મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રથમવાર ટ્વિટર પર વ્યકિતગત પ્રહારો કર્યા: ઉત્તરપ્રદેશમાં હારને પચાવી ન શકતા અખિલેશ મન ફાવે તેવા નિવેદનો કરી રહ્યા છે: રૂપાણી
સામાન્ય રીતે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ કરતા નથી પરંતુ ગઈકાલે ઉતરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી તેમજ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે જવાનોની શહિદી બાબતે સવાલો ઉભા કર્યા હતા. અખિલેશે ટવીટ કર્યું હતું કે, યુ.પી., મધ્યપ્રદેશ, દક્ષિણ ગુજરાત સહિતના રાજયોના જવાનો શહિદ થયા હોવાના બનાવો બને છે પરંતુ ગુજરાતના જવાનો શહીદ થયા હોય તેવા બનાવો કેમ સામે આવતા નથી. સરહદ ઉપર કપરી પરિસ્થિતિમાં ફરજ બજાવતા જવાનો માટે દેશ જ સર્વસ્વ હોય છે તેવો કયાં રાજયમાંથી આવે છે તેવી વિચારધારા અપનાવવામાં આવતી નથી પરંતુ આવા અમુક રાજકારણીઓ જવાનોની શહિદી ઉપર પણ રાજકીય રોટલા શેકવાનું મુકતા નથી. અખિલેશના આ ટવીટ ઉપર ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ પ્રથમ વખત ટવીટરનો ઉપયોગ કરતા અખિલેશને જડબાતોડ જવાબ આપ્યો હતો કે ગુજરાત માટે અખિલેશના આવા નિવેદનો ઉતરપ્રદેશની ચુંટણીમાં હારના કારણે બહાર આવી રહ્યા છે. અખિલેશ યાદવ ભાજપ સામેની હાર પચાવી શકી ન હોવાથી હવે શહિદો બાબતે પણ ગુજરાત ઉપર આંગળી ચીંધી રહ્યા છે. વધુમાં વિજયભાઈએ એમ પણ કહ્યું હતું કે, આ અગાઉ પણ અખિલેશ યાદવે ઘુડખર બાબતે ગુજરાતીઓની મશ્કરી કરતા ગુજરાતના લોકોને દુ:ખ પહોંચ્યું હતું ત્યારે અખિલેશે આવા નિવેદનો કરતા પહેલા બે વખત વિચારવું જોઈએ. વધુમાં કોંગ્રેસ ઉપર પ્રહારો કરતા કહ્યું હતું કે, સાથી પક્ષો શહિદો ઉપર રાજકારણ ખેલી રહ્યા છે ત્યારે કોંગ્રેસ આ બાબતે શું પ્રતિક્રિયા આપશે તે જોવાનું રહ્યું.
રાજયના કલેકટરો સાથે સીધા સંપર્કમાં રહેશે સીએમ
સી.એમ. ડેસ્કબોર્ડ દ્વારા લોકોના પ્રશ્ર્નોનો તાકીદે નિકાલ કરવા ગુજરાત સરકારની કવાયતગુજરાતમાં વિજયભાઈ ‚પાણી મુખ્યમંત્રી બન્યા બાદ એક પછી એક મહત્વનો નિર્ણયો કર્યા છે અને લોકોના પ્રશ્ર્નો તાકીદે ઉકેલાય તે માટેના તમામ પ્રયાસો કરવા તંત્રને સજ્જ કરવામાં આવ્યું છે. આવો જ વધુ એક નિર્ણય લેતા મુખ્યમંત્રી ‚પાણીએ જાહેર કર્યું છે કે રાજયના તમામ કલેકટરો સાથે લોકોના પ્રશ્ર્નો બાબતે સીધી વાતચીત કરવા માટે સી.એમ. ડેસ્કબોર્ડ શ‚ કરવામાં આવશે. જેમાં કલેકટરો પાસેથી રોજેરોજની કામગીરીનો રીપોર્ટ લેવામાં આવશે તેમજ લોકોના પ્રશ્ર્નો ઉકેલવા માટેના તમામ પ્રયાસો થશે. આ ઉપરાંત સીએમ ડેસ્કબોર્ડ દ્વારા કલેકટર સાથે સમયાંતરે વિડીયો કોન્ફરન્સ પણ કરવામાં આવશે. તેથી તંત્ર અને શાસકો વચ્ચેનો સંપર્કનો સેતુ મજબુત બને તેમજ બને તેટલી ઝડપથી લોકોને લગતા પ્રશ્ર્નોનું નિરાકરણ આવે. ગાંધીનગરમાં કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીઓની એક સંયુકત બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં વિવિધ બાબતોએ ચર્ચા-વિચારણા થઈ હતી તેમજ શાસનને વધુને વધુ ઉપયોગી બનાવવું અને લોકો સાથે સીધા સંપર્કમાં કઈ રીતે રહેવું તે બાબતે પણ મહત્વની વાતચીતો કરવામાં આવી હતી. આ ઉપરાંત કોઇપણ પ્રશ્ર્નનો તાકીદે નિકાલ કરવા બાબતે પણ મહત્વના મુદાઓને આવરી લેવામાં આવ્યા હતા.