૨૧મી સદીમાં પણ રાજકોટમાં ૧૮મી સદીની ઘટના ઉજાગર
હોસ્પિટલના કર્મચારીઓના આડા–સંબંધોની અફવા કેમ ફેલાવી કહી મહિલાને માર મારી મેલડી માતાજીના મંદિરે ઉકળતા તેલમાં હાથ બોળી સમ ખવડાવ્યા
હડાળાના તાંત્રીકે પૈસાનો વરસાદ વરસાવાના બહાને રૂ.૯૦ હજારની છેતરપીંડી કર્યાના આક્ષેપ
વિજ્ઞાનના યુગમાં પણ લોકો અંશ્રધ્ધા અને તાંત્રીત વિધીમાં માનતા હોય તેવો એક કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં મોરબી રોડ પર રહેતા અને સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ચાર વર્ષથી સિકયુરીટીની નોકરી કરતી મહિલા પર ખોટા આક્ષેપો કરી ‘તારે સતના પારખા’ કરવા પડશે તેમ કહી તાંત્રીક વીધીના બાને મહિલાને મારમારી ગરમ તેલમાં હાથ દુબાડી કોઈને કહીશ તો નોકરીમાંથી કઢાવી મુકીશુ તેવી ધમકી આપવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં મોરબી રોડ પર રહેતા અને સીવીલ હોસ્પિટલમાં સિકયુરીટી ગાર્ડની ફરજ બજાવતા શારદાબેન હરીભાઈ થારૂ નામની મહિલા પર ગત તા.૧૩ના રોજ સાંજે સીવીલના ઝનાના વિભાગમાં પટ્ટાવાળાની ફરજ બજાવતા રૂકસાનાબેન, ઓકિસજન પ્લાન્ટવાળા નિલેષભાઈ તથા લાખાભાઈ તેમનો દિકરો સંજય સહિત સાત શખ્સોએ ધાકધમકી આપી તાંત્રીક વીધી કરાવા માટે સીવીલ હોસ્પિટલમાં કે.ટી. ચિલ્ડ્રન સામે આવેલ મેલડી માતાના મંદિર લઈ જઈ મારમારી ગરમ તેલના તાવડામાં હાથ ડુબાડયા હતા ઉપરાંત આ ઘટના વિશે કોઈને કહેશે તો નોકરી જશે તેવી ધમકી આપવાની ઘટના પ્રધ્યુમનનગર પોલીસ મથકમાં નોંધાઈ છે.
ઘટનાની પ્રાથમિક જાણકારી મુજબ તાંત્રીક વિધીના બહાને સીવીલ હોસ્પિટલમાં સિકયુરીટી ગાર્ડની ફરજ બજાવતા શારદાબેન સાથે ૧ લાખ દસ હજારની છેતરપીંડી કરી મારમાર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. સીવીલ હોસ્પિટલમાં ઓકિસજન પ્લાન્ટમાં નોકરી કરતા લાખાભાઈના પુત્રના પાંચમા મહિનામાં લગ્ન હોય જેના માટે લાખાભાઈએ શારદાબેન પાસેથી રૂ.૨૦ હજાર ઉછીના લીધા હતા. ત્યારબાદ પૈસા પરત ન આપતા શારદાબેને ઉઘરાણી કરતા લાખાભાઈએ પોતાના હડાળા ગામે લઈ જઈ ઘનશ્યામભાઈ નામના શખ્સને તાંત્રીક વીધી આવડે છે. જેના દ્વારા તે પૈસાનો વરસાદ કરશે.તેવી વાત સાથે લાખાભાઈ રૂકશાનાબેનને હડાળા લઈ ગયા હતા જયાં ઘનશ્યામભાઈએ તાંત્રીક વીધી કરી ઘઉં ભરવાની પતરાની પેટી તાડુ મારી આપી સવા મહિના પછી ખોલવાનું કહી પેટી પૈસાથી ભરાઈ જવાની ખાતરી આપી હતી.
જે વાતને બે મહિના થયા પછી પણ કોઈ મેળ ન પડતા શારદાબેને લાખાભાઈ પાસે ફરી ઉઘરાણી કરી હતી ત્યારે લાખાભાઈએ શારદાબેનની ઉઘરાણીથી છટકવા ઓકિસજન પ્લાન્ટના નિલેષભાઈ અને રૂકસાનાબેન વચ્ચે આડા સંબંધ હોય તેવી અફવા શારદાબેન ફેલાવે છે. તેવા આક્ષેપો કર્યા હતા વાતની જાણ થતા રૂકસાનાબેન અને શારદાબેન વચ્ચે બોલાચાલી થતા શારદાબેનને ‘સતના પારખા’ કરવા માટે સીવીલ હોસ્પિટલમાં આવેલા મેલડી માતાજીના મંદિરે લઈ જઈ ગરમ તેલના તાવડામાં હાથ ડુબાડવા કહ્યું હતુ શારદાબેને એકવાર હાથ બોળ્યા બાદ ફરી બોળવાની ના પાડતા લાખાભાઈ તેમના પુત્ર સંજય તેની પત્ની સહિતના સાત શખ્સોએ મારમારી ફરી તેલમાં હાથ બોળ્યા હતા.
વિજ્ઞાનના યુગમાં પણ તાંત્રીક વિધીમાં વિશ્વાસ રાખી શારદાબેનને હડાળા ઘનશ્યામભાઈ પાસે લઈ જઈ ૯૦ હજાર જેટલી રકમ કટકે કટકે પડાવી સતના પારખા કરવાના બહાને ગરમ તેલમાં હાથ બોળાવી કોઈને કહીશ તો નોકરી જશે તેવી ધાક ધમકી આપતા ગભરાયેલા શારદાબેને સીવીલ હોસ્પિટલમાં સિકયુરીટી ઈન્ચાર્જને જાણ કરી તમામ ઘટના સામે આવી હતી. શારદાબેને સાત શખ્સો સામે પ્ર.નગર પોલીસ મથકમાં અરજી દાખલ કરી છે.