વરીષ્ઠ સંતો-મહંતોની ઉપસ્થિતિમાં સમાધિ બાદ નવા મહંતપદે ભીમબાપુની ચાદરવીધી
ગીરીમાળાના જમીપલસા દાતાર એટલે કે ઉપલા દાતારના મહંત જેઓ છેલ્લા ૨૯ વર્ષથી ઉપલા દાતારમાં રહી સેવા, પુજા ધ્યાન ધરમથી સેવાની ધુણી ધખાવી હતી. ૧૯૯૧માં પટેલબાપુ બ્રહ્મલીન થયા બાદ પૂર્વાશ્રમમાં વિઠલભાઈ અકબરી નામ ધરાવનાર સંત વિઠલબાપુની મહંતપણે ગોપાલાનંદજીબાપુએ ચાદરવિધિ કરી હતી. ૨૭ વર્ષ જેવો અઢી દાયકાથી પણ વધુ સમય સુધી તેમણે ગીરીમાળામાં ભજન, ભોજન અને પરંપરા સાથે સેવાની આલેક જગાવી હતી.આ અંગે વિસ્તૃત વિગત અનુસાર ઉપલા દાતારના મહંત વિઠ્ઠલબાપુનું બપોરે ૧૨:૪૫ વાગ્યે ઉપલા દાતારની જગ્યા ખાતે જ નિધન થયું હતું. તેઓ છેલ્લા કેટલાક સમયથી ફેફસાની બીમારીથી પીડાતા હતા. વિઠલબાપુના નિધનના સમાચાર મળતા જ તેમના સેવકોમાં વાયુવેગે સમાચારો ફેલાઈ ગયા હતા અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દાતારની જગ્યા ખાતે ઉમટી પડયા હતા. બનાવની જાણ થતા ગિરનારના વરીષ્ઠ સંતો-મહંતો શેરનાથબાપુ, મોટા પીરબાવા, તનસુખગીરીજી, મહાદેવગીરીજી કમંડલકુંડના મહંત મુકતાનંદગીરીજી, બટુકબાપુ સહિતના ઉપલા દાતારની જગ્યાએ પહોંચી ગયા હતા.તમામ સંતોએ બેઠક યોજી જગ્યાના નવા મહંત તરીકે વિઠલબાપુની સાથે જ વર્ષોથી લઘુમહંત તરીકે સેવા આપતા ભીમબાપુનીગુરુ શિષ્ય પરંપરા મુજબ ચાદરવિધિ કરી હતી. સાથોસાથ મશાલચી પદે કિશોર બાપુ અને ડેમ પાસે પટેલબાપુ આશ્રમના વહિવટદાર પદે મુન્નાબાૃપી નિમણુક પણ કરી હતી. સંતોએ તમામને તિલક કરી વિધિ સંપન્ન કરી હતી. બાદમાં સાંજે ૬ વાગ્યે વિઠલબાપુની પાર્થીવ દેહને તેમના ગુરુ પટેલબાપુની સમાધિની બાજુમાં જ સમાધી આપવામાં આવી હતી.