મોટાભાગે બધા લોકોને ચાઈનીઝ ભાવતું હોય છે પરંતુ ઘણા લોકોને ચાઈનીઝ ઘરે બનાવતા આળસ આવતી હોય છે અને અમુક લોકો તેને કઈક અલગ ટેસ્ટ દેવા ઇચ્છતા હોય છે તો ચાલો આજે આપણે મન્ચુરિયનને કઈક અલગ ટેસ્ટ આપીએ ટ્રાય કરીએ કોબીજ મન્ચુરિયન ….
સામગ્રી :
2 વાટકી : કોબીઝ ખમણેલી
1 ટેબલ સ્પૂન : ગરમ મસાલો
1 ટેબલ સ્પૂન : લાલ મરચા પાવડર
સ્વાદાનુસાર મીઠું
1 ટેબલ સ્પૂન આદુ લસણ ની પેસ્ટ
3 ટેબલ સ્પૂન મકાઈ નો લોટ
3 ટેબલ સ્પૂન મેંદો
તેલ
1 ટેબલ સ્પૂન સમારેલુ લસણ
૨ સમારેલા મરચા
2, સમારેલી ડુંગળી
1, સ્લાઈસ કરેલા કેપ્સીકમ મરચું
1 ટેબલ સ્પૂન લાલ મરચાનો સોસ
1 ટેબલ સ્પૂન વસોયા સોસ
1 ટેબલ સ્પૂન કેચપ
1/2 ટેબલ સ્પૂન મરી પાવડર
લીલી ડુંગળી ના પાન
બનવાની રીત:
કોબીઝના મન્ચુરિયન બનવવા માટે સૌથી પહેલા તો એક પહોળા મોઢાવાળા વાસણમાં ખમણેલી કોબીઝ, ગરમ મસાલો, લાલ મરચુ પાવડર, નમક અનેઆદુ લસણ પેસ્ટ એડ કરો અને સરખી રીતે હલાવી બધુ મિક્સ કરો. પછી તેમાં મકાઇ અને મેંદો ઊમરો ને બધુ જ સરસ ને એકરસ મિક્સ થાય તેટલું હલાવો. હવે તૈયાર કરેલ મિસરણના નાના નાના બોલ બનાવો..જો વધારે નરમ હોય તો મેંદો અને મકાઈનો લોટ જરૂર મુજબ એડ કરી શકો છો, હવે એક કડાઈ લો તેને ગેસ પર ગરમ થવા મૂકી એમાં તેલ નાખો મંચુરિયન તળવા માટે અને પચે તેલ ગરમ થાય કે તરત જ તૈયાર કરેલ બોલને તળવા માટે તેલમાં ધીમેથી તેલના છાટા ઊડે નહી એમ મૂકી ને ધીમી આંચે બ્રાઉન ન થાય ત્યાં સુધી તળો. તળાઈ ગયેલા મંચુરિયન ને એક ડીશમાં કાઢો. પછી એ તેલમાથી વઘાર પૂરતું જ તેલ રાખી બાકીનું બધુ જ તેલ કડાઈમાંથી કાઢી લો. હવે એ તેલને ગરમ કરો ને પ્કચી એમાં લસણની કળી, સમરેયલા મરચાં, કેપ્સીકમ, સમારેલી ડુંગળી, નાખો ને સાંતળો.
પછી એમાં લાલ મરચાંનો સોસ, સોયા સોસ અને મરીનો પાઉડર એડ કરી હલાવો ને 2 મિનિટ સુધી સાંતળો. પછી એમાં લીલી ડુંગળીનાપણ અને ચપટી મકાઈનો લોટ એક કરી ગ્રેવી ને બરાબર ઉકળવા દો ને એમાં તળીને તૈયાર કરેલા મંચુરિયન એડ કરો ને હાલવો.