રેગીંગ કરનારાઓનું કેરીયર ઠપ્પ: શૈક્ષણીક સંસ્થાઓમાં રેગીંગ કરતા વિદ્યાર્થીઓને પ્રવેશથી વંચીત રખાશે
શાળા, હોસ્ટેલ અથવા શૈક્ષણીક સંસ્થાઓમાં કેટલીક વખત સીનીયરો દ્વારા વિદ્યાર્થીઓની રેગીંગ કરવામાં આવતી હોય છે.જેને કારણે વિદ્યાર્થીઓની માનસીક સ્થિતિ બગડવાલાગે છે. અને તેઓ ડિપ્રેશનમાં આવી જતા હોય છે. માટે આ પ્રકારની પ્રવૃત્તિઓને અટકાવવા માટે હાઈકોર્ટે શૈક્ષણીક સંસ્થાઓને સૂચનો આપ્યા છે જો કોઈ વિદ્યાર્થી રેગીંગ કરતા ઝડપાય તો તેને એક પણ શિક્ષણ સંસ્થામાં પ્રવેશ આપવામાં આવશે. નહી કોર્ટે કહ્યું હતુ કે રેગીંગ જેવી વસ્તુઓ આપણી સંસ્કૃતિ ઉપર લાંચન લગાવે છે. જે એક શર્મજનક બાબત છે.
ટેકનોલોજી મેનેજમેન્ટ સંસ્થામાં રેગીંગ કરતી વખતે ૨૫ વિદ્યાર્થીઓને સંસ્થામાંથી એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઘણા રાજયોમાં રેગીંગ જેવી પ્રવૃત્તિઓ ગુનાહીત છે. ગુજરાતમાં પણ રેગીગાને લઈ કાયદો ઘડવામાં આવશે.
૨૫મી સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ શૈક્ષણીક સંસ્થામાના સીસીટીવી ફૂટેજમાં સમગ્ર ઘટના સામે આવી હતી ૨૫ થી વધુ વિદ્યાર્થીએ એક નબળા વિદ્યાર્થી ઉપર માનસીક અને શારીરીક દબાણ કરતા કેમેરામાં કેદ થયા હતા. મનોરંજન અને બદલો લેવાની ભાવના માટે કરાતી રેગીંગ જેવી હરકતો હવે ભારે પડશે.