અગ્રણીઓ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
અખિલ ભારતીય બૌઘ્ધ ધમ્મ સંઘ એન્ડ એજયુકેશન ટ્રસ્ટ રાજકોટ દ્વારા રવિવારના રોજ સવારે ૯ કલાકે મોહનભાઈ સરવૈયા કોમ્યુનિટી હોલ, ૮૦ ફુટ રોડ, અમુલ સર્કલ ખાતે ધો.૧૦ અને ૧૨ના બોર્ડના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાનાર છે.
જેમાં મુખ્ય અતિથિઓ આયુભન્તે દેવાનંદજી મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ ધમ્મ પ્રચારક, કેશવાનંદજી સનાતન સેવા મંડળ દ્વારકા, પી.બી.ગોદિયા આઈપીએસ નિયામક નાગરિક સંરક્ષણ અને કમાન્ડન્ટ જનરલ હોમગાર્ડઝ ગુજરાત રાજય અમદાવાદ, આયુ અનિલ પ્રથમ એડિશનલ ડીરેકટર જનરલઓફ પોલીસ ગુજરાત રાજય, રાજેશભાઈ દાફડા પૂર્વ ડીવાયએસપી, આયુ.કે.એલ. સોલંકી જોઈન્ટ કમિશનર આઈ.આર.એસ. રાજકોટ આયુ.બી.એ.મા‚, મનોજ અગ્રવાલ, ડો.એસ.પી.શર્મા, ડો.દક્ષાબેન જોશી, બલરામ મીણા, એસ.પી.રાજકોટ જીલ્લા, આયુ કરણરાજ વાઘેલા, મોરબી એસ.પી. આયુ.એ.એસ.પરમાર જેલર રાજકોટ, આયુ.પ્રવિણભાઈ મકવાણા-જજ લવાદ કોર્ટ, આયુ.મનિષ દાફડા ઈન્કમટેક્ષ ઓફિસર રાજકોટ, આયુ.સંજયભાઈ કાનજીભાઈ ચાવડા, નરેનભાઈ પ્રિયદર્શી હાજર રહેશે.
કાર્યક્રમના અંતે સ્વરૂચી સમુહ ભોજનનું આયોજન કરાયું છે. કાર્યક્રમમાં અતિથીઓનું સ્વાગત ત્યારબાદ વિદ્યાર્થીઓનો પરીચય-આવકાર, ઉપસ્થિત મહેમાનો દ્વારા વિદ્યાર્થી ભાઈઓ-બહેનોને શૈક્ષણિક હેતુ વિશે પ્રવચન ત્યારબાદ શિલ્ડ-પ્રમાણપત્ર અર્પણવિધિ યોજાશે. સરસ્વતી સન્માન સમારોહને સફળ બનાવવા ગૌતમ ચક્રવર્તી, મકવાણા શાંતાબેન, દેવશીભાઈ દાફડા, લલિતભાઈ ડાંગર, મકવાણા બીજલભાઈ, પંકજ વધેરા, પંકજ રાઠોડ, ભરતભાઈ વાળા, રમેશ ચાવડા, રમેશભાઈ ડૈયા વગેરેએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.