જે વ્યકિત-રાષ્ટ્ર પોતાના પડકારો પારખવામાં થાપ ખાય તેનું અસ્તિત્વ સમાપ્ત થાય: સ્વામી ધર્મબંધુજી
પ્રાંસલા ખાતે યોજાયેલી રાષ્ટ્રકથા શિબિરમાં વિવિધ ૨૩ રાજયોના બાળકો ભાગ લઈ રહ્યા છે ત્યારે દેશભરના ખ્યાતનામ વ્યકિતઓની હાજરીથી વિદ્યાર્થીઓને શિબિરમાં તેમના અનુભવોથી શિખવાનો અવસર મળ્યો છે. શિબિરમાં આજે સાતમાં દિવસે મોટીવેશનલ સ્પીકર રીઝવાન આડતીયા, ઝારખંડના ધારાસભ્ય મનોજકુમાર યાદવ, રાજયસભાના ડેપ્યુટી ચેરમેન હરીવંશજી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે.
સ્વામી ધર્મબંધુજી દ્વારા રાષ્ટ્રના ભાવિ નાગરીકોમાં રાષ્ટ્રીયતાના સંસ્કાર સિંચીત કરતી ૨૧મી રાષ્ટ્રકથા શિબીર આજે સાતમા દિવસમાં પ્રવેશી હતી. છઠ્ઠા દિવસે પ્રવચન સત્રમાં સંબોધીત કરવા ભારત સરકારના શહેરી વિકાસ વિભાગના કેન્દ્રીય સચિવ તેમજ ભારતમાં પ્રવર્તમાન ૧૦ મેટ્રો પ્રોજેકટના અધ્યક્ષ દુર્ગાશંકર મિશ્રશ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ જણાવ્યું હતુ કે, વિશ્ર્વની સૌથી પ્રાચીનસભ્યતા અને સૌથી ભૂતકાળના સમૃધ્ધ રાષ્ટ્રમાં ભારતની ગણના થાય છે.
હવે આપણા સ્વાતંત્ર્યની ૭૫મી વષગાંઠ જયારે વર્ષ ૨૦૨૨મા ઉજવીશું ત્યાં સુધી પુન: ભારતને એવું વિકસીત કરવા ભારત સરકારે વ્યાપક આયોજન થયું છે. જેમકે સ્વચ્છ ભારત અભિયાન ૫૦૦ શહેરોમાં સ્વચ્છ પાણી ઘરઘર સુધી પહોચાડવું ૧૦૦ સ્માર્ટ સીટી બનાવવા કે જયા માણસ, ચીજ વસ્તુઓનો ઉત્કૃષ્ટ ઉપયોગ થાય.
આવી જ રીતે શહેરી વસ્તીને પરિવહન માટે છેલ્લા દોઢ દાયકામાં ૫૪૦ કિલોમીટરની મેટ્રોરેલવે શરૂ કરાઈ છે. વધુ ૬૫૦ કિલોમીટર મેટ્રો રેલવેના કામ નિર્માણાધીન છે.
સ્વામી ધર્મબંધુજીએ તેમના પ્રેરક પ્રવચનમાં જે વ્યકિત અને રાષ્ટ્ર તેની સામેના સાંપ્રત પડકારોને પારખવામાં અને તેનો સામનો કરવામાં થાપ ખાય છે. તેનું અસ્તિત્વ સમાપ્ત થઈ જાય છે. જેના ઉદાહરણ છે. ગ્રીસ, ઈજીપ્ત, પર્શિયન, રોમન સંસ્કૃતિવળી, ઈતિહાસનું અજ્ઞાન પણ તેને પૂન: તેનો બોધપાઠ લેવાની ફરજ પાડે છે.
આ તબકકે તેમણે રાષ્ટ્ર આઝાદ થયા વેળાના સરેરાશ આયુષ્ય, શિક્ષણની સુવિધા, રાષ્ટ્રીય પેદાશ, કૃષિ ઉત્પાદન, વૈજ્ઞાનિક સંશોધનો વગેરેની તુલનાત્મક આંકડાકીય માહિતી આપીને એ સમજાવવાનો પ્રયાસ કર્યો કે ભારત દેશમાં અનેક વિટંબણાઓ હોવા છતાં આપણે ધીમી પરંતુ મકકમ પ્રગતિ કરીને આ મુકામે પહોચ્યા છીએ.
નેવીના કોમોડર રઘુરામએ પ્રેરણાદાયી સંબોધન કરતા સફળતાનો પોતાના દ્વારા અમી પાંચ સુત્રી કાર્યક્રમ અપનાવવા અનુરોધ કર્યો હતો. ૧. કોશિષ તો કર હો જાયેગા. જિંદગીમાં કયારેય હારના માનો રોજ પોતાને પ્રત્યેક પરિસ્થિતિમાં કહો કોશિષતો કર, ૨. પોતાના કાર્યમાં ગતિ અને એકયુરમીનુંબેલેન્સ રાખવું, ૩. રોજ રાત્રે સુતાપહેલા પોતાનો આજનો દિવસ પોતાના જીવન લક્ષ્યાંકની તરફ કેવો રહ્યો તેનું સ્વ મૂલ્યાંકન કરવું. ૪. જીવનમાં એકાદ રોલ મોડેલ હોવો જોઈએ જે. તમને હંમેશા પ્રેરતા રહે. ઘણી વખતે એકથી વધુ બાબતોમાં વિવિધ રોલ મોડેલ હોઈ શકે અને ૫. સફળતા પામવા માટે જ્ઞાન પર્યાપ્ત નથી તે માટે તમારામાં ડહાપણ વિવેક પણ હોવો જોઈએ.
