મોરબી સિરામિક એસોસિએશનની બેઠકમાં લેવાયો નિર્ણય ૩ મહિના એકમ બંધ રાખવાની પણ સજા ફટકારાશે
મોરબી પંકમાં કોલગેસનું પ્રદુષણ કરનાર એકમો સામે આકરા પગલા લેવા મોરબી સિરામિક એસો.ની પ્રદુષણ કમીટી મેદાને પડી છે. ‚ા. બે લાખ સહિતના આકરા દંડની જોગવાઈ કરવા ખાસ બેઠક યોજાય હતી.
મોરબી પંકમાં આશરે ૩૦ કિ.મી.માં પરાયેલ સિરામીક ઉદ્યોગમાં નાની મોટી ૭૦૦ ી ૮૦૦ ઈન્ડન્ટ્રીઝમાં આવેલી સિરામીક એકમો ઉત્પાદન કરવા, વધારે પડતા યુનિટો નેચરલ ગેસ વાયરો વાપરે છે. અને ઘણા આજે પણ સુપ્રીમ કોર્ટના નિયમોનું ઉલ્લઘન કરી કોલગેસ (કોલસાી ચાલતો પ્લાન્ટ)નો ઉપયોગ કરે છે. કોલગેસ વધુ પડતું પ્રદુષણ ફેલાવે છે. જે લોકોના આરોગ્ય પર્યાવરણ ખેતી સહિતને નુકશાન પહોંચાડે છે.
તાજેતરમાં મોરબી સિરામીક એસો. હોલ ખાતે મોરબી સિરામીક એશો.ની પ્રદુષણ કમીટીના મેમ્બર કે.જી.મુંડારીયા, નિલેશ જેતપરીયા, પ્રફુલભાઈ દેત્રોજા, શિરીષભાઈ કોરીયા, પરેશ ઘોડાસરા, સતીષભાઈ પટેલ સહિત મેમ્બરોની બેઠક યોજાઈ હતી. મોરબી પંકમાં કોલગેસી ફેલાતા પ્રદુષણને રોકવા માટે શું પગલા લેવાની ચર્ચા કર્યા બાદ સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં કોલગેસના વેસ્ટ (કદડો) જમીનમાં ઉતારવો કે જાહેરમાં નિકાલ કરનાર સિરામીક એકમને દંડ ફટકારવામાં આવશે.
પ્રમ વખત બે લાખ દંડ અને કલોઝર નોટિસ માટેની ભલામણ, બીજી વખત પાંચ લાખ દંડ, ત્રીજી વખત ૫ લાખ દંડ ઉપરાંત ૩ મહિના એક બંધ રહે તેવી ભલામણ પ્રદુષણ બોર્ડને સિરામીક એશો. કરશે. એટલું જ નહીં પરંતુ સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ પ્રદુષણ ફેલાવનારા સિરામીક એકમ સામે ખુદ સિરામીક એશો. ફરિયાદી બની ફરિયાદ કરશે. ત્યારે આ પ્રદુષણ કમીટીની બેઠકમાં લેવાયેલા નિર્ણયને સિરામીક એસો.ની જનરલ મીટીંગમાં એજન્ડા મુકવામાં આવશે અને ત્યારબાદ તેઓ ત્વરિત અમલ શ‚ કરી દેવાશે.