વીજળી સરપ્લસમા ગુજરાતનો પાવર ખેંચી લેતી ખાનગી કંપનીઓ
રાજયમાં વીજ કટોકટીની શકયતાને લઇને જ‚રીયાત મુજબ વીજ પુરવઠો મેળવવા મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીએ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોલસાના ભાવ અંગે રજુઆત કરી હતી. બીજી તરફ હવે વીજળી સરપ્લસમાં રહેલા ગુજરાતને પવાર આપવા ખાનગી કંપનીઓ આડોડાઇ કરી રહી છે.
અદાણી પાવર લી. (એપીએલ) દ્વારા ગુજરાત ઉર્જા વિકાસ નિગમને અપાતી ૧,૨૫૦ મેગા વોટની પાવર સપ્લાઇ બંધ કરવામાં આવી છે. મુંદ્રા ખાતેના અદાણી પાવરના પ્લાન્ટમાં વીજ ઉત્પાદન ખોરવાય હોવાથી કંપનીએ ઉર્જા વિકાસ નિગમને અપાતો પુરવઠો બંધ કર્યો છે.
અત્યાર સુધી અદાણી પાવર કરાર મુજબ ઉર્જા વિકાસ નિગમને ૨૦૦૦ મેગા વોટ વીજ પુરવઠો પુરો પાડતી હતી. પરંતુ ઇન્ડોનેશીયાની ઈમ્પોટેડ કોલસો પુરતો ન મળતો હોવાથી વીજ ઉત્પાદન ખોરવાયું હતું. જેથી એપ્રિલના છેલ્લા અઠવાડીયામાં કંપનીએ ૧૨૫૦ મેટા વોટ વીજ પુરવઠો આપવાનું બંધ કર્યુ છે.
અદાણી પાવર અને ઉર્જા નિગમ વચ્ચે ૨૦૦૭માં ૨૫ વર્ષ માટે વીજ પુરવઠાના કરાર થયા હતા. જેમાં ‚ા ૨.૩૫ ના યુનિટના દરે કંપની ઉર્જા નિગમને વીજ પુરવઠો આપે છે.
પાંચ વર્ષ પહેલા ગુજરાત ઉજા વિકાસ નિગમ દેશના અન્ય રાજયોને ૪૫૭૫ મીલીયન યુનીટ વિજળી વેચતુ હતું. જે ૨૦૧૬માં ઘટીને ૩૮ મીલીયન થયું છે. એકંદરે વીજ ઉત્પાદનમા સરપ્લસ સ્ટેટ હોવાની વાતો પોકળ સાબીત થઇ રહી છે.
આયાતી કોલસાની ઘટ તેમજ યોગ્ય વ્યવસ્થાના અભાવે ખાનગી કંપનીઓ ઉર્જા નિગમને પુરતી વીજળી પુરી પાડી શકી નથી. પરિણામે ગુજરાત વીજ ઉત્૫ાદનમાં સરપ્લસ રહેતુ હોવાનું બિરુદ ગુમાવી રહ્યું છે આ મામલે યોગ્ય ઉકેલ તુરંત જરુરી બને છે નહિંતર રાજયમાં વીજ કટોકટીની શકયતાને નકારી શકાય નહીં.