રાજય પંચાયત વિભાગના એડિશ્નલ સેક્રેટરી અનિલ પટેલે પાવાગઢ, રામેશ્ર્વર, બહુચરાજી, શબરીધામ અને દ્વારકા સહિતના ધાર્મિક સ્થળોના વિકાસ માટે ભ્રષ્ટાચાર કર્યાની ઓડિયો કલીપ વાયરલ
ગુજરાત સરકારે શુક્રવારે ધાર્મિક યાત્રાધામોના અટકેલા વિકાસના કામોને વેગ આપવા તેમજ વચેટીયાઓની ગંદકી દૂર કરવા વિજીલન્સ કમિશનરને તપાસ કરવાના આદેશો આપ્યા છે. એક સરકારી અધિકારીની લાંચ લેવા અંગેની ઓડિયો કલીપ સામે આવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તેને સસ્પેન્ડ કરવાના આદેશો આપ્યા હતા.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના અટકેલા કામો, મહત્વપૂર્ણ નિર્ણયો અને વિકાસના કાર્યોની ગુંચવણ દૂર કરવા વિજીલન્સ કમિશનને કમાન સોંપવામાં આવી છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ અને વરિષ્ઠ સરકારી અધિકારી વચ્ચેની વાતચીતની ઓડિયો કલીપમાં ખુલાસો થતાં આ કલીપ વાયરલ થઈ હતી. આ કલીપમાં રાજય પંચાયત વિભાગના સેક્રેટરી અનિલ પટેલે સ્વીકાર્યું હતું કે, જયારે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં તેની પોસ્ટીંગ કરવામાં આવી હતી ત્યારે તેમણે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યો હતો.
પટેલે આ ઉપરાંત કહ્યું
હતું કે, પાવાગઢ,
રામેશ્ર્વર, બહુચરાજી, શબરીધામ
અને દ્વારકાધામ જેવા પવિત્ર સ્થળોના વિકાસકામોમાં તેણે મોટો હાથ માર્યો હતો.
માટે મુખ્યમંત્રીએ વિજીલન્સ કમિશનને તમામ કાર્યોની માહિતી એકઠી કરવાના
આદેશો આપ્યા છે. આ ઉપરાંત લાંચ લેનારા અધિકારીઓ ઉપર પણ બાજ નજર
રાખવા સરકારે કમરકસી છે.