ભૂટાનના પ્રધાન મંત્રી ડો. લોટે ટીશેરિંગ પોતાના ત્રણ દિવસના રાજકીય પ્રવસે ગુરુવારે ભારત પોહચ્ય હતા.આ પ્રવાસ દરમિયાન નરેન્દ્ર મોદી સાથે હિમાલય રાષ્ટ્રના પંચવર્ષીય વિકાસ યોજના સહિત અન્ય મુદાપર વાતચિત કરશે.ગ્યાં મહિને પોતાનો કાર્યભાર સંભાળ્યા બાદ ડો. લોટે ટીશેરિંગની પહેલી વખત ભારત આવ્યા છે.
ઉતાર પ્રદેશ રાજ્યના નાણાંમંત્રી શિવ પ્રતાપ શુક્લાએ તેમનું એરપોર્ટ પર સ્વાગત કર્યું.શુક્રવારે તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવશે.અને પછી પ્રધાન મંત્રી મોદી સાથે વાતચિત કરશે. વિદેશ મંત્રાલય પહેલા કહ્યું કે બન્ને પક્ષો વચ્ચે દ્રીપક્ષી સંબંધોના બધા પાસાંઓ પર ચર્ચા કરશે. જેમાં લોકો આર્થિક, વિકાસ અને જળ વિદ્યુત સહયોગનો સમાવેશ છે.