Nokiaના સ્માર્ટફોન બનાવનારી HDM ગ્લોબલ આગામી વર્ષે જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં પોતાનો નવો ફ્લેગશિપ સ્માર્ટફોન લોન્ચ કરવાની છે. આ કેમેરો 5 રિયર કેમેરાવાળો દુનિયાનો પ્રથમ સ્માર્ટફોન હોઈ શકે છે. આ સ્માર્ટફોનને Nokia9 PureView નામ આપવામાં આવ્યું છે. Nokia9 PureView વિવિધ કારણોસર વિશિષ્ટ સ્માર્ટફોન બની શકે છે. તે સ્માર્ટફોન બજારમાં એક નહીં, બે નહીં, ત્રણ નહીં, ચાર નહીં પરંતુ પાછળના ભાગમાં પાંચ-પાંચ કેમેરા સાથે લોન્ચ થસે.મતલબ કે ફોન ની પાછળ પાંચ લેન્સ છે તથા બે વધારાના કટ-આઉટ્સ સાથે આવશે જેમાં એક એલઇડી ફ્લેશ માટે અને અન્ય પ્રોક્સિમિટી સેન્સર માટે છે. ઝીસે કેમેરા ઝૂમ સિસ્ટમનું પેટન્ટ કર્યું.

nokia

આ સ્માર્ટફોનમાં 2 કેમેરા 12 મેગાપિક્સલના હશે, 2 કેમેરા 16-16 મેગાપિક્સલના હશે, જ્યારે પાંચમો કેમેરા 8 મેગાપિક્સલનો હશે. Nokia9 PureView ની પાછળ આપેલા સેટઅલમાં LED ફ્લેશ અને IR સેન્સર અથવા લેઝર ઓટોફોકસ પણ થઈ શકે છે. Nokia9 PureView કેમેરાને પેન્ટા કેમેરા સેટઅપ માં રાખવામાં આવેલ છે.

nokia1

આ સ્માર્ટફોનના ફ્રન્ટમાં 12 M Pનો કેમેરા હશે. નોકિયાના આ સ્માર્ટફોન અંગે અત્યાર સુધી ઘણી લીક્સ સામે આવી ચૂકી છે અને તેમાં Nokia9 PureView ની ડિઝાઈનનો ખુલાસો કરવામાં આવ્યો છે. Nokia9 PureView ની ડિસ્પ્લેમાં જ fingerprint અનલોક આપવામાં આવ્યું છે

nokia 9 10

Nokia9 PureView માં 6-ઇંચની QHD + 18: 9 ડિસ્પ્લે, સ્નેપડ્રેગન 845 પ્રોસેસર, 6 જીબી રેમ, 128 જીબી ઇન્ટરનલ મેમરી, એન્ડ્રોઇડ 9.0 પાઇ અને 4150 એમએએચ બેટરી આપવામાં આવેલ છે. તે પાણી અને ધૂળના પ્રતિરોધક હશે પરંતુ પરંપરાગત 3.5 એમએમ હેડફોન જેકનો આપવા માં આવેલ નથી.કસ્ટમર્સને લોભાવવા માટે HDM ગ્લોબલ નેક્સ્ટ જનરેશન સ્નેપડ્રેગન 855 SoC પ્રોસેસરનો પણ ઉપયોગ કરી શકે તેવું લાગી રહ્યુ છે

Nokia9 PureView કોડ નામ – ‘ઓલમ્પિક’ રાખેલું છે. કિંમતની વાત કરીએ Nokia9 PureView ની પ્રાઈઝ આશરે 50,600 રૂપિયા કે તેથી વધુ હોઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.