વોડાફોન આઇડિયા લિમિટેડએ બાંગ્લામાં એન્ટરટેઇનમેન્ટ સર્વિસ પ્રોવાઇડર હોઈચોઈ સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. આ ભાગીદારી વોડાફોન આઈડિયા વપરાશકર્તાઓને હોઈચોઈની વિશિષ્ટ ડિજિટલ કન્ટેન્ટનો સારો અનુભવ આપશે. વોડાફોન અને આઇડિયા બંનેના વપરાશકર્તાઓ અનુક્રમે વોડાફોન પ્લે અને આઈડિયા મૂવીઝ અને ટીવી એપ્લિકેશન્સ પર આ કન્ટેન્ટનો આનંદ માણશે.

હોઈચોઈ સાથે વોડાફોન આઇડિયાની ભાગીદારી હેઠળ, ઓરિજનલ કન્ટેન્ટ, ઓરિજિનલ શો અને મૂવીઝ જેવી મૂળ સામગ્રી અને તાજેતરના 30 વાર્ષિક શો અને 12 ઓરિજનલ મૂવીઝની જાહેરાત આગામી એક વર્ષ માટે કરવામાં આવી છે.

આ અવસર પર વોડાફોન આઇડિયાના ચીફ માર્કેટિંગ ઓફિસર, શશી શંકર, જણાવ્યું હતું કે, “અમે હંમેશાં વપરાશકર્તાને  મનોરંજનો બેજોડ અનુભવ પ્રદાન કરવાનો પ્રયાસ કરીએ છીએ અને વપરાશકર્તાને ખૂબ સારો કન્ટેન્ટ મળી રહે તેવું ઈચ્છીએ છીએ. આ ભાગીદારી ગ્રાહકોને શ્રેષ્ઠ સેવાઓ પ્રદાન કરવા માટેની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.આજે સ્થાનિક ભાષાનો કન્ટેન્ટ ઇન્ટરનેટ પર લોકોને આકર્ષિત કરે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.