ત્રિપલ તલાક સાથે જોડાયેલ નવું બિલ સોમવારે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. ભાજપ અને કોંગ્રેસે તેમના સાંસદોને વ્હિપ જાહેર કરીને સાંસદોને ગૃહમાં હાજર રહેવા કહ્યું છે. કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે મુસ્લિમ મહિલા (વિવાહ અધિકાર સંરક્ષણ) બિલ રજૂ કરશે. ત્રિપલ તલાક સાથે જોડાયેલું આ બિલ લોકસભામાંથી પસાર કરી દેવામાં આવ્યું છે.
રવિશંકર પ્રસાદે દાવો કર્યો છે કે, બિલને રાજ્યસભામાં પુરતુ સમર્થન મળશે. રાજ્યસભામાં મોદી સરકાર પાસે પૂરતું સંખ્યાબળ નથી. આ બિલને પસાર કરાવવું સરકાર માટે પડકાર છે. આ પહેલાં ડિસેમ્બર 2017માં પણ ત્રિપલ તલાક બિલ લોકસભામાંથી પસાર થયું હતું પરંતુ રાજ્યસભામાં અટક્યું હતું