લા બે થી ત્રણ વર્ષથી પરિસ્થિતિમાં પલ્ટો આવ્યો છે અને કેરીઓ વહેલી વેંચી ઉંચા ભાવની જે રીતે તેનો સમય આવે તે પહેલા ખેડુતો આંબામાંથી વેરી લે છે તેને કારણે કાર્બાઈડ નાખી પકવાતી કેરીમાં ખટાશ રહી જાય છે અને કાર્બાઈડ થતુ વેચાણના કારણે કેરીના પાક તેની સિઝન પહેલા પુરો પણ થઈ જાય છે કહેવાનું તાત્પર્ય એ છે કે હાલમાં વંથલીના બગીચાઓમાં લથબથ પાકથી આંબા ઝુમી રહ્યા છે. ત્યારે તાલાલા ધાવાગીરની કેરી હજુ સોરઠના લોકોને ખાવા મળે તે પહેલા ત્યાંની સિઝન પુરી થવાના આરે છે.
વંથલીનો માલ અત્યારે હજારો કેરીના બોકસ લોકો રોડ પર તેમજ પોતાની દુકાનોના ઓટલા પર ગોઠવી બેઠા છે આ વખતે કેરીની સીઝન કેવી રહેશે તે વિશે ‘અબતક’ના રિપોર્ટર પ્રકાશ દવેએ વંથલીના બગીચા ખેડુત યુસુફભાઈ સાથે વાતચીત કરતા તેઓએ જણાવેલ હતું કે કેરીનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન છે અને ત્રણ લફે આંબા પર કેરી આવશે. હાલમાં પ્રથમ તબકકો ચાલી રહ્યો છે અને કેરી સિઝન લાંબી ચાલશે અને કેરી ગરીબ માણસ ખાઈ શકશે તેમાં ભાવમાં બોકસ મળશે.
અત્યારે ૧૦ કિલો કેરીનું બોકસ ‚ા.૫૦૦માં વેચી રહ્યા છીએ આ બોકસના ભાવ એટલા ગબડશે કે ૧૦ કિલો કેરીનું બોકસ ‚ા.૧૦૦ થી ૨૦૦માં વેચાશે. આવનારા દિવસોમાં હાલમાં એક સપ્તાહ બાદ કેરીમાં કોઈ કાર્બાઈડ નાખ્યા વગર લોકો ઘરે બોકસ રાખી કેરીને કુદરતી રીતે પકવી તેનો સ્વાદ લઈ શકશે. આમ આ વર્ષ કેરીનું તાલાલા અને સોરઠમાં પણ વિપુલ ઉત્પાદન થયું છે. ભારે કેસર કેરી ઉપરાંત લાલબાગ, લગડો, હાઉસ તોતાપુરી જેવી કેરીઓ પણ બજારમાં ઓછા ભાવમાં મળી રહે છે. ત્યારે ત્રણ વર્ષ બાદ ગરીબ અને મજુર વર્ગના લોકો પણ સમયસર કેરી ખાઈ શકે તેવા ભાવમાં બજારમાં કેરી મળી રહી છે.