મેની ફેસ્ટોમાં ટેલેન્ટ શો, પિંક ઝોન, ફૂડ ઝોન, ગેમ ઝોન સહિતની એક્ટિવીટી ઉપરાંત કલ્ચરલ પ્રોગ્રામોની જમાવટ
શહેરમાં કાલાવડ રોડ ખાતે આવેલી જીનીયસ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ દ્વારા ધો.૧૦-૧૨ના વિદ્યાર્થીઓની અથાગ મહેનતથી ત્રિ-દિવસીય ટ્રેડ મેની ફેસ્ટોનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. જેનું ઉદ્ઘાટન મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સમગ્ર સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
કાર્યક્રમની વિશેષતામાં ટ્રેડ મેની ફેસ્ટોમાં બ્લુ ઝોન એટલે કે, મેન્સ માટેની વસ્તુઓ, પિંક ઝોન એટલે કે, ગર્લ્સ માટેની વસ્તુઓ કે જેમાં ડ્રેસ મટીરીયલ્સ, ટ્રેડીશ્નલ કોટી સહિતની વસ્તુઓનું વેંચાણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ફૂડ ઝોન, ફોન ઝોન, લુક અ’લાઈક, વુમન એસેસરીઝ, મેઈન એસેસરીઝ સહિતના વિવિધ સ્ટોર રાખવામાં આવ્યા છે. ત્રણ દિવસ સુધી ચાલનાર મેની ફેસ્ટો ૨૭, ૨૮, ૨૯ ડિસેમ્બર સુધી રહેશે. સવારે ૧૦ વાગ્યાથી લઈ સાંજના ૮ વાગ્યા સુધી મેની ફેસ્ટોને માણી શકાશે.
કાર્યક્રમમાં ખાસ આકર્ષણમાં કલર યોર સેલ્ફ, ફીયર ફાઈલ્સ, ગેમ ઝોન, લક બાય ચાન્સ, ટેલેન્ટ શો, મ્યુઝિક બેન્ડ શો, કેકો’હોલીક, સહિતના આયોજનો કરવામાં આવ્યા છે.
હોબિસ્ટીક એજયુકેશનની પરિકલ્પના જીનીયસે પૂર્ણ કરી: બંછાનિધિ પાની
બાછાનિધિ પાનીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જીનીયસ સ્કૂલમાં બાળકો માટે ફાઈનાન્સ ટ્રેડ અને જીવનમાં કેવી રીતે તમામ બાબતોનું અનુસરણ કરી શકાય તે આ જીનીયસ સ્કૂલ દ્વારા શીખવવામાં આવે છે. આ મેની ફેસ્ટોનો ઉદ્દેશ જે રીતે જીનીયસ સ્કૂલમાં છે તેવી રીતે અન્ય સ્કૂલોમાં પણ જેમ યોગા શીખવવામાં આવે છે તેવી રીતે ફાયનાન્સની બાબતો, સ્પોર્ટસની બાબતો પણ શીખવવામાં આવે તો એક ઈન્ટીગ્રેટેડ એજયુકેશન અને હોલીસ્ટીક એજયુકેશનની પરિકલ્પના ચરિતાર્થ થઈ શકશે.
વિદ્યાર્થીઓના સ્કીલ ડેવલોપમેન્ટ માટે મેની ફેસ્ટોમાં ઉત્તમ તક: ડી.વી.મહેતા
જીનીયસ સ્કૂલના ચેરમેન ડો.ડી.વી.મહેતાએ જણાવ્યું હતું કે, જીનીયસ સ્કૂલના કોમર્સના વિદ્યાર્થીઓ છેલ્લા ત્રણ વર્ષથી જીનીયસ ટ્રેડ મેની ફેસ્ટોનું આયોજન કરેલ છે. ખાસ કરીને કોમર્સના વિદ્યાર્થીઓ કઈ રીતે બિઝનેસ કરી શકે એમનું એમને પ્રેકટીકલ જ્ઞાન મળે તે માટે વિદ્યાર્થીઓ દ્વારા આયોજન કરવામાં આવે છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, કોમર્સ એ દુનિયાને નિયંત્રીત કરવા માટે છે અને આયોજીત કરવા માટે છે અને આવનારી ભાવી પેઢી એ સારામાં સારા બિઝનેસમેન બને, સારા ઈન્ડસ્ટ્રીયાલીસ બને એ માટેની આ જગ્યા છે.
સ્કૂલનો કેટલો સપોર્ટ વિદ્યાર્થીઓને મળ્યો છે તે પુછતાં તેઓએ જવાબ આપ્યો કે સ્કૂલનો માત્ર ૧૦% જ સપોર્ટ છે. બાકી બધું વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ પોતાની જાતે જ વસ્તુઓ ખરીદે છે. સ્પોન્સરશીપ પણ પોતે જાતે જ લઈને આવે છે અને આ ત્રણ દિવસ માટે તેઓ અગાઉથી ત્રણ મહિનાથી પ્લાનીંગ કરીને રાખે છે અને એમ પણ ગુજરાતીઓનું ડીએનએ જ એવો છે કે તે એક સફળ બિઝનેસમેન બને. વધુમાં ‘હેકા થોન’ વિશે પુછતા તેઓએ જણાવ્યું હતું કે, ‘હેકા થોન’એ સ્કૂલમાં પણ વધુને વધુ જરૂરી છે. જેથી વિદ્યાર્થીઓમાં પહેલી સ્કીલ બહાર આવે અને આજની જનરેશન એ સ્માર્ટ યુગમાં પ્રવેશી છે ત્યારે ઘણી વખત વિદ્યાર્થીઓ આઈડિયા સ્કૂલને પણ કામ આવી જતા હોય છે.
ઈવેન્ટ અને બિઝનેસ એક્ટિવીટી માટે ઉત્સાહ: ધ્રુવ ભોરણીયા
જીનીયસ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થી ધ્રુવ ભોરણીયા વિદ્યાર્થીએ ‘બ્લુ ઝોન’ નામનો સ્ટોલ ટ્રેડ મેની ફેસ્ટોમાં રાખ્યો છે. જેમાં તેઓ ટ્રેક પેન્ટ વગેરેનું વેચાણ કરે છે અને તેઓએ સ્કીલ ડેવલોપ થાય તે માટે આ આયોજન સ્કૂલ દ્વારા કરવામાં આવે છે અને દર વર્ષે તેઓને લોકોનો સારો રિસ્પોન્સ મળે છે અને રાત્રે લોકો એન્ટરટેઈન થાય તે માટે વિદ્યાર્થી દ્વારા કલચરલ ઈવેન્ટ પણ રાખવામાં આવે છે.
લવલી લેડીઝના આકર્ષણનું કેન્દ્ર અમારૂ ‘પિંક ઝોન’: પ્રાપ્તી ધમસાણીયા
જીનીયસ સ્કૂલમાં અગીયારમાં ધોરણમાં ભણતી વિદ્યાર્થીની પ્રાપ્તી ધમસાણીયાએ ટ્રેડ મની ફેસ્ટોમાં તેઓએ ભાગ લીધો છે. જેમાં તેઓના સ્ટોલનું નામ ‘પિંક ઝોન’ રાખ્યું છે. જેમાંત ઓ બહેનોને લઈને અલગ અલગ પહેરવેશની વેરાયટી રાખી છે. જેમાં કુર્તી, ડ્રેસ મટીરીયલ, સાલ અને કોટી રાખી છે. જેથી લેડીઝને માટે આકર્ષણનું કેન્દ્ર બને અને વેંચાણ પણ વધુ થાય. વધુમાં કહ્યું હતું કે, તેઓએ અગાઉથી મહેનત કરી હતી અને આ માટે સ્કૂલનો પણ તેઓને સપોર્ટ મળ્યો હતો તેવું તેમને જણાવ્યું હતું.
માત્ર થિયરી જ નહીં પ્રેકટીકલ નોલેજ પણ મળ્યું: દેવ પરસાણા
જીનીયસ સ્કૂલમાં અગીયાર કોમર્સમાં ભણતો વિદ્યાર્થી દેવ પરસાણાએ ટ્રેડ મેની ફેસ્ટોમાં ‘મોબાઈલ ઝોન’નો સ્ટોલ કર્યો છે. જેમાં તે મોબાઈલને લગતી તમામ એસેસરીઝ જેવી કે મોબાઈલ કવર, મેમરી કાર્ડ રીડર, ચાર્જર વગેરે જેવી અનેક મોબાઈલ એસેસરીઝની વસ્તુઓ રાખી છે. આ મેની ફેસ્ટોથી તેઓને ઘણું બધું બિઝનેસને લગતું પ્રેકટીકલ જ્ઞાન મળે છે અને ઘણું શીખવા પણ મળે છે અને તેઓએ આ ત્રણ દિવસના મેની ફેસ્ટોમાં લોકોને આવવા વિનંતી કરી હતી.