સભ્યપદથી દુર કરાયા બાદ ૩૦ દિવસ સુધીમાં ઝાલાવડીયા સહકાર વિભાગમાં અપીલ કરી શકશે
બેડી માર્કેટયાર્ડમાં આજે બોર્ડ મીટીંગ મળી હતી. વર્તમાન પદાધિકારીઓની આ અંતિમ બેઠકમાં મગન ઝાલાવડીયાને સભ્યપદેથી હટાવવાનો હુકમ વેચાણે લેવામાં આવ્યો હતો. બેડી માર્કેટ યાર્ડમાં આજે હોદેદારોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૧૯નાં પ્રથમ માસમાં ચેરમેન તેમજ વાઈસ ચેરમેનની મુદત પૂર્ણ થતી હોય, વર્તમાન પદાધિકારીઓની આ અંતિમ બેઠક હતી.
આ બેઠકમાં સરકારે મગન ઝાલાવડીયાને સભ્યપદેથી દુર કરવા માટે કરેલા હુકમને વેચાણે લેવામાં આવ્યો હતો. આ હુકમને વેચાણે લીધા બાદ મગન ઝાલાવડીયાને સભ્યપદેથી દુર કરવાની ઔપચારીક પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. હવે મગન ઝાલાવડીયા આગામી ૩૦ દિવસમાં આ હુકમનો વિરોધ કરવા માટે સહકાર વિભાગમાં અપીલ કરી શકે છે.