રાજકોટે ગુજરાતના ઈતિહાસમાં સુવર્ણ પાનુ ઉમેર્યું
‘દિકરાના ઘર’ વૃધ્ધાશ્રમની ટીમ અને સર્મપણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ત્રણ મહિનાની સફળ મહેનતથી શુભ અવસર વ્હાલુડીના વિવાહને અવિસ્મરણીય બનાવવામાં આવ્યો હતો. સમુહ લગ્નોત્સવની કલ્પનાઓથી હટકે અદભૂત આયોજનમાં જરૂરીયાતમંદ પરિવારની ૨૨ દિકરીઓના વિવાહ ગ્રીન લીફ પાર્ટી પ્લોટમાં યોજાયા હતા. દાતાઓ આયોજકો અને વડીલ માવતરોનાં પ્રયાસથી ઉપસ્થિત મહેમાનો, શહેરનાં શ્રેષ્ઠીઓએ રૂડા અવસરમાં હરખભેર જોડાયા હતા.
આ તકે દુંદાળાદેવની સ્થાપના, મંડપ, મુહુર્ત, ગીત-સંગીતની રમઝટ, મહેંદી રસમ સહિતના કાર્યક્રમો કાલાવડ ખાતે આવેલ અવસર પાર્ટી પ્લોટમાં અને વિવાહના દિવસે ગ્રીફ લીફ પાર્ટી પ્લોટમાં જાજરમાન આયોજન કરવામાં આવ્યું હતુ.
જાન આગમનને વધાવવા આકર્ષક ફલોટસ તૈયાર કરવામાં આવ્યા હતા. જેમાં વિન્ટેજ કાર, ૨૦ જેટલી બસોનો કાફળો સજજ થઈને પહોચ્યો હતો. પાર્ટી પ્લોટમાં ૨૨ આકર્ષક મંડપ તૈયાર કરાયા હતા. જેમાં લગ્નવિધિ યોજાઈ હતી. આ તકે ૨૨ દિકરીઓને દુલ્હનના રૂપમાં ખૂબજ સુંદર રીતે સજાવાઈ હતી.
તેમજ આકર્ષક છત્રીઓ વડે મંડપમાં એન્ટ્રી કરાવાઈ હતી. આ તકે વિવિધ કાર્યકર્તા ભાઈઓ તેમજ બહેનોની ત્રણ મહિનાની મહેનત હતી જેણે આ પ્રસંગને સફળ બનાવ્યો હતો. વિશેષ મહાનુભાવોની હાજરીમાં દિકરીઓને આશિર્વાદ તેમજ પ્રેમ સાથે વિદાય આપવામાં આવી હતીઆ તકે દિકરીઓની વિદાય સમયે આનંદ તેમજ દુ:ખની બેવડી ભાવનાઓનાં દ્રશ્યો સર્જાયા હતા.
‘વ્હાલુડીના વિવાહ’ પ્રસંગે દાતાઓ તેમજ કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરીને આ આયોજનને સફળ બનાવ્યો હતો. આ તકે ૭ મીનીટનું ગીત પણ તૈયાર કરાવાયું હતુ જેને દીકરીઓની જયારે મંડપમાં એન્ટ્રી થઈ ત્યારે વગાડવામાં આવ્યું હતુ તેથી ખૂબજ સુંદર તેમજ લાગણી સભર લાગી રહ્યું હતુ. સમગ્ર વાતાવરણને મંત્રમુગ્ધ કર્યું હતુ.
આ તકે મુખ્ય મહામુનાભો તેમજ અન્ય મહેમાનો માટે એક સેલ્ફી પોઈન્ટ પણ તૈયાર કરાયો હતો. જેમાં મહેમાનોએ શુભ ક્ષણોને યાદીને કંડારીને રાખી હતી. સમગ્ર આયોજન માઈક્રો પ્લાનિંગથી કરવામાં આવ્યું હતુ ૪ હજારથી વધુ લોકોએ આ પ્રસંગને માણ્યો હતો. આ પ્રસંગે ૨૨ દિકરીઓની સુંદર રીતે કરિયાવર પથરાયો હતો જેને સર્વે મહેમાનોએ આર્શીવાદ આપ્યા હતા.
આ તકે કમલેશભાઈ જોષીપુરા, ભાવનાબેન જોષીપુરા, જીતુલભાઈ કોટેચા, રમેશભાઈ ઠકકર, પી.ટી.જાડેજા, મોહનભાઈ કુંડારીયા, બીનાબેન આચાર્ય, કમલેશભાઈ શાહ, ડો.ડી.કે. વાડોદરિયા, મેહુલભાઈ રૂપાણી, મયુર વાકાણી, મંથનક દર્શનભાઈ પારેખ, સી.એમ.શેઠ, વગેરે શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ૨૨ દિકરીઓને આશીર્વાદ પાઠવ્યા હતા.
દીકરીઓના લગ્નનો અવસર અવિસ્મરણીય બનશે: મૌલેશભાઈ ઉકાણી
વ્હાલુડીના અદભૂત અવસરે મૌલેશભાઈ ઉકાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે દીકરીઓના વિવાહનો અનેરો અવસર આંગણે આવતા તમામ લોકોમાં હરખની હેલી છે. પિતા વિહોણી દીકરીઓની વિદાય અશ્રુભીની અને હૃદયસ્પર્શી શ્રણો છે. માઇક્રોપ્લાનીંગ અને ખુબજ ઝીણવટપૂર્વક સમગ્ર આયોજન કરવાથી ઉપસ્થિત મહેમાનો તેમજ દિકરીઓ ખુબજ રાજી થઇ છે.
દીકરીઓને આર્શીવાદ આપવા અવિરત માનવ મહેરામણ: મુકેશભાઈ દોશી
મુકેશભાઈ દોશીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે વ્હાલુડીઓને આશીર્વાદ આપવા અવીરત માનવ મહેરામણ લગ્ન સ્થળ ઉપર ઉમટયું હતુ છેલ્લા ત્રણ માસની રાત દિવસની મહેનત રંગ લાવી છે. એક આનંદનું સંભારણુ બનશે લાગણી છે આજે અમારી દીકરીઓના લગ્ન જીવન ખૂબજ સુખી થાય અને જીવનમાં ઉત્તરોતર પ્રગતી કરે તેવી મારી ની પ્રાર્થના છે.
કન્યાદાન કરનાર શ્રેષ્ઠીઓ
૧. પ્રફુલભાઈ પરીખ, ૨. ઉપેનભા, ઓઝા, ૩. જીતુલભાઈ કોટેચા, ૪. પી.ટી. જાડેજા, ૫. અજયભાઈ કારીયા, ૬. સુરેશભાઈ ચંદારાણા, ૭. જયેન્દ્રભાઈ આચાર્ય, ૮. વિનયભાઈ સૂચક, ૯. અનીષભાઈ વાઘર, ૧૦. વસંતભાઈ ગાદેશા, ૧૧. કિરીટભાઈ આદ્રોજા, ૧૨. કિરીટભાઈ પટેલ, ૧૩. ડી.વી. મહેતા, ૧૪. રમેશભાઈ ટીલાળા, ૧૫. નાથાભાઈ કાલરીયા, ૧૬. કમલેશભાઈ જોષીપુરા, ૧૭. મૌલેશભાઈ ઉકાણી, ૧૮. જગદીશભાઈ કોટડિયા, ૧૯. હરીશભાઈ લાખાણી, ૨૦. સંજયભાઈ બુસા, ૨૧. પી.ડી. અગ્રવાલજી, ૨૨. વિનોદભાઈ ફાસરા