પ્રાંસલામાં રાષ્ટ્રકથા શિબિરમાં ઈસરોના ચેરમેન ડો.એ.એસ.કિરણકુમારનું નિવેદન
પ્રાંસલા મુકામે રાષ્ટ્રકથા શિબિરના આયોજક પ્રણેતા સ્વામી ધર્મબંધુજીએ ચોથા દિવસના પ્રવચન સત્રને સંબોધતા પ્રત્યેક નાગરિકમાં પાંચ પ્રકારના ગુણોની આવશ્યકતા સમજાવી હતી. સૌપ્રથમ જ્ઞાનની ઉપાસના કરવી જોઈએ. જ્ઞાનથી જ વ્યકિત પોતાની અજ્ઞાનતા, બેરોજગારી, બિમારી, બુરાઈઓથી મુકિત પામી શકે છે. જીવનના ઉદેશો સિઘ્ધ કરવા માટે, ઉન્નતિ પામવા માટે સદૈવ પોતાની અંદર જ્ઞાનનો અગ્નિ પ્રજવલિત રાખવો જોઈએ.
શાંતિ અને સમૃદ્ધિની આવશ્યકતા સમૃદ્ધિ શાંતિ વિના સંભવી શકે નહીં. આમ છતાં કેટલાક લોકો અનૈતિક રીતે સમૃદ્ધિ તેમજ પ્રસિદ્ધિ મેળવે છે પરંતુ તે ગમે ત્યારે ધરાશાયી થઈને જ રહે છે. આ તબકકે તેમણે ચોરી સાત પ્રકારની હોય છે. કર ચોરી, કામ ચોરી, દાણ ચોરી, પ્રતિજ્ઞા ચોરી, આમરણ ચોરી, યશ ચોરી અને આત્મ સન્માન ખોવું તેમ જણાવેલ.
નિવૃત જનરલ રણધીરકુમાર મહેતાએ જણાવેલ કે આઝાદીના ૭૦ વર્ષે પણ આપણે નાગરિક ધર્મ નિભાવવામાં ઉણા ઉતર્યા છીએ એટલે જ સ્વચ્છતા અભિયાન, પર્યાવરણ જાળવણી, ઐતિહાસિક ભવનોની જાળવણી કરવા માટે સતત કહેવું પડે છે. જેના ઉપાય રૂપે શાળા-કોલેજમાં સંવિધાનના મુળભુત સિઘ્ધાંતો દર્શાવીને વિદ્યાર્થીઓને તેમના નાગરિક ધર્મથી પ્રશિક્ષિત કરવા જોઈએ. વધુમાં તેમણે શિબિરાર્થીઓને અત્યારથી જ પોતાના ક્ષેત્રના નેતૃત્વ પ્રાપ્ત કરવાના ગુણો આત્મસાત કરવા જોઈએ, શિસ્ત બઘ્ધતા કેળવવી જોઈએ. આત્મ સન્માન મળવું જોઈએ સાથે સદૈવ સંવિધાન અને રાષ્ટ્રઘ્વજનું સન્માન મળવું જોઈએ. શારીરિક રીતે સુદ્રઢતા જાળવવા માટે તેમણે પ્રત્યેક વ્યકિતએ છાતીથી કમરની સાઈઝ ચાર ઈંચ ઓછી જાળવવી, સીધા ચાલવું, આંખથી આંખ મેળવીને વાત કરી.
રોના નિવૃત અમલદાર કર્નલ આર.એન.એસ. સીંગએ શિબિરાર્થીઓને વૈચારિક દાયરો વિસ્તૃત કરવા અને વિભિન્ન પ્રકારનું જ્ઞાન પામવા અનુરોધ કરેલ. વધુમાં તેમણે પ્રથમ વિશ્વ યુદ્ધથી માંડની ૧૯૭૧ સુધીના ભારતના યુદ્ધમાં ભૂમિકાની છણાવટ કરીને જણાવેલ કે, પ્રત્યેક યુદ્ધમાં હાર-જીતના ફાયદા-શિખામણ રહે છે. ૧૯૪૭-૧૯૫૪ દરમિયાન આપણે કાશ્મીર મુદે આપણી વાત કરી શકવાની સ્થિતિમાં ન હતા પરંતુ ૧૯૬૨, ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધ પછી આપણે અસરકારક રીતે આપણો પક્ષ વિશ્વ સમક્ષ મુકી શકયા છીએ.
ઈસરોના ચેરમેન વૈજ્ઞાનિક ડો.એ.એસ.કિરણ કુમારએ પોતાના દીર્ઘ વકતવ્યમાં અવકાશ વિજ્ઞાનના સ્વપ્નદ્રષ્ટા વૈજ્ઞાનિક ડો.વિક્રમ સારાભાઈએ ૧૯૬૩માં પોતાના ફ્રાન્સ, જર્મની વિગેરે દેશોના સહયોગથી અવકાશ વિજ્ઞાનની સફર આરંભી જે આજે આપણે વિશ્ર્વમાં સ્વાવલંબી થવા સુધી અવિરત આગળ ધપી રહેલ છે. ૧૯૭૫માં વિશ્વ માં બ્રોડકાસ્ટીંગ પ્રસારણ માટેના ઉપગ્રહની અમેરિકા પાસેથી સેવા લીધા પછી તેની ઉપયોગીતા જાણીને ભારત સરકારે ઈન્સેટ શ્રેણીના ઉપગ્રહોની મંજુરી આપતા આપણે એકી સાથે પ્રસારણ, હવામાન અને સંદેશા વ્યવહારને આવરી લેતા ઉપગ્રહોની શૃંખલા સફળતાપૂર્વક સર કરી.
ઈસરોની સિદ્ધિઓને વર્ણવતા તેમણેજણાવેલ કે, ચંદ્રયાન-૧ વિશ્વ નો પહેલો ઉપગ્રહ હતો જેણે ચંદ્ર પર પાણીના કણ હોવાની પૃષ્ટિ આપી. હવે આવતા વર્ષે ચંદ્રયાન-૨ સાથે લેન્ડર અને રોવર સુવિધા સાથે મોકલવામાં આવશે. આ ઉપરાંત મંગળ યાનનું સફળતાપૂર્વક પર્દાપણ, વિશ્વ માં સર્વાધિક એક સાથે ૧૦૪ ઉપગ્રહો એક જ રોકેટ સાથે છોડવા, એસ્ટ્રોસેટ કે તેમાના શકિતશાળી ટેલીસ્કોપ વડે વિના અવરોધે તારા દર્શન કરી શકાય છે. જીઓ સ્ટેશન લોંચ વ્હીકલ, રીયુજેબલ લોન્ચ વ્હીકલ, પૃથ્વીમાંથી ઓકિસજન મેળવીને પોતાની સાથેના હાઈડ્રોજન સાથેનું સ્પેસ લોંચ વ્હીકલ નિર્માણ કરવું, અત્યાર સુધીમાં ૩૨ દેશોના ૨૭૦ ઉપગ્રહો અવકાશમાં છોડવા વિગેરે જણાવેલ.