પેટ્રોલ–ડીઝલ કે ‘અચ્છે દિન’ આ ગયે!!!
પેટ્રોલના ભાવમાં લિટરે ૨૨ પૈસા અને ડીઝલમાં ૨૩ પૈસાનો ઘટાડો ગુજરાતમાં પેટ્રોલ રૂ.૬૬.૫૮ અને ડીઝલ રૂ.૬૫.૯૧ એ પહોંચ્યું
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૨૨ પૈસાનો ઘટાડો થયો જેથી પેટ્રોલ ૨૦૧૮માં સૌથી નીચા સ્તર પર આવી ગયું છે. જયારે ડીઝલની કિંમત ૨૩ પૈસા ઓછી થઈ ગઈ છે અને ૯ મહિનામાંક સૌથી નીચા સ્તર પર આવી ગયું છે. પેટ્રોલીયમ કંપનીઓનાં જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં પેટ્રોલ ૬૯.૨૬ રૂપીયાથી ઘટીને ૬૯.૦૪ રૂપીયા પ્રતિ લીટર જયારે ડિઝલ ૬૩.૩૨ ‚પીયાથી ૬૩.૦૯ રૂપીયા પ્રતિ લીટર થઈ ગયું છે. માત્ર એક દિવસને બાદ કતા પેટ્રોલની કિંમતમાં ૧૮ ઓકટોબરથી લગાતાર ભાવ નીચા ગયા છે. જયારે ડીઝલના ભાવ માર્ચ બાદ નીચા ગયા છે. આમ ૨૦૧૮માં પેટ્રોલ ડીઝલમાં અચ્છેદીન આ ગયે…
પેટ્રોલ ૧૮ ઓકટોબરથી લઈને અત્યાર સુધી ૧૩.૭૯ રૂપીયા સસ્તુ થયું જયારે અઢી મહિનામાં ડીઝલ ૧૨.૦૬ રૂપીયા સસ્તુ થયું છે. ચાર ઓકટોબરે પેટ્રોલ દિલ્હીમાં ૮૪ રૂપીયા પ્રતિ લીટર અને મુંબઈમાં ૯૧.૩૮ રૂપીયા પ્રતિ લીટરની ઉંચી કિંમતે પહોચી ગયું હતુ આ દરમિયાન દિલ્હીમાં ડીઝલ ૭૫.૪૫ રૂપીયા પ્રતિ લીટર અને મુંબઈમાં ૮૦.૧૦ રૂપીયા પ્રતિ લીટરના ઉચ્ચતમ સ્તર પર હતુ.
મહત્વનું છે કે સરકારે ૪ ઓકટોબરે પેટ્રોલ અને ડીઝલ પર ઉત્પાદન ટેકસમાં ૧.૫૦ રૂપીયા ન કાપ્યા હતા અને પેટ્રોલીયમ કંપનીઓને ૧ રૂપીયા પ્રતિ લીટરનો બોજ વહન કરવા જણાવ્યુ હતુ ત્યારબાદ પેટ્રોલ ડીઝલની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો જોકે આંતરરાષ્ટ્રીય બજારોમાં કાચા તેલની કિંમતમાં તેજી આવતા ૧૭ ઓકટોબરે દિલ્હીમાં પેટ્રોલ ૮૨.૮૩ રૂપીયા અને ડિઝલ ૭૫.૬૯ રૂપીયા પ્રતિ લીટર પર પહોચી ગયુંતુ પરંતુ ત્યારબાદ ક્રુડનાભાવ ઘટતા અને રૂપીયાની મજબૂતી વધતા પેટ્રોલ ડીઝલની કિંમતામં ઘટાડો થયો.
ગુજરાતમાં લીટરે પેટ્રોલ રૂ. ૬૬.૫૪ અને ડીઝલ રૂ. ૬૫.૯૧ એ પહોચ્યું છે.