ન્યારી ડેમની હાઈટ વધારવા, એકસપ્રેસ ફિડર લાઈન, ભગવતીપરા ઓવરબ્રિજ અને પીપીપી આવાસ યોજનાનું લોકાર્પણ: સીસીટીવી કેમેરા, ગાંધી મ્યુઝીયમ, સ્માર્ટ ઘર સહિતના પ્રોજેકટનું ખાતમુહૂર્ત કરાશે: આજીને નર્મદાના નીરી ભરી દેવાની યોજનાનું પણ લોકાર્પણ વાની સંભાવના
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતા મહિને ‚ા.૩૫૦ કરોડના અલગ અલગ પ્રોજેકટસનું લોકાર્પણ તા ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આમંત્રણ પાઠવવામાં આવશે તેમ મેયર ડો.જૈમન ઉપાધ્યાયે પત્રકારો સો વાતચીત કરતા જણાવ્યું હતું.
તેઓએ ઉમેર્યું હતું કે, જૂન માસમાં મહાપાલિકામાં અલગ અલગ મોટા પ્રોજેકટસનું લોકાર્પણ અને ખાતમુહૂર્તની મૌસમ ખીલશે જેમાં ‚ા.૩૩ કરોડના ખર્ચે મોરબી રોડ ફાટક પાસે ભગવતીપરા વિસ્તારમાં બનાવવામાં આવેલા ઓવરબ્રિજ, ‚ા.૨૪.૯૧ કરોડના ખર્ચે તૈયાર યેલી એકસપ્રેસ ફિડર લાઈન અને ‚ા.૪૩ કરોડના ખર્ચે ન્યારી ડેમની ઉંચાઈ વધારવાના પ્રોજેકટનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પીપીપી કેટેગરીમાં ભારતનગર વિસ્તારમાં ૨૫ કરોડના ખર્ચે બનેલા ૧૦૦ મકાનોનું લોકાર્પણ કરવામાં આવશે.
આ ઉપરાંત ‚ા.૩૦ કરોડના ખર્ચે શહેરના રાજમાર્ગો પર મુકવામાં આવનાર સીસીટીવી કેમેરા પ્રોજેકટ, આલ્ફ્રેડ હાઈસ્કુલ ખાતે ‚ા.૧૫ કરોડના ખર્ચે બનનાર ગાંધી મ્યુઝીયમ પ્રોજેકટ તા ભગવતીપરા અને સોરઠીયાવાડીમાં ૧૪૬ કરોડના ખર્ચે બનનારા ૨૬૫૬ મકાનો-સ્માર્ટ ઘરનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. ૧૫ જૂન આસપાસ મહાપાલિકા દ્વારા અલગ અલગ ૩૫૦ કરોડના પ્રોજેકટનું લોકાર્પણ કે ખાતમુહૂર્ત કરાશે.
મેયરે વધુમાં ઉમેર્યું હતું કે, રાજકોટના આજી ડેમને સૌની યોજના અંતર્ગત નર્મદાના નીરી ભરી દેવાની મહત્વકાંક્ષી યોજનાનું કામ હાલ યુદ્ધના ધોરણે ચાલી રહયું છે. જે કામ ૧૦ જૂન આસપાસ પૂર્ણ ઈ જાય તેવી સંભાવના છે. સૌની યોજનાના લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટની મુલાકાતે આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. ત્યારે વડાપ્રધાનને મહાપાલિકાના અલગ અલગ પ્રોજેકટસનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે પણ વિધિવત આમંત્રણ આગામી દિવસોમાં પાઠવવામાં આવશે. જો વડાપ્રધાન ઉપસ્તિ નહીં રહી શકે તો ઉકત તમામ પ્રોજેકટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના હસ્તે કરાવવામાં આવશે.