ગીર-ગઢડા ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં આંગણવાડીના લાભાર્થી બાળકોના વાલીગણનો મુખ્યમંત્રી સાથે સીધો સંવાદ: બીજ નિગમના ચેરમેનની પ્રેરક હાજરી

ગીર ગઢડા ખાતે આજે ગીર સોમના જિલ્લાના શિક્ષણ અને મહિલા બાળ વિકાસ વિભાગના રૂ. ૭૫૭ લાખના વિવિધ પ્રોજેકટોનું રાજય બિજ નિગમના ચેરમેન રાજસીભાઇ જોટવા, જિલ્લા પંચાયતના પ્રમુખ રૈયાબેન જાલોંધરા, ઉપ પ્રમુખ બાબુભાઇ વાઘેલા, જિલ્લા વિકાસ અધિકારી ધર્મેન્દ્રસિંહ રહેવર સહિત અન્ય મહાનુભાવોની ઉપસ્તિમાં  લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ.

રાજય સરકારને એક વર્ષ પૂર્ણ થવા સાથે આજે ભારત રત્ન અટલ બિહારી વાજપાઇના જન્મ દિવસ ગુડ ગવર્ન્નસ ડે ની ઉજવણી નિમિત્તે ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ  સમગ્ર રાજયમાં કુલ રૂા. ૬૬૦ કરોડના શિક્ષણ અને મહિલા બાળ વિકાસ વિભાગના વિવિધ પ્રોજેકટોનું ઈ- લોકાર્પણ/ખાતમુહૂર્ત કર્યુ હતુ. આ કાર્યક્રમના ભાગરૂપે ગીર ગઢડા ખાતે આયોજીત કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ટેકનોલોજીના માધ્યમી આંગણવાડીના લાભાર્થી બાળકના માતા નિરાલીબેન ગૌસ્વામી અને અપેક્ષાબેન વાઢેર સાથે સીધો સંવાદ સાધી આંગણવાડીમાં બાળકોને મળતી સવલતો પોષણયુકત નાસ્તા તેમજ બાળકોની લેવાતી કાળજી સહિતની બાબતો અંગે તલસ્પર્શી વિગતો મેળવી હતી.

gir gadhda function 1

ગીર સોમના જિલ્લામાં આજે યેલ લોકાર્પણમાં રૂ. ૧૯૨ લાખના ખર્ચે શાળાના ૨૨ વર્ગખંડો તેમજ રૂ. ૪૫૩ લાખના ખર્ચે નિર્માણ નાર શાળાના ૫૨ ગવર્ગખંડ અને રૂ. ૧૧૨  લાખના ખર્ચે નિર્માણ તાર ૧૮ આંગણવાડીનું ખાતમુહર્ત કરવામાં આવ્યુ હતુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.