ચાર ઈન્ફોર્મેશન કમિશનરમાં એકમાત્ર મહિલા વન્જા શરનાની કરાઈ નિયુક્તિ
કેન્દ્ર સરકારે સુધીર ભાર્ગવને નવા સુચના આયુક્ત એટલે કે, ઈન્ફોર્મેશન કમિશનર તરીકે વરણી કરવામાં આવી છે. જેમની સાથે ચાર નવા કમિશનરોની પણ વરણી કરાઈ છે. વાત કરવામાં આવે તો ઈન્ફોર્મેશન કમિશનમાં ૧૧ પદ રહેલા છે. પરંતુ હાલની તારીખે ૩ કમિશનરોની સાથે જ આ કાર્ય કરવામાં આવતું હતું. ત્યારે સીઆઈસીમાં ઈન્ફોર્મેશન કમિશનર તરીકે સુધીર ભાર્ગવને નિયુકત કરવામાં આવ્યા છે.
સુત્રોના જણાવ્યાનુસાર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પૂર્વ આઈએફએસ અધિકારી યશવર્ધનકુમાર સિન્હા, પૂર્વ આઈઆરએસ અધિકારી વનજા એન.શરના, પૂર્વ આઈએએસ અધિકારી નિરજકુમાર ગુપ્તા અને પૂર્વ વિધિ સચિવ સુરેશ ચંદ્રની કેન્દ્રીય સુચના આયોગમાં કમિશનર તરીકે વરણી કરવામાં આવી છે અને તેમની નિયુક્તિ પર રાષ્ટ્રપતિએ મહોર પણ લગાવી દીધી છે.
આ કમિશનમાં એક માત્ર મહિલાને કમિશનર તરીકે પદ આપવામાં આવ્યું છે. જેઓ ૧૯૮૦ બેચના આઈઆરએસ અધિકારી છે. જયારે નિરજકુમાર ગુપ્તા ૧૯૮૪ બેચના આઈએએસ અધિકારી રહ્યાં છે. જેઓએ ગુપ્તાનિવેશ અને સાર્વજનિક સંપતિ પ્રબંધન વિભાગના સચિવ પણ રહી ચુકયા છે. આ નિયુક્તિને લઈ સુપ્રીમ કોર્ટે તમામ સુચના આયોગ અને તેમની નિયુક્તિમાં પારદર્શકતા રહે તે માટે તેમની તમામ વિગતો વેબસાઈટ પર અપલોડ કરાવવાનું પણ જાણ કરવામાં આવી હતી.
જયારે કમાન્ડર લોકેશ બત્રાએ કે જેઓ એક પીટીશનર છે તેઓએ આરોપ લગાવતા જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશાનુસાર સરકાર તમામ લોકોની વિગત વેબસાઈટ ઉપર મુકવા માટે અસફળ રહી છે. જેને લઈ એડિશનલ સોલીશીટર જનરલ પિંકી આનંદે જણાવ્યું હતું કે, સીઆઈસીની ભરતી માટે માત્ર ૬૫ અરજીઓ જ આવી હતી અને આઈસી માટે ૨૮૦ અરજીઓ આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, આ પદ માટે અધિકારીઓને નિમણૂંક આપવામાં આવશે. ત્યારબાદ આઈસીમાં પેન્ડીંગ રહેતી અરજીઓ વિશે કાર્યવાહી હાથ ધરાશે.