આજે ગુજરાત મેટ્રો કોર્પોરેશનનાં અધ્યક્ષ આઈ. પી. ગૌતમ રાજકોટ મ્યુનિ. કમિશ્નર બંછાનીધી પાની, પૂર્વ જનરલ રણધીરકુમાર મહેતા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
તમામ ક્રાંતિકારી દેશના ઘરેણા: હરિવંશજી
રાજયસભા ડેપ્યુટી ચેરમેન હરિવંશજીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સ્વામી ધર્મબંધુજી મારા પરમ મિત્ર છે. ધર્મબંધુજીએ રાષ્ટ્રકથા શિબિરની જે પરંપરા રાખી છે તે ખરેખર અદ્ભૂત છે. સારા કર્મ કરનારા સાથે હંમેશા ભગવાન રહે છે. દુનિયામાં જો ટકી રહેવું હોય તો ગાંધીજીના માર્ગે આગળ વધવું જોઈએ. આપણા સરદાર વલ્લભભાઈ પટેલે પણ દેશને ગૌરવ અપાવ્યું હતું. રાષ્ટ્રકથા શિબિરમાં ઘણું શિખવા મળે છે. તમામ ક્રાંતિકારી દેશના ઘરેણા છે, આ પ્રકારના વાતાવરણથી ઉજ્જવળ ચરિત્રનું નિર્માણ થાય છે. સરકારી શાળાના ધો.૯ના બાળકોને ભારતની રાજધાનીની ખબર નથી. જયારે શિક્ષણ માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે. સામાન્ય અસફળતાથી ભગરાતા લોકો કયારેય સફળતાના શિખર સર કરી શકતા નથી. શિબિરમાં કુલ ૨૩ રાજયોથી આવેલા બાળકો ભેગા થયા છે. હું માનું છું કે ભારત વિકાસના પંથ પર અગ્રેસર થઈ રહ્યું છે.
પરસેવાથી ન્હાવાવાળા લોકો સફળ થાય છે: મનોજકુમાર યાદવ
ઝારખંડના ધારાસભ્ય મનોજકુમાર યાદવે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ શિબિરનો ભાગ બનવાનો મને ગૌરવ છે. હાલ હું સામાજીક કાર્યકર તરીકેની ભૂમિકા નિભાવું છું, શિબિરમાં આવતા વિશ્ર્વાન લોકોના અનુભવથી શિખવાની તકો મળે છે. રાજનીતિમાં લોકો બદનામીનો ભોગ બને છે છતાં રાજનીતિ વિના ચાલતું નથી. સારા કામ કરવાથી પ્રગતિ અને સન્માન મળે છે. જીવન એક યજ્ઞ છે જેમાં સારી આહુતિ દેવાથી જીંદગી સફળ બને છે. સફળતા માટે ધૈર્યવાન બનવું પડે છે. પરસેવાથી ન્હાવાવાળા લોકોને જ સફળતા મળવી જોઈએ. દેશની આઝાદી માટે શહિદ થયેલા ક્રાંતિકારીઓના બલિદાનને હું વંદન કરું છું. યોગના માધ્યમથી બાળકોની સ્વસ્થ રહેવાની ટેવ પાડવી જોઈએ. આજના બાળકોને ટાઈમ મેનેજમેન્ટ શીખવવું પણ જરૂરી છે. જેવી રીતે સમાજે આપણે ઘણું બધુ આપ્યું છે તેમ આપણું પણ કર્તવ્ય છે કે આપણે સમાજ માટે સારૂ કામ કરવું જોઈએ.
આત્માનો ખોરાક મેડિટેશન રિઝવાન આડતીયા
રિઝવાન આડતીયાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ ૩૨ વર્ષથી આફ્રિકામાં રહે છે પરંતુ હૃદય તો ભારતમાં જ છે. જીવનમાં ત્રણ મહત્વના પહેલુ હોય છે જેની પરખ હોવી ખૂબજ જરૂરી હોય છે. પહેલુ યોગ જેનાથી શરીરને તંદુરસ્તી મળે છે, બીજુ આત્મ વિશ્ર્વાસ. આપણે પોતાની જાતને સમય આપતા નથી જેને કારણે જીવનમાં કેટલીક ગુંચવણો આપણે જાતે જ બનાવીએ છીએ. મારો જન્મ પણ ગરીબ પરિવારમાં થયો હતો. પણ હકારાત્મક અભિગમ અને સતત મહેનતથી મેં મારા સપના પરિપૂર્ણ કર્યા. ઈશ્ર્વરે તમામને આવડતો આપી છે. માટે તેનો સદ્ઉપયોગ કરવો જોઈએ. શરીર તો ઠીક છે પણ આત્માનો ખોરાક મેડિટેશન છે. ધનની સાથે ધર્મ પણ કમાવવું જરૂરી છે. જેના માટે પોતાના વિચારો વિકસાવવા જરૂરી છે. માણસે ઈમાનદારી ગુમાવી કયારેય કોમ્પ્રોમાઈઝ કરવું જોઈએ નહીં.