રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ઘંઉની ૪૦૦ થી પ૦૦ મણની આવક
દેશમાં ચાલુ વર્ષે નબળા ચોમાસાના કારણે રવિ સીઝનના મુખ્ય પાક ઘંઉના વાવેતર વિસ્તારમાં ઘટાડો થયો છે. આ ઘટાડો ના કારણે ઘઉના ઉત્પાદનમાં પણ મોટા ઘટાડાની શકયતાઓ છે. ત્યારે રાજકોટના માર્કેટીંગ યાર્ડમાં અત્યારે ૪૦૦ થી પ૦૦ મણની આવક થઇ રહી છે. અને તેના ભાવ ૪૦૦ થી ૪૬૦ રૂપિયા છે. જેમાં આગામી સમયમાં ભારે ઘટાડો થવાની સંભાવના હોય ઘંઉના ભાવોમાં ભારે વધારો થવાની સંભાવના વ્યકત થવા પામીછે.
ઘંઉનું દેશભરમાં ઉત્પાદન ૯૦૦ લાખ ટન અંદર રહી જશે તેવો અંદાજ અગ્રણી વેપારીઓ દર્શાવી રહ્યાં છે.
અબતક સાથેની વાતચીત દરમિયાન દલાલ મંડળના પ્રમુખ અતુલભાઇ કમાણીએ જણાવ્યું હતું કે ઘઉએ સૌરાષ્ટ્રના તમામ યાર્ડોની પ્રથમ જણસી ગણવામાં આવે છે. ઘંઉ વગર કોઇ માર્કેટીંગ યાર્ડો ચાલુ રહેતા નથી. માર્કેટીંગ યાર્ડમાં ઘઉની આવક હોય તેની પાછળ ઘણી આવકો સંકળાયેલા હોય છે. અત્યારની વાત કરવામાં આવે તો ૪૦૦ થી પ૦૦ મણની આવક છે. તથા ૪૦૦ થી ૪૬૦ રૂપિયા સુધીના ભાવ છે. આવતા વર્ષની વાત કરીએ તો વરસાદ ન હોવાને કારણે ખેડુતોને પાણી ન હોય તો ઘઉના વાવેતરમાં ૭૦ થી ૮૦ ટકા સુધીનો ઘટાડો જોવા મળશે. નજીકના ગામડા તથા સિંચાઇના ગામડા ઘઉનું વાવેતર થશે પરંતુ મારા ખ્યાલ મુજબ માર્કેટીંગ યાર્ડમાં ઘઉ ઓછા વેચાણ અર્થે આવશે. વરસાદ સારો હોય અને વાતાવરણ સાનુકુળ હોય તો દરરોજના ૪૦ થી ૫૦ હજાર સુધીના મણની ઘઉનો રાજકોટ માકેટીંગ યાર્ડમાં આવક થતી. તથા દરરોજ ઘઉ વેંચાય જતા પરંતુ આ વર્ષે વાવેતર ઓછું થવાનું કારણ વરસાદ નહિવત છે. અને સિંચાઇનું પાણી ખેડુતોને મળવું જોઇએ તે પણ નથી મળતુ અને પાણી ન હોવાને કારણે ઘઉના વાવેતર ઓછા થાય છે. ઘઉ એક એવી જણસી છે કે જેમાં ખેડુતોને ગત વર્ષે ઘઉ ૩૦૦ થી ૩૪૦ ના ભાવે વેંચાતા વળતર પુરુ ન મળતું હોવાના કારણે ખેડુતો ઘઉ તરફ મોહ ન થતી રામતા અને બીજી જણસી તરફ વળતા હોય છે.
અબતક સાથેની વાતચીત દરમિયાન રમેશભાઇ એ જણાવ્યું હતું કે અત્યારે માકેટીંગ યાર્ડમાં ઘઉની ૪૦૦ થી ૪૫૦ ની આવક છે. વરસાદ ઓછો થવાથી ઉત્પાદન ઓછું છે. તથા ઘઉની શોર્ટે જ વર્તાશે. પરંતુ જીવન જરુરીયાતની વસ્તુ ઘઉ હોવાથી સરકાર પાછલા બે વર્ષનો સ્ટોક રાખે છે. કે લોકો હેરાન ન થાય કોઇ ઘઉની ઘટ્ટ નહી પડે પરંતુ જે સારા ઘઉ આવે છે. તેની ઘટ્ટ પડશે. શ્રીમંત લોકો ઉંચા ભાવે ઘઉની ખરીદી કરશે. પરંતુ સામાન્ય તથા ગરીબ માણસો માટે સરકાર વ્યવસ્થા કરે છે તેથી ઘઉ બજાર વધુ ઉચકાય તેવા પણ સંજોગો નથી. અત્યારે જે ૫૦ થી ૧૦૦ રૂપિયાનો ફેર પડે.
પણ કોઇ ખેડુતને થાપ કે ૭૦૦-૮૦૦ રૂપિયા ર૦ કિલોના થશે. પરંતુ તેવું ન થાય કારણ કે સરકાર બધાનું વિચારતી હોય અને તેને બે વર્ષનો સ્ટોક રાખેલ છે. બે વર્ષ સુધી દુષ્કાળ પડે અને ઘઉનો પાક તો પબ્લિક હેરાન ન થાય કારણ કે ઘઉ જીવન જરુરીયાતની વસ્તુ છે એટલે આવક ઘટશે છતાં પણ સરકાર પુરવઠો પુરો પાડીને ઘઉના ભાવ વધવા નહિ છે. તેથી ખેડુતોને ઓવરઓલ ભાવ નહી મળે તો તેઓ બીજી જણસી વાવા તરફ વળે તેથી ઘઉનું ઉત્પાદન ઓછું થાય.