રાજયની એક પણ મહાપાલિકામાં ચાર વર્ષ સુધી ઈન્ચાર્જ ટીપીઓએ ફરજ બજાવી નથી: જનરલ બોર્ડ મિટિંગમાં કોર્પોરેટર અતુલ રાજાણીએ પુછેલા પ્રશ્નોના જવાબ
રાજકોટ મહાનગરપાલીકામાં ટાઉન પ્લાનીંગ ઓફીસરની વર્ગ ૧ની જગ્યા છેલ્લા ચાર વર્ષથી ઈન્ચાર્જ ઓફીસરના હવાલે હોય તાજેતરમાં મળેલી જનરલ બોર્ડ મીટીંગમાં આ અંગે વિપક્ષના દંડક અને વોર્ડ નં.૩ના કોર્પોરેટર અતુલ રાજાણીએ પ્રશ્નો પુછતા છેલ્લા ૪ વર્ષમાં મહાપાલીકા તંત્રએ ટીપીઓની જગ્યા રેગ્યુલર ચાર્જ ભરવા કોઈ જ કાર્યવાહી નહી કર્યાનો લેખીતમાં શર્મનાર એકરાર કર્યો છે.
વિપક્ષના દંડક અતુલ રાજાણીએ પુછેલા પ્રશ્નોના જવાબમાં તંત્ર વાહકોએ એવો લેખીત એકરાર કર્યો છે કે તા.૩૧થી ટીપીઓ એમ.ડી. સાગઠીયાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. અને છેલ્લા ૪ વર્ષથી તેઓ ઈન્ચાર્જ ટીપીઓ તરીકે કાર્યરત હોવાનું જણાવ્યું છે. જયારે અન્ય પ્રશ્ન રાજકોટમાં જ વર્ષમાં ટીપીઓની ભરતી માટે શું કાર્યવાહી કરાઈ છે? તેવા સવાલમાં જવાબમાં તંત્ર વાહકોએ જણાવ્યું છે કે ‘ટાઉન પ્લાનિંગ ઓફિસરની ખાલી જગ્યા ભરવાની ભરતી કાર્યવાહી આગામી સમયમાં હાથ ધરાશે’ જેનો ભાવાર્થ સ્પષ્ટ પણે એવો થાય છે કે હાલ સુધી આ સંદર્ભે કોઈ કાર્યવાહી કરાઈ નથી. આ અંગે અતુલ રાજાણીએ મ્યુનિ. કમિશ્નર બંછાનિધિપાનીને પત્ર પાઠવી ઓપ ઈન્ટરવ્યુથી તાત્કાલીક અસરથી ટીપીઓની જગ્યા ભરવા માંગણી કરી છે. હાલમાં નિયમ વિરૂધ્ધ ઈન્ચાર્જ ટીપીઓ પાસે કામગીરી લેવાઈ રહ્યાનો તેમણે આક્ષેપ કર્યો છે